ઘુસણખોરી / પોર્ટ બ્લેયરમાં ચીનનું રિસર્ચ શીપ જોવા મળ્યું, નેવીએ સમુદ્રની સરહદમાંથી બહાર ધકેલ્યું

China's research ship sighted at Port Blair in Andaman and Nicobar, Navy drives it out

  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીને તેમના રિસર્ચ શીપ શી યાન1 નો જાસૂસી માટે ઉપયોગ કરી ચુક્યો છે 

Divyabhaskar.com

Dec 03, 2019, 02:53 PM IST

ચેન્નાઈઃ ભારતીય નેવીએ મંગળવારે પોર્ટ બ્લેયર પાસે રિસર્ચ માટે જોવા મળેલી એક શંકાસ્પદ ચીની શીપનો પીછો કરેની તેને ભારતીય સમુદ્ર સરહદની બહાર ભગાડ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, તે શીપ ચીનનું રિસર્ચ શીપ શી યાન 1 હતું, જે આંદમાન-નીકોબાર દ્વીપ સમુહની અંદર રિસર્ચ માટે આવ્યું હતું.

ચીની શીપ ભારતના મહત્વના આર્થિક ક્ષેત્રમાં હતું
ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું કે, ચીન આ શીપનો ઉપયોગ ભારતીય દ્વીપ સમુહમાં જાસૂસી કરી ચુક્યું છે. આવું કરવા પાછળનો હેતું હિન્દ મહાસાગર અને દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં ભારતના નૌસૈનિક ઓપરેશન પર જાસૂસી કરવા માટેનો હતો. આ શીપને ‘વિશેષ આર્થિક ક્ષેત્ર’માં પેટ્રોલિંગ કરી રહેલા એરક્રાફ્ટે જોયું હતું. કાયદા પ્રમાણે, કોઈ પણ દેશ અન્ય દેશના વિશેષ આર્થિક ક્ષેત્રમાં મંજૂરી વિના પ્રવેશ કરી ન શકે. એટલા માટે નૌસેનાએ જંગીજહાજને એલર્ટ કર્યું અને ભારતીય સરહદની બહાર ભગાડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, શી યાન 1 ચીન તરફ આગળ વધી ગયું હતું.

હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવાના પ્રયાસમાં ચીન
તાજેતરમાં ભારતે ચીનના 7 યુદ્ધજહાજને હિન્દમહાસાગરમાં જોયા હતા. જેને ભારતીય નેવીના પી-8આઈ વિમાને ટ્રેક કર્યા હતા. અમેરિકા દ્વારા બનાવાયેલા પી-8આઈ વિમાન સબમરીન ઈન્ટેલિજન્સ સિસ્ટમથી સજ્જ છે. ચીનનું 27 હજાર ટન વજન અને વિમાનવાહક જંગીજહાજ જિયાન-32 સપ્ટેમ્બરની શરૂઆતમાં દક્ષિણ હિન્દ મહાસાગરમાં શ્રીલંકા પાસે જોવા મળ્યું હતું.
પી-8આઈએ જંગી જહાજ સિવાય ચીનની એક બોટને પણ ટ્રેક કરી હતી. આ બોટ ચીનના એન્ટી-પાયરેસી ટાસ્ક ફોર્સનો જ એક ભાગ છે. બોટને અદનની ખાડીમાં ચીનના વેપારી જહાજને સોમાલિયાઈ સમુદ્રી ડાકુઓ સામે રક્ષણ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા. બોટ જ્યારે હિન્દ મહાસાગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પી-8આઈએ બોટની તસવીર લીધી હતી.

X
China's research ship sighted at Port Blair in Andaman and Nicobar, Navy drives it out
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી