• Gujarati News
  • National
  • Chirag Paswan Became The National Chairman Of The LJP, Replacing His Father Ramvilas

ચિરાગ પાસવાન LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, પિતા રામવિલાસનું સ્થાન લીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2000માં લોક જનશક્તિ પાર્ટીની રચના થઈ હતી, રામવિલાસ પાસવાન 19 વર્ષથી પાર્ટીની કમાન સંભાળી રહ્યા હતા.
  • ચિરાગે કહ્યું હતું કે- પિતા રામવિલાસ પાસવાનના સપનાને વધુ આગળ લઈ જશે

પટનાઃ જમુઈથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાનની મંગળવારે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદગી કરાઈ છે. ચિરાગે પિતા રામવિલાસ પાસવાનનું સ્થાન સંભાળ્યું છે. મંગળવારે દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યસમિતિની એક બેઠક બાદ ચિરાગના નામ પર મહોર લગાવાઈ હતી. રામવિલાસ પાસવાને વર્ષ 2000માં LJPની રચના કરી હતી અને ગત 19 વર્ષોથી તેઓ પાર્ટીના અધ્યક્ષ હતા. 
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સરકારી આવાસ 12, જનપથ પર સંબોધિત કરતા કહ્યું કે, કાર્યકર્તા સતત યુવાન ચહેરાની માંગ કરી રહ્યા હતા. પાર્ટીના તમામ સાંસદોએ ચિરાગના નામ પર સહમતી આપી છે. ચિરાગ યુવાન છે અને તેઓ પાર્ટીને સફળતાના શિખરે પહોંચાડશે. 
અધ્યક્ષ બન્યા બાદ ચિરાગે પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓએ રામવિલાસને વાયદો કર્યો છે કે જે વિઝન સાથે પાર્ટીનો પાયો નાંખવામાં આવ્યો છે તેને અમે આગળ વધારીશું. LJPની સ્થાપના એવા વખતે થઈ હતી જ્યારે ઘણી પાર્ટીઓના નેતા તેમની પાર્ટીમાંથી અલગ થઈને પોતાની અલગ પાર્ટી બનાવી રહ્યા હતા. LJPએ કોઈ પણ પરિસ્થિતી સાથે સમજૂતી ન કરી નથી. અધ્યક્ષ તરીકે રામવિલાસ પાસવાનની તુલના કોઈની સાથે ન થઈ શકે. બધા મળીને પાર્ટીને મજબૂતી સાથે આગળ વધારે અને નવી ઊંચાઈઓ પર લઈ જશે. 

ચિરાગ પાસવાનની કારકિર્દી
જણાવી દઈએ કે, અભિનેતામાંથી નેતા બનેલા ચિરાગ પાસવાન 2014માં પહેલી વખત જમુઈથી ચૂંટણી લડ્યા અને તે વખતે RJDના સુધાંશુ શેખરને હરાવ્યા હતા. આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં ચિરાગ રાલોસપાના ભૂદેવ સિંહને હરાવીને બીજી વખત સંસદ પહોંચ્યા હતા. બિહાર LJP સંસદીય દળના અધ્યક્ષ હતા. ગત દિવસોમાં તેમને બિહાર LJPના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાયા હતા. 
 

અન્ય સમાચારો પણ છે...