• Home
  • National
  • Chandrayaan 2's Vikram lander debris has been found by NASA

News Bulletin 9 AM / ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ મળી આવ્યો છે

લેન્ડર ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળી આવ્યું

Divyabhaskar.com

Dec 03, 2019, 09:47 AM IST

9 AM BULLETIN

1. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ તેની ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળી આવ્યો છે.

નાસાના દાવા અનુસાર કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2x2 પિક્સલના છે. નાસાએ રાત્રે લગભગ 1:30 વાગ્યે વિક્રમ લેન્ડરના ઇમ્પેક્ટ સાઇટની તસવીર જાહેર કરી અને જણાવ્યુ કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે. નાસાના જણાવ્યા અનુસાર વિક્રમ લેન્ડરની તસવીર એક કિલોમીટર દૂરથી લીધી છે. આ તસવીરમાં સોઇલ ઇમ્પેક્ટ પણ દેખાય છે.

2. DPSના સંચાલક મંજુલા શ્રોફ અને હિતેન વસંતે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમમાં વિવાદ થતાં 9 વર્ષ સુધી માન્યતા વગર ગેરકાયદે ચાલી રહેલ ડીપીએસ ઇસ્ટ સ્કૂલના ટ્રસ્ટી પૂજા મંજુલા શ્રોફ અને હિતેન વસંતે પોલીસ ધરપકડથી બચવા માટે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી ગ્રામ્ય કોર્ટના મેજિસ્ટ્રેટ 10 ડિસેમ્બરે હાથ ધરશે.

3. જૂનાગઢમાં દાતાર પર્વતનાં પગથિયાં ઉપર સિંહ ફરતો હોવાનો વીડિયો વાઈરલ થયો

જૂનાગઢ-ગીરના જંગલમાં દાતારના પગથિયા પર સિંહ બિન્દાસ્ત આંટા મારતો હોવાનો વીડિયો ફરતો થયો છે. જેમાં એક વ્યક્તિ પગથિયાં ચઢી રહી છે. પાછળ સિંહ તેને જોઈ રહ્યો છે. થોડીવાર પછી સિંહ પાછો જંગલમાં જતો દેખાય છે.

4. અમદાવાદના અસારવામાં વકીલનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતાં 45 ટાંકા આવ્યા છે

ઉત્તરાયણને હજી દોઢ મહિનાનો સમય બાકી છે ત્યાં ચાઇનીઝ દોરીએ રસ્તા પરથી વાહન લઇને પસાર થતાં એડવોકેટના ગળે 45 ટાંકા લાવી દીધા છે. એડવોકેટ તેમના જન્મ દિવસે પરિવાર સાથે બહાર જઈ રહ્યાં હતા ત્યાં દોરી વાગતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જોકે 54 વર્ષીય વકીલ યોગેશ પરીખે સદનસીબે હેલ્મેટ પહેર્યુ હોવાથી માથામાં સામાન્ય ઇજા થઇ હતી

5. પ્રથમ વખત ચોટીલા, ઓસમ, ઇડર, પાવાગઢ અને શેત્રુંજય પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

જાન્યુઆરીમાં યોજાનાર આ સ્પર્ધા 49મી સ્પર્ધા હશે. 49 વર્ષે ગિરનાર સ્પર્ધાનું વિભાજન થયું છે. રાજ્યનાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ,સાબરકાંઠા જિલ્લામાં આ સ્પર્ધા યોજાશે. આ જિલ્લામાં આવેલા પર્વતો ઉપર પગથિયા ચડીને ઉતરવાની સ્પર્ધા થશે. રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવશે. સ્પર્ધાનાં ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જૂનાગઢનાં ગિરનારમાં યોજાતી સ્પર્ધાની જેમ જ અન્ય સ્થળે પણ સ્પર્ધા યોજાશે.

6. સુરતના ડભોલી વિસ્તારમાં ગટરમાં સફાઇ કરવા ઉતરેલા બે યુવકના મોત

સુરતના ડભોલી વિસ્તારમાં ગટરમાં સફાઇ કરવા ઉતરેલા બે યુવકના મોત થયા છે. ઘટનાને પગલે દોડી આવેલ પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે કોન્ટ્રાક્ટરના માણસો ન હતા. આ બંને યુવકોને ખાનગી લોકો દ્વારા ગટરમાં સફાઇ માટે ઉતારવામાં આવ્યા હોવાની શંકા છે. બંનેને કોણે ગટરમાં ઉતાર્યા તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

7. NCRમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડામાં 3000 કરોડના કાળા નાણાનો ખુલાસો થવા પામ્યો છે

દિલ્હી NCRના એક રિયલ એસ્ટેટ ગ્રુપે ત્રણ હજાર કરોડના કાળા નાણાની કબૂલાત કરી છે. આવક વેરા વિભાગના દરોડામાં આ ખુલાસો થયો છે. સત્તાવાર સૂત્રોનો દાવો છે કે ઓરિએન્ટલ ઇન્ડિયા ગ્રૂપના ઠેકાણા પર સીબીડીટીના દરોડા પાડવામાં આવ્યા હતા.

8. અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું માર્ચમાં ઉદઘાટન થશે, વર્લ્ડ-11 અને એશિયા-11 વચ્ચે મેચ રમાશે

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે,‘અમે માર્ચ મહિનામાં આ મેચ યોજવા માગીએ છીએ. આ માટે આઈસીસીની મંજૂરી લેવી જરૂરી છે. અમને આ માટે મંજૂરી મળી જશે તેની આશા છે.’ આ ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદનું બીજું મોટું આયોજન રહેશે. આ અગાઉ ગાંગુલીએ અધ્યક્ષ બનવાની સાથે કોલકાતામાં ભારતની પ્રથમ-ડે નાઈટ ટેસ્ટ મેચનું આયોજન કર્યું હતું.

9. શરદ પવારે દાવો કર્યો છે કે, PM મોદી અમારી સાથે કામ કરવા ઇચ્છતા હતા, પણ મેં એ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

NCP પ્રમુખ શરદ પવારે સોમવારે પહેલી વખત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની રણનીતિ અંગે વાત કરી. તેમણે કહ્યું કે- ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં મળીને સાથે કામ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો પરંતુ મેં ફગાવી દીધો હતો. ચિંતા મોદીની ન હતી પરંતુ અમિત શાહની હતી. તેમનાથી હું સાવચેત હતો. અમારી બુદ્ધિમત્તા, આક્રમકતા અને જનાદેશના કારણે જ શાહના પ્રયાસો સફળ થઈ શક્યા નહીં.’

10. CBSE ધોરણ 10-12ની પરીક્ષા પદ્ધતિ બદલશે, હવે ગોખણ પદ્ધતિને બદલે વિચાર અને તર્કને પ્રોત્સાહન અપાશે

માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે બોર્ડ ગોખણ પદ્ધતિની પરંપરાનો અંત લાવશે. વિદ્યાર્થીઓમાં વિચાર તથા તર્કલક્ષી અભિગમ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. આ ફેરફાર વર્ષ 2020માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં કરવામાં આવશે.

11. કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી નાખતાં મોત

મેમનગર ગોકુલ રો હાઉસ બહારના રોડ ઉપર સોમવારે રાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી માર્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી