ડીલ / પ્રથમ તબક્કાની ટ્રેડ ડિલ સમાપ્ત થયા બાદ ચાઈના, યુએસ ટેરિફ દૂર કરવા તૈયાર

China, US ready to clear US tariffs after completion of first phase trade deal

  • ચાઈનીસ કોમર્સ મિનિસ્ટ્રીએ કહ્યું- બંને દેશો ટેરિફને તબક્કાવાર રદ કરવા તૈયાર
  • ટ્રમ્પે ચાઈનસી ગુડસ પરની અબજો ડોલરની જકાતનો ટ્રેડવોરમાં એક પ્રાઈમરી શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો

Divyabhaskar.com

Nov 08, 2019, 03:46 PM IST

વોશિંગ્ટનઃ ચીન અને અમેરિકા એક બીજાના સામાન પર લાગતા ટેરીફ(જકાત)ને ટ્રેડ ડિલના ‘પ્રથમ તબક્કા’માં પરત લેવાનું નક્કી કર્યું છે, જોકે આ માટે ડીલ પુરી થાય તે જરૂરી છે. આ અંગેની માહિતી બંને દેશોના અધિકારીઓએ ગુરુવારે આપી હતી. આ બાબતે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક સલાહકારો વચ્ચે પણ મતભેદો થઈ રહ્યાં હોવાની વાત પ્રકાશમાં આવી છે.

આ અંગે ચાઈનીસ કોમર્સ મિનિસ્ટ્રીએ કોઈ પણ પ્રકારના ટાઈમ ટેબલનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું કે બંને દેશો એક-બીજાના સામાન પર લાગતી જકાતને તબક્કાવાર દૂર કરવા માટે સહમત થયા હતા. જ્યારે અમેરિકાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ટ્રેડ એગ્રીમેન્ટના પ્રથમ તબક્કામાં જ જકાતને દૂર કરવાની વાતનો ઉલ્લેખ હશે. જોકે આ મામલે ટ્રમ્પ અને પ્રેસિડન્ટ શી જીનપિંગે પેપર પર સહી કરવાની બાકી છે.

વ્હાઈટ હાઉસના મહિલા પ્રવકતા સ્ટેફની ગ્રીશમે ફોક્સ ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સ ડીલ પૂર્ણ થશે તે બાબતે ખૂબ જ આશાવાદી છે. ઉલ્લેખનીય છે કે આ ડીલ બાદ છેલ્લા 16 મહિનાથી અમેરિકા અને ચાઈના વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનો અંત આવશે. એક્સપર્ટ્સે ચેતવણી આપતા જણાવ્યું છે કે આ ડીલ કદાચ ન પણ થઈ શકે. આ અંગે યુએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે ગત મહિને ટ્રમ્પે ઈન્ટરીમ ડીલની રૂપરેખાની જાહેરાત કરી ત્યારથી હજુ ઘણું બધું કરવાનું બાકી છે.

ટ્રમ્પે ચાઈનસી ગુડસ પરની અબજો ડોલરની જકાતનો ટ્રેડવોરમાં એક મુખ્ય શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો છે. આ જકાતને તબક્કાવાર પણ ઉઠાવી લેવામાં આવે તો પણ તેનો ખૂબ જ વિરોધ થાય તેવી શકયતા છે. તેનો વિરોધ વ્હાઈટ હાઉસની અંદર તેમજ બહાર એમ બંને જગ્યાએ થઈ શકે છે.

આ અંગે ટ્રમ્પના આઉટસાઈડ એડવાઈઝર મિકેલી પીલ્સબરીએ જણાવ્યું હતું કે તબક્કાવાર ટેરિફને પરત લેવામાં આવશે, તેવા કોઈ ચોક્કસ કરાર નથી. જોકે અમેરિકન પક્ષ તરફથી હાલ એ બાબતે દ્વિધા છે કે કઈ જકાતોને દૂર કરવામાં આવે. ચાઈના ખૂબ જ વિચારીને નિર્ણય કરે છે અને તે તેના ઘરેલું નેતાઓને સમજાવી રહ્યું છે કે એક દિવસ જકાતોનો અંત આવશે.

જો ઈન્ટરીમ ડીલ પૂર્ણ થશે અને સાઈન થશે તો અમેરિકા અંદાજે 15 ડિસેમ્બરથી 156 બિલિયન ડોલરની કિંમતના ચાઈનાના ઈમ્પોર્ટ પરથી જકાત હટાવી લેશે. તેમાં સેલ ફોન્સ, લેપટોપ અને રમકડા સહિતનો સમાવેશ થાય છે.

ચાઈનીસ કોમર્સ મિનિસ્ટ્રીના પ્રવકતા ગો ફેગના જણાવ્યા મુજબ, ટેરિફને રદ કરવા તે કોઈ પણ એગ્રીમેન્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના ભાગરૂપે બંને દેશોએ એક-બીજાના સામાન પર લાગેલા કેટલાક ટેેરિફને રદ કરવા જરૂરી છે. તો જ ડીલના પ્રથમ તબક્કા સુધી પહોંચી શકાય.

ગોએ રોજિંદા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે બંને દેશો વિવિધ પ્રકારની વધારાની જકાતો રદ કરવા તૈયાર છે. જોકે આ અંગે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના પ્રવતકતાએ કઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો હતો. જ્યારે યુએસ ટ્રેડ ઓફિસના પ્રતિનિધિએ પણ આ અંગે કોઈ તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.

X
China, US ready to clear US tariffs after completion of first phase trade deal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી