નાગપુરઃ ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે, ભારતીય ન્યાય વ્યવસ્થામાં નિર્ણય લેવા માટે હાલ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ (AI)લાવવાની કોઈ યોજના નથી. નાગપુરમાં હાઈકોર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં શનિવારે સીજેઆઈએ કહ્યું કે, કોર્ટમાં AI ટેકનીકનો ઉપયોગ કરવાનો વિચાર સારો છે, આ ટેકનીક કેસોનું સંચાલન અને કાર્યક્ષમતા વધારે સારી બનાવી શકે છે. પરંતુ અન્ય ટેકનીકલ ચીજ વસ્તુઓની જેમ આ ટેકનીકના પણ ઘણા નકારાત્મક પાસા હોઈ શકે છે. ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી કે, ન્યાયિક નિર્ણયોમાં AI ક્યારેય માણસના મગજની જગ્યા ન લઈ શકે અને ના તો તેની જેમ કામ કરી શકે છે.
ચીફ જસ્ટિસ AIના ઉપયોગનું સમર્થન કરી ચુક્યા છે
CJI બન્યા પહેલા જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, કોર્ટમાં આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સ અને ઉચ્ચ ટેકનીક જરૂરી છે. કાર્યક્રમમાં ચર્ચા કરતી વખતે પૂર્વ સીજેઆઈ આરએમ લોઢાએ કોર્ટના કામકાજમાં AIનો ઉપયોગ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચીફ જસ્ટિસ બોબડેને અપીલ કરી કે તે આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સને નિર્ણયોની પ્રક્રિયામાં સામેલ કર્યા પહેલા તેના સારા અને ખરાબ પાસા વિશે જાણી લે.
AI માત્ર કામ સરળ કરશે, નિર્ણયોમાં સામેલ નહીં કરાય
આ ચિંતાઓના જવાબમાં સીજેઆઈએ સ્પષ્ટતા કરી છે કે, તેમની આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સને કોર્ટના નિર્ણયોની પ્રક્રિયામાં સામેલ કરવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે, ‘AI માત્ર મુશ્કેલ કામને સરળ કરશે. જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છે, તે એક સેકન્ડમાં 10 લાખ શબ્દ વાંચી શકે છે. એટલે કે આપણે તેની પાસે કંઈ પણ વંચાવી શકીશું અથવા તો સવાલ પુછી શકીશું. તે આપણને માત્ર જવાબ આપશે.’
સીજેઆઈએ ઉદાહરણ આપતા કહ્યું કે, ‘અયોધ્યા કેસમાં હજારો ડોક્યુમેન્ટ હતા, તેમાં હજાર પાના હતા. એ કામ સરળ બની જતું જો તમારી પાસે આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સ હોત તો. ન્યાય વ્યવસ્થામાં AI ક્યારે પણ માણસના મગજની કામ નહીં કરે શકે ન તો તેનું સ્થાન લઈ શકશે. આપણી કોઈ કોમ્પ્યુટર અથવા ત્રણ કોમ્પ્યુટરની બેંચને કોઈ કેસ મોકલવાની યોજના નથી. આ કામ જજ જ કરશે.’
મોંઘી કાયદા પ્રક્રિયા ન્યાય મેળવવામાં મુશ્કેલી
CJIએ કાર્યક્રમમાં કહ્યું કે, દેશમાં મોંઘી કાયદા પ્રક્રિયા લોકો માટે ન્યાય મેળવવામાં મુશ્કેલી પેદા કરી રહી છે. તેમણે કહ્યું કે, ‘વકીલ આગળ આવીને તેમની ભૂમિકા એક મધ્યસ્થ તરીકે જોવા જોઈએ. તેમણે પોતાને માત્ર દલીલ કરવા માટે પૈસા કમાનારા વેપારી તરીકે ન જોવા જોઈએ કે ન રજુ કરવા જોઈએ. આપણે કેસથી પૂર્વ સમજૂતી કરારના પક્ષ પર પણ વિચાર કરી રહ્યા છે’
ચીફ જસ્ટિસે એવું પણ કહ્યું કે, ‘ભારતમાં કોર્ટને ઘણી ચીજ વસ્તુઓમાં સુધારો કરવો છે. કોણ કેટલું કમાય છે એનાથી અમને કંઈ જ વાંધો નથી.પણ જ્યારે આવું કોર્ટમાં થાય છે ત્યારે ન્યાય પ્રણાલીમાં મુશ્કેલી આવે છે. આ એક મોટી ભૂલ છે. વકીલોએ તેમના પરંપરાગત વિચાર બદલવા પડશે’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.