INX મીડિયા કેસ / ચિદમ્બરમે જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી, CBI કોર્ટના આદેશને પણ પડકારાયો

Chidambaram moved Delhi High Court seeking regular bail case filed by the CBI

  • સીબીઆઈ કોર્ટે ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે
  • આ પહેલાં તેઓ અંદાજે 15 દિવસ સુધી સીબીઆઈની અટકાયતમાં રહ્યા હતા

Divyabhaskar.com

Sep 11, 2019, 05:41 PM IST

નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા કેસમાં હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે સીબીઆઈ મામલે નિયમિત જામીન અરજી દાખલ કરી છે. ચિદમ્બરમને પાંચ સપ્ટેમ્બરે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા આપવમાં આવેલા આદેશને પણ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. સીબીઆઈ કોર્ટે તેમને 19 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. હાલ તેઓ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

આરોપ છે કે, ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે લાંચ લઈને આઈએનએક્સને 2007માં 305 કરોડ લેવા માટે વિદેશી રોકાણ બોર્ડથી મંજૂરી અપાવી હતી. આ મામલે પાંચ સપ્ટેમ્બરે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પહેલાં તેઓ 15 દિવસ સુધી સીબીઆઈ અટકાયતમાં રહ્યા હતા. જ્યારે ઈડી મની લોન્ડરિંગના આરોપમાં પણ તેમની પૂછપરછ કરી રહી છે.

એરસેલ-મેક્સિસ ડીલમાં પણ ચિદમ્બરમ આરોપી
ફરિયાદ પ્રમાણે ચિદમ્બરમે લાંચ લઈને જે કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો તે કંપની તેમના દીકરા કાર્તિની છે. સીબીઆઈએ 15 મે 2017માં કેસ નોંધી લીધો હતો. 2018માં ઈડીએ પણ મની લોન્ડરિંગનો કેસ નોંધી લીધો હતો. એરસેલ મેક્સિસ ડીલમાં પણ ચિદમ્બરમ આરોપી. તેમાં સીબીઆઈએ 2017માં એફઆઈઆર દાખલ કરી હતી.

X
Chidambaram moved Delhi High Court seeking regular bail case filed by the CBI
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી