• Gujarati News
  • National
  • Chandrayaan 2 Vikram Lander Had Hard Landing, Lander May Be Hiding In Shadow Says NASA

વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર હાર્ડ લેન્ડિગ થયું, દક્ષિણ ધ્રુવ પર અંધારાના કારણે લોકેશન મળી ન શક્યું-નાસા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 7 સપ્ટેમ્બરે ચંદ્રમાં દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિગના ઠીક પહેલા વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટ્યો હતો
  • નાસા ચંદ્રની આસપાસ ચક્કર લગાવી રહેલા તેમના ઓર્બિટર દ્વારા લેન્ડરની તસવીરોના પ્રયાસ કરી ચુક્યા છે.

ન્યૂયોર્કઃ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ શુક્રવારે ચંદ્રયાન-2 પોતાનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની હાર્ડ લેન્ડર થઈ હોવાનું કહેવાયું હતું. એજન્સીએ તે જગ્યાની ઘણી તસવીરો પણ જાહેર કરી હતી, જ્યાં વિક્રમની લેન્ડિગ થવાનું હતું. જો કે, વિક્રમ ક્યાં પડ્યું આ અંગે જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ચંદ્ર પર રાત થઈ ગઈ છે, જેના કારણે મોટાભાગે સપાટી પર માત્ર પડછાયો જ જોવા મળે છે. એવામાં વિક્રમ લેન્ડર કોઈ પડછાયા પાછળ હોઈ તેવું બની શકે છે. 
નાસા ઓક્ટોબરમાં દક્ષિણી ધ્રુવથી રાત પુરી થાય ત્યારબાદ ફરી પોતાના લૂનર રિકોનેસા ઓર્બિટરના કેમેરાથી વિક્રમનું લોકેશન જાણવા અને તેની તસવીર લેવાનો પ્રયાસ કરશે. પહેલા પણ એજન્સી આવા પ્રયાસો કરી ચુકી છે, પરંતુ તેમાં તે સફળ રહી નથી. 

લેન્ડર ન મળ્યા બાદ નાસાએ ઈસરોના જુસ્સો વધાર્યો 
આ પહેલા નાસાએ ચંદ્રયાન-2 અંગે ટ્વીટ કરી કહ્યું કે, અંતરિક્ષ કઠિન છે, અમે ઈસરોના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ને ઉતારવાના પ્રયાસની વખાણીએ છીએ. તમે અમને પ્રેરણા આપી છે અને ભવિષ્યમાં અમે સૌર મંડળની શોધખોળ કરવા માટે સાથે મળીને કામ કરીશું. 

 

2.1 કિમી પહેલા વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો હતો 
આ પહેલા ઈસરોએ 7 સપ્ટેમ્બરે જણાવ્યું કે, ચંદ્રમાં દક્ષિણી ધ્રુવ પર ઉતર્યા પહેલા 2.1 કિમી પહેલા વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો હતો. વિક્રમ 2 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 ઓર્બિટરથી અલગ થયું હતું. આ મિશનને 22 જુલાઈએ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કર્યું હતું.
 

લેન્ડર સાથે સંપર્ક નથી થયો, પરંતુ ઓર્બિટર સારું કામ કરી રહ્યો છેઃઈસરો 
 
ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના ચેરમેન કે.સિવને કહ્યું કે, ચંદ્રયાન-2 ઓર્બિટર ઘણું સારું કામ કરી રહ્યું છે, જો કે લેન્ડર ‘વિક્રમ’સાથે કોઈ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી. તેમણે એવું પણ કહ્યું કે, લેન્ડર સાથે થયેલી ગરબડ અંગેની જાણકારી મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની એક સમિતિ વિશ્લેષણ કરી રહ્યા છે. જેના રિપોર્ટ મળ્યા બાદ જ અંતરિક્ષ એજન્સી પોતાની આગળની યોજના પર કામ શરૂ કરશે.