જયારે ભાજપ-સંઘ ગોડસે મુર્દાબાદ કહેશે, ત્યારે માનીશ કે તેમને ગાંધીની કદર છેઃ ભૂપેશ બધેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું- સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો તેમના ઘરમાં ગોડસેની મૂર્તિ રાખીને પૂજા કરે છે
  • બઘેલે કહ્યું- હું મોદીજીને ત્યારે સાચા ગાંધીવાદી માનીશ, જ્યારે તે આરએસએસ-વીએચપીની વિરુદ્ધ કાર્યવાહી કરશે

રાયપુરઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘલે શનિવારે કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)રાષ્ટ્રપિતા મહાત્મા ગંધીની વિચારધારાને માનતા નથી. તેમણે કહ્યું કે જ્યારે ભાજપ અને સંઘના લોકો નાથૂરામ ગોડસે મુર્દાબાદના નારા લગાવશે, ત્યારે અમે માનીશું કે તેઓ મહાત્મા ગાંધીની કિંમત સમજે છે.


પ્રેસ કોન્ફોરન્સમાં ભૂપેશે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહાત્મા ગાંધીના સાચા વિચારક નથી. તેમણે કહ્યું કે હું મોદીજીને ત્યારે સાચી ગાંધી વિચારધારા વાળા વ્યક્તિ માનીશ, જ્યારે તે આરએસએસ અને વિશ્વ હિન્દૂ પરિષદ(VHP)ની સામે કાર્યવાહી કરશે. આ લોકો પોતાના ઘરમાં ગોડસેની મૂર્તિ રાખીને પૂજા કરે છે.

લોકોએ કોંગ્રેસ સરકાર પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો
તાજેતરમાં જ છત્તીસગઢના દંતેવાડામાં થયેલી વિધાનસભા પેટા-ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર દેવતી કર્માની જીત થઈ હતી. તેની પર ભૂપેશે કહ્યું કે દંતેવાડા પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત એ દર્શાવે છે કે લોકોએ અમારી 9 મહીનાની સરકારનું સમર્થન કર્યું. લોકોએ કોંગ્રેસ સરકાર પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. દેવતી મહેંદ્રા કર્માની પત્ની છે. 25 મે 2013ના રોજ નક્સલીઓએ સુકમા જિલ્લામાં ઝીરમ ઘાટીમાં ગોળી મારી મહેંદ્ર કર્માની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...