તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચેન્નાઈઃ કોંગ્રેસ નેતા અને ભૂતપુર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે શુક્રવારે કહ્યું હતું કે મે ભારતીયો જેવા ભોળા લોકો ક્યારેય જોયા નથી, જેઓ વિવિધ યોજનાઓના અમલીકરણને લઈ કરવામાં આવી રહેલા સરકારી દાવાને તરત જ સ્વીકારી લે છે. ચિદમ્બરમ સાહિત્યને લગતા એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે અખબારમાં કંઈ પણ છપાય છે તો લોકો તેને માની લે છે. આપણે કોઈ પણ બાબતને લઈ વિશ્વાસ કરી બેસીએ છીએ.
ચિદમ્બરમે કહ્યું હતું કે સરકારે દાવો કર્યો છે કે દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી ગઈ છે. 99 ટકા પરિવાર માટે શૌચાલય બનાવવામાં આવ્યા છે. લોકોએ આ વાત પર વિશ્વાસ કરી લીધો છે. આવું જ આયુષ્યમાન ભારત યોજનામાં છે. દિલ્હીમાં મારા ડ્રાઈવરના પિતાની સર્જરી કરવાની હતી, પરંતુ આ યોજના અંતર્ગત લાભ મળ્યો ન હતો.
આંકડા ખરાઈથી તદ્દન વિપરીત છે
ભૂતપુર્વ નાણાં પ્રધાને કહ્યું હતું કે મે તેને (ડ્રાઈવર)ને પૂછ્યું હતું કે જો તેની પાસે આયુષ્યમાન કાર્ડ છે તો તેણે હોસ્પિટલ જવું જોઈએ. જ્યારે તે હોસ્પિટલ ગયો તો ત્યાં તેને કહેવામાં આવ્યું કે તેમને આ પ્રકારની કોઈ યોજના અંગે જાણકારી નથી. પરંતુ આપણે લોકો માની લઈ છીએ કે આયુષ્યમાન ભારત યોજના સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ છે. આપણે એવું માની છીએ કે બિમારીનો ઈલાજ આ યોજના અંતર્ગત થઈ જાય છે. તે પણ કોઈ પણ પ્રકારના ખર્ચ વગર. આ આપણું ભોળાપણુ છે. અનેક સમાચાર અને આંકડા હકીકતથી તદ્દન વિપરીત છે.
તરુણ ગોગોઈએ કહ્યું- સાંપ્રદાયિકતા અને વિભાજનની રાજનીતિ સામે લડતા રહેશું
આસામના ભૂતપુર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત એક લોકશાહી દેશ છે. અમે ઈચ્છીએ છીએ કે લોકતંત્ર યથાવત રહેવું જોઈએ. નાગરિકતા સંશોધન કાયદાની બાબતમાં હિન્દુ-મુસ્લિમોને અલગ કરવામાં આવી રહ્યા છે. હિન્દુ ધર્મનિરપેક્ષ છે. તેમના વિચાર મોટા છે. પરંતુ સરકાર સંકીર્ણ માનસિકતા ધરાવે છે. તે રાજનીતિક લાભ માટે હિન્દુત્વના મૂળ સિદ્ધાંત સાથે બાંધછોડ કરવામાં આવી રહી છે.
Sponsored By
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.