નોબેલ 2019 / લીથિયમ આયન બેટરી બનાવનારા 3 વૈજ્ઞાનિકોને રસાયણનો પુરસ્કાર, 97 વર્ષીય ગુડઈનફ સૌથી વયોવૃદ્ધ વિજેતા

  • ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી. કેલિન જૂનિયર અને ગ્રેગ એલ સેમેન્જા, બ્રિટેનના સર પીટર જે. રૈટક્લિફને આપવામાં આવશે. 
  • ભૌતિકશાસ્ત્રીનો નોબેલ સ્વિત્ઝરલેન્ડને મિશેલ મેયર, દિદિએર ક્વેલોજ અને કેનેડિયન અમેરિકન જેમ્સ પીબલ્સને આપવામાં આવશે 

Divyabhaskar.com

Oct 09, 2019, 07:52 PM IST

સ્ટોકહોમઃ રસાયણ ક્ષેત્રમાં 2019નો નોબલ પુરસ્કાર અમેરિકાના જોન વી. ગુડઈનફ, બ્રિટેનના સ્ટૈનલી વિટિંઘમ અને જાપાનના અકીરા યોશિનોને આપવામાં આવશે. ત્રણ વૈજ્ઞાનિકોને લીથિયમ આયન બેટરી બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. 97 વર્ષના ગુડઈનફ આ પુરસ્કાર મેળવનારા સૌથી વયોવૃદ્ધ વિજેતા હશે. તેમના પહેલા ગત વર્ષે 96 વર્ષના આર્થર અશ્કિનને નોબેલ મળ્યો હતો.

રસાયણના નોબેલ પુરસ્કાર સાથે તથ્ય

  • 1901 માંડી 2018 સુધી રસાયણમાં કુલ 110 પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં 181 લોકોને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો
  • રસાયણન માટે 1916, 1917, 1919, 1924, 1933, 1940, 1941 અને 1942માં આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ન હતી.
  • રસાયણનો નોબેલ કુલ પાંચ મહિલાઓને આપવામાં આવ્યો હતો. મેડન મૈરી ક્યૂરી 1911માં પુરસ્કાર જીત્યા હતા. તેમણે 1903માં ભૌતિકશાસ્ત્રનો પણ નોબેલ એનાયત કરાયો હતો.
  • રસાયણ માટે સૌથી યુવા પુરસ્કાર વિજેતા ફ્રેડરિક જોલિયટ(35)હતા, 1935માં તેમની પત્ની ઈરીન જોલિયટ ક્યરી સાથે આ પુરસ્કાર જીત્યા હતા.
  • રસાયણ માટે સૌથી વૃદ્ધ પુરસ્કાર વિજેતા જોન વી. ગુડઈનફ બન્યા હતા, જેમણે 2019 માટે નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયા હતા.
  • બ્રિટીશ વૈજ્ઞાનિક ફ્રેડરિક સેંગરને રસાયણ માટે બે વખત (1958 અને 1980)નોબેલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

મલાલા યુસુફજઈ નાની ઉંમરમાં જ નોબેલ વિજેતા બન્યા
મલાલા યુસુફજઈએ સૌથી નાની ઉંમરમાં નોબેલ પુરસ્કાર હાંસિલ કર્યો હતો. તેમણે 17 વર્ષની ઉંમરમાં 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનની રહેવાસી મલાલા સામાજિક કાર્યકર્તા છે. મલાલાને પાકિસ્તાનમાં મહિલાઓ માટે શિક્ષણ ફરજીયાત કરાવવાની માંગ બાદ તાલિબાનીઓએ તેમની ગોળીનો નિશાનો બનાવતા શિકાર થવું પડ્યું હતું. આ વખતે સ્વીડનની ક્લાઈમેટ ચેન્જ કાર્યકર્તા ગ્રેટા થન્બર્ગને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જો તેના નામની જાહેરાત કરવામાં આવે તો સૌથી ઓછી ઉંમરની વિજેતા હશે.

51 મહિલાઓ નોબેલ પુરસ્કાર દ્વારા સન્માનિત થઈ ચુકી છે
1901થી માંડી 2018 સુધી 51 મહિલાઓ નોબેલ પુરસ્કારથી સન્માનિત થઈ ચુકી છે. મેડમ ક્યૂરીને બે વખત આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 1903માં ભૌતિકશાસ્ત્ર અને 1911માં કેમિસ્ટ્રીના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ પ્રકારે અત્યાર સુધી 51 મહિલાઓને નોબેલ પુરસ્કાર મળ્યો છે.

શાંતિ માટે વિજેતાની પસંદગી નોર્વેની સંસદ કરે છે
રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાઈન્સેઝ ભૌતિકી, રસાયણ અને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરે છે. કૈરોલિન ઈનસ્ટીટ્યૂટ, સ્ટોકહોમ, સ્વીડનમાં નોબેલ એસેમ્બલી મેડિસીન ક્ષેત્રે વિજેતાઓના નામની જાહેરાત કરે છે. સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર સ્વીડીશ એકેડમી સ્ટોકહોમ, સ્વીડન દ્વારા આપવામાં આવે છે અને શાંતિનો નોબેલ પુરસ્કાર નોર્વેની સંસદ દ્વારા પસંદ કરાયેલી સમિતિ આપે છે.

શા માટે આપવામાં આવે છે આ નોબેલ પુરસ્કાર?
અલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્વીડનમાં 21 ઓક્ટોબર 1833ના રોજ થયો હતો. અલ્ફ્રેડ રસાયણશાસ્ત્રી અને એન્જિનીયર હતા. 10 ડિસેમ્બર 1896ના રોજ ઈટલીના સૌન રેમોમાં અલ્ફ્રેડ નોબેલનું નિધન થયું હતું. યુદ્ધમાં ભારે વિનાશક સંશોધનો અંગે અલ્ફ્રેડ નોબેલને ખુબ પસ્તાવો હતો. એટલા માટે તેમને તેમની સંપત્તિનો ઉપયોગ માનવ હિત માટે કરાયેલા સંશોધનો પાછળ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને નોબેલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમણે તેમના વસીયતનામામાં દર વર્ષે ભૌતિકશાસ્ત્ર, રસાયણ, ચિકિત્સા, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનારાઓને પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.

નોબેલ પુરસ્કારમાં શું મળે છે?
નોબેલ પુરસ્કારના દરેક વિજેતાને અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ સાથે 23 કેરેટ સોનામાંથી બનાવાયેલું 200 ગ્રામનું ચંદ્રક અને પ્રસંશાપત્ર પણ આપવામાં આવે છે. ચંદ્રક સાથે નોબેલ પુરસ્કારના જનક અલ્ફ્રેડ નોબેલની છબી, તેમનો જન્મ તથા મૃત્યુની તારીખ લખેલી હોય છે. ચંદ્રકની બીજી તરફ યૂનાની દેવી આઈસિસનું ચિત્ર, રોયલ એકેડમી ઓફ સાયન્સ સ્ટોકહોમ તથા પુરસ્કાર મેળવનારા વ્યક્તિ અંગેની માહિતી હોય છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી