• Gujarati News
 • National
 • Come Out From Debt Of Rs. 1.55 Lakh Crore Reliance Sell Their 20% Of Part To Saudi Arebias Aramco

1.54 લાખ કરોડના દેવામાંથી નીકળવા રિલાયન્સે સાઉદી કંપની અરામ્કોને 1.15 લાખ કરોડમાં 20 ટકા હિસ્સો વેચ્યો

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની ફાઇલ તસવીર - Divya Bhaskar
રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની ફાઇલ તસવીર
 • RILમાં દેશનું સૌથી મોટું FDI, 8 મહિનામાં દેવામુક્ત બની જશે રિલાયન્સ
 • RILના ઑઇલ-ટુ- કેમિકલ બિઝનેસના રૂ. 5.32 લાખ કરોડ વેલ્યુએશન પર ડીલ
 • 5 સપ્ટે.થી જિયો ગીગાફાઇબર રૂ. 700 માં 100 MBPS સ્પીડ

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સોમવારે 42મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. 1.54 લાખ કરોડ રૂપિયાના દેવામાંથી બહાર નીકળવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટિડ (આરઆઇએલ)ના મુકેશ અંબાણીએ કંપનીના ઑઇલ અને કેમિકલ્સ બિઝનેસનો 20 ટકા હિસ્સો સાઉદી અરેબિયાની અરામ્કોને 1.15 લાખ કરોડ રૂપિયામાં વેચવાની જાહેરાત કરી હતી. આ ડીલ થકી આરઆઇએલ 18 મહિનામાં દેવામુક્ત બની જશે. સાથે જ યુકેની ઑઇલ કંપની બીપી કોર્પોરેશન રિલાયન્સના 1400 પેટ્રોલ પંપ અને 31 એરપોર્ટ પર એવિએશન ફ્યૂઅલ ફેસિલિટી બિઝનેસમાં 7000 કરોડ રૂપિયામાં 49 ટકા હિસ્સો ખરીદશે. ટેલિકોમ કંપની જિયો આગામી સપ્ટેમ્બરથી ફાઇબર બેઝડ બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરશે. 

સૌથી મોટી એફડીઆઇ સોદો
આરઆઇએલ અને અરામ્કો વચ્ચેની આ ડીલ દેશના સૌથી મોટી એફડીઆઇ સોદામાં સામેલ છે. સાથે જ રિલાયન્સ ફ્યુઅલ રિટેલિંગ નેટવર્કના વેપારનો 49 ટકા હિસ્સો 7000 કરોડ રૂપિયામાં બ્રિટનની ઑઇલ કંપની બીપી કોર્પોરેશનને વેચશે. સાઉદી અરામ્કો આરઆઇએલના જામનગર પ્લાન્ટને રોજ 5 લાખ ક્રુડ ઑઇલ સપ્લાય કરશે. જામનગરમાં આવેલી રિલાયન્સની રિફાઇનરીની કુલ ક્ષમતા વાર્ષિક 6.82 કરોડ ટન છે. કંપનીની યોજના રિફાઇનીંગ ક્ષમતા 3.52 કરોડ ટનથી વધારીને 4.1 કરોડ ટન કરવાની છે. 

રિલાયન્સને શું ફાયદો 

 • દેવા મુક્ત બની ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે
 • પેટ્રો-કેમિકલ્સ સનસેટ ઇન્ડસ્ટ્રી બની રહ્યો છે, જિયો-રિટેલ સનરાઇઝ ઇન્ડસ્ટ્રી છે.
 • કંપનીને સાઉદી અરામ્કો પાસેથી કરાર મુજબ ક્રૂડ મળશે.
 • યુદ્ધ કે અન્ય રાજકીય કટોકટીમાં પણ અરામ્કો સરકારી કંપની હોવાથી ઇંધણનો પુરવઠો મળતો રહેશે.
 • 1.54 લાખ કરોડમાંથી 1.15 લાખ કરોડનું દેવું ઓછું થઇ જશે, કેશ રીચ કંપની બનશે.

પ્રમોટર્સને શું ફાયદો 

 • સનરાઇઝ ઇન્ડસ્ટ્રીમાં ફંડ ટ્રાન્સફર કરી શકશે
 • પ્રમોટર્સનો હિસ્સો પેટ્રો-કેમિકલ્સમાંથી જિયો અને રિટેલ સહિતના બિઝનેસમાં ડાઇવર્ટ થશે.
 • સેબીના નિયમ મુજબ પ્રમોટર્સ અરામ્કોને 20 ટકા વેચીને સ્ટેક ઘટાડી શકશે.
 • રિટેલ- જિયોમાં લાસ્ટ માઇલ કનેકશન ઉપર ફોકસ વધશે.
 • બન્ને સેક્ટરમાંથી કંપની આઇપીઓ મારફત જંગી ફંડ પણ એકત્ર કરી શકશે.

અરામ્કોને શું ફાયદો 

 • નિશ્ચિત માર્કેટ, એશિયાના માર્કેટ ઉપર કન્ટ્રોલ
 • વિકસિત દેશોમાં ઘટી રહેલી ક્રૂડની માગ સામે ભારતમાં સીધી એન્ટ્રી મળશે.
 • રિલાયન્સ જૂથના સોલાર, વિન્ડ, બાયોફ્યુઅલ પ્રોજેક્ટ્સમાં હિસ્સો મળશે.
 • ભવિષ્યમાં જિયો, રિટેલના ઇક્વિટી સેલમાં પણ તેને હિસ્સો મળી શકશે.
 • વર્ષે 5 લાખ ડોલરનું કમિટમેન્ટ, એશિયાના ઓઇલ રેટ પર કન્ટ્રોલ રાખી શકશે.

શેરધારકોને શું ફાયદો 

 • IPOમાં શેર્સ મળશે, RILમાં 15-20 ટકા વૃદ્ધિની આશા
 • રિલાયન્સની આ મૂવથી નવા વેન્ચર્સમાં રોકાણથી શેર્સના વેલ્યૂએશનમાં સુધારો થશે.
 • ઇક્વિટીની લિક્વિડિટી ઘટતાં લાંબાગાળે શેરની કિંમતમાં 15-20 ટકા વૃદ્ધિનો આશાવાદ.
 • બે વર્ષમાં માર્કેટકેપ રૂ. 8 લાખ કરોડ આસપાસ છે જે બમણી પણ થઇ શકે છે.
 • જિયો અને રિટેલના IPO સમયે બોનસ, ડિવિડન્ડ, સ્પ્લીટનો ફાયદો મળશે.

ડીલનો અર્થ શું? 

 • 20 ટકા હિસ્સો વેચવા પાછળ દૂરંદેશી: પેટ્રોલનો સૂર્યાસ્ત, ડેટાનો સૂર્યોદય
 • સોલાર, ઇ-વ્હિકલ્સના સતત વધી રહેલા વપરાશના કારણે વિકસિત દેશોમાં પેટ્રોલિયમ-રિફાઇનરી, કેમિકલ્સ ઇન્ડસ્ટ્રી હવે સનસેટ ઇન્ડસ્ટ્રી ગણાય છે.
 • સાઉદી અરામ્કોએ નવા નિશ્ચિત માર્કેટની ખોજ કરવી જરૂરી બની હતી જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ પૂરી કરી શકે તેમ છે.
 • રિલાયન્સ માટે યુએસ પ્રતિબંધના કારણે ક્રૂડની સહેલાઇથી ઉપલબ્ધિનો પ્રશ્ન સર્જાયો હતો.
 • ઇ-વ્હિકલ્સના ઊભરતા માર્કેટને ધ્યાનમાં રાખીને પ્રમોટર્સ જિયો અને રિટેલને ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રમોટ કરી રહ્યા છે.

જિયોના ગ્રાહકોને શું મળશે
જિયો ગીગાફાઇબર
જિયો ગીગાફાઇબરનો પ્લાન 700 રૂપિયાથી 10 હજાર રૂપિયા સુધીનો રહેશે. કંપની આ અંગેના પ્લાન 5મી સપ્ટેમ્બરે જાહેર કરશે. 700 રૂપિયામાં યૂઝર્સને 100 MBPSની સ્પીડ મળશે. પ્રિમિયમ પેકમાં સ્પીડ 1 GBPS થશે. હાલ ફિક્સ્ડ બ્રોડબેન્ડની અવરેજ સ્પીડ 26.46 MBPS છે. જિયો ગીગીફાઇબરમાં નેટફ્લિક્સ, પ્રાઇમ જેવી પ્રિમિયમ ઓટીટી એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન મળશે.

HD ટીવી અને સેટ ટોપ બોક્સ ફ્રી
ગીગાફાઇબરનું પેકેજ લેનાર ગ્રાહકોને એચડી-4K એલઇડી ટીવી સેટ મળશે. 4K સેટ ટૉપ બોક્સ ફ્રીમાં મળશે. 700 રૂપિયાના પેકમાં ગ્રાહકોને લાઇફ ટાઇમ ફ્રી વૉઇસ કૉલ-હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળશે.  વર્ષ 2020ના મધ્યથી ગ્રાહકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ નિહાળી શકશે. 

સેટ ટૉપ બોક્સથી વીડિયો કૉલિંગની સુવિધા
ગીગાફાઇબર યુઝર્સને મળનારા સેટ ટૉપ બોક્સથી વીડિયો કૉન્ફર્સિંગ પણ થઈ શકશે. એક સાથે ચાર લોકોને વીડિયો કૉલ કરી શકશે. યુએસ અને કેનેડા પણ વીડિયો કૉલ કરી શકશે.

 • આકાશ અને દીકરી એશા અંબાણીએ ઘરમાં સિનેમા જોવા અને વર્ચ્યુઅલ શોપિંગ માટે મિક્સ રિયાલિટી (એમઆર) ડિવાઇસ જિયો હોલોબોર્ડ રજૂ કરી હતી.
 • ટૂંક સમયમાં કાશ્મીર અને લદ્દાખમાં રોકાણની તકો ચકાસ‌વામાં આવશે. ભારતમાં ડેટા-સેન્ટર શરૂ કરવા માટે જિયોએ માઇક્રોસૉફ્ટ સાથે કરાર કર્યા.