તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Chidambaram Said: Modi Chooses 5 Commentators, Answers His Questions On TV, So That People Can Vote On CAA

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિદમ્બરમે કહ્યું- મોદી 5 ટીકાકારોને પસંદ કરે, ટીવી પર તેમના સવાલોના જવાબ આપે, જેથી લોકો CAA પર મત આપી શકે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ચિદમ્બરમના જણાવ્યા મુજબ- મોદી કહે છે કે CAAથી લોકોને નાગરિકતા મળશે, છીનવાઈ જશે નહિ
 • મોટાભાગના લોકો માને છે કે CAA ઘણા લોકોની નાગરિકતા છીનવી લેશે
 • અમે ઈચ્છીએ છીએ કે મોદી મીડિયા દ્વારા તેમના સવાલના જવાબ આપે

નવી દિલ્હીઃ પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે નાગરિકતા સંશોધન કાયદા(CAA)ની ટીકાઓનો જવાબ ન આપવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે. ચિદમ્બરમે કહ્યું કે મોદી પોતાની અનુકુળતા પ્રમાણે 5 ટીકાકારોને પસંદ કરે અને તેમની સાથે ટીવી પર સવાલ-જવાબ કાર્યક્રમમાં ભાગ લે, જેથી લોકોને કાયદા વિશે પોતાનો અભિપ્રાય આપવામાં મદદ મળી શકે. ચિદમ્બરમે વધુમાં કહ્યું કે આશા રાખું છું કે આ સુચનનો તેઓ યોગ્ય જવાબ આપશે.

મોટા ભાગના લોકો માને છે કે CAA નાગરિકતા છીનવી લેશે
ચિદમ્બરમના જણાવ્યા મુજબ, મોદી કહે છે કે CAAથી લોકોને નાગરિકતા મળશે, છીનવાશે નહિ. જ્યારે મોટાભાગના લોકો માને છે કે CAA ઘણા લોકોની નાગરિકતા છીનવી લેશે. વડાપ્રધાન સ્ટેજ પરથી બોલે છે, સવાલો સાથે તેમને કોઈ લેવાદેવા નથી. અમે ઈચ્છીએ છે કે મીડિયા દ્વારા તે સવાલોના જવાબ આપે.
ચિદમ્બરમે ટ્વિટ કર્યું મોદી ટીકાઓ પર વાત કરતા નથી. તેની પર વાત કરવાની તે કોઈ તક પણ આપતા નથી. તેમની સાથે વાત કરવાની સાચી રીત એ જ છે કે તે પોતાની પસંદગીના 5 ટીકાકારો પસંદ કરી લે અને ટીવી પર તેમના સવાલના જવાબ આપે. તેને સંભાળીને લોકોને CAA વિશે પોતાનો મત આપવાનો ખ્યાલ આવશે. 

સોનિયાએ CAAને ભેદભાવ સર્જનાર ગણાવ્યો હતો
સોનિયાએ શનિવારે CAAને ભેદભાવ અને વિભાજન કરનાર ગણાવ્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે કાયદાને ધાર્મિક આધાર પર ભાગલા પાડવા માટે લાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(NPR)ને બનાવવાનો હેતું પણ આ જ છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો