તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બેંગ્લુરુઃન્યાયમાં બિનજરૂરી વિલંબની સ્થિતિને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) S.A.બોબડે કોર્ટમાં આર્ટીફિસિયલ સિસ્ટમ લાગુ કરવાની સંભાવવા તપાસી રહ્યા છે.તેમણે શનિવારે બેંગ્લુરુમાં ન્યાયિક બાબતના અધિકારીઓના એક સમ્મેલનમાં તેમણે આ વાત કરી હતી. કોર્ટમાં મોટી સંખ્યામાં કેસોના ભરાવાની સ્થિતિને જોતા તેમની ટિપ્પણી ઘણી મહત્વની છે. મુખ્ય ન્યામૂર્તિએ સ્પષ્ટતા કરી છે કે આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સના ન્યાયમૂર્તિઓની જગ્યા લેશે નહીં. અલબત આર્ટીફિસિયલ સિસ્ટમનો મેથેમેટીકલ અને મિકેનિકલ બાબતો માટે જ મદદ લઈ શકાય છે.
CJI એ કહ્યું હતું કે ઘણી વખત ન્યાયમૂર્તિ પણ આ ટેકનિકને લાવવા અંગે મને પ્રશ્ન કરી ચુક્યા છે. હું સ્પષ્ટ કરવા માગુ છું કે આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ (AI) માનવીય ન્યાયમૂર્તિઓનું સ્થાન લઈ શકે નહીં. તે માનવીય વિવેકપૂર્ણ બાબતનું સ્થાન લઈ શકે નહીં. તેમણે કહ્યું કે કોર્ટો માટે એ સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે કે ન્યાય મળવામાં બિનજરૂરી વિલંબ ન થાય. આ ઉદ્દેશથી અદાલતો માટે આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ વિકસિત કરવાની સંભાવના રહેલી છે.
ઝડપભેર ન્યાય મળે, તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી
અમારી પાસે જે પણ પ્રતિભાવ અને કૌશલ છે તેનો ઉપયોગ સુનિશ્ચિત કરવું જોઈએ કે યોગ્ય સમયમાં લોકોને ન્યાય મળવો જોઈએ. ન્યાયમાં વિલંબ વ્યક્તિને કાયદો હાથમાં લેવાનું કારણ હોવું જોઈએ નહીં. મુ્ખ્ય ન્યાયમૂર્તિએ કેસ દાખલ કરવામાં આવતા પહેલા મધ્યસ્થતાને લગતી વ્યવસ્થા કરવાની પણ તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે આજના સમયની આ જરૂરિયાત છે.
CJI અગાઉ પણ AI ના ઉપયોગનું સમર્થન કરી ચુક્યા છે
CJI બન્યા તે અગાઉ ન્યાયમૂર્તિ બોબડેએ કહ્યું હતું કે અદાલતોમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઉચ્ચ ટેકનોલોજીની જરૂર છે. ગયા મહિને નાગપુર હાઈકોર્ટ બાર એસોશિએશનના કાર્યક્રમમાં પણ તેમણે ચર્ચા સમયે AI ની વિશેષતા અંગે વાત કરી હતી. જોકે, ભૂતપુર્વ CJI R.M.લોઢાએ કોર્ટના કામકાજમાં AI ઉપયોગ અંગે ચિંતા દર્શાવી હતી. તેમણે મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેને અપીલ કરી હતી કે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સને ચુકાદાની પ્રક્રિયામાં સમાવેશ કરતા પહેલા તેની સારી અને ખરાબ બાબતને જોવામાં આવે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.