ચંદ્રયાન 2 / વિક્રમ લેન્ડરને કોઇ નુકશાન નથી થયું, તેની સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે: ISRO

Chandrayaan 2 Vikaram Lander can again work after communication said ISRO

  • જો વિક્રમ લેન્ડર ઉભું થઈ ગયું તો રોવર પણ બહાર નીકળી શકશે
  • ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં એવી ટેક્નોલોજી છે કે તે પડ્યા પછી પણ જાતે ઉભુ થઈ શકે છે, પરંતુ તે માટે ઈસરોથી કમાન્ડ મળવો જરૂરી

Divyabhaskar.com

Sep 09, 2019, 04:02 PM IST

નેશનલ ડેસ્ક: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના પડવાથી ઈસરોમાં હજી પણ નિરાશા નથી છવાઈ. જોકે વિક્રમ લેન્ડર તેના નક્કી કરેલી જગ્યા કરતાં 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યું છે પરંતુ જો તેની સાથે સંપર્ક થઈ જાય તો તે ફરીથી બેઠું થઈ શકે છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેક્નોલોજી છે જે પડ્યા પછી પણ પોતાની જાતને બેઠું કરી શકે છે. પરંતુ તે માટે જરૂરી છે તેની કોમ્યુનિકેશન સિસ્ટમનું સંપર્કમાં આવવું અને તેનાથી ઈસરોના કમાન્ડ રિસિવ થઈ શકે. છેલ્લા સમાચાર પ્રમાણે ઇસરોએ જણાવ્યું કે તેના લેન્ડિંગ બાદ તેમાં હજુ કોઇ ડેમેજ થયું નથી તેથી સપર્ક થઇ શકે તેમ છે. સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે.

ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે સોમવારે કહ્યું- ઓર્બિટરની તસવીરો પરથી જણાય છે કે લેન્ડર આખુ વન પીસમાં અકબંધ છે અને તેના ટૂકડાં નથી થયાં. આથી તેને કોઇ નુકશાન નથી થયું. તે માત્ર થોડી ત્રાંસી સ્થિતિમાં પડ્યું છે.

વિક્રમ લેન્ડરમાં ઓનબોર્ડ કોમ્પ્યૂટર છે. તે જાતે જ ઘણાં કામ કરી શકે છે. વિક્રમ લેન્ડરના પડવાથી તે એન્ટિના દબાઈ ગયું છે જેના દ્વારા કોમ્યુનિકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાય. અત્યારે પણ ઈસરો પ્રયત્ન કરી રહ્યું છે કે, કોઈ પણ રીતે તે એન્ટિના દ્વારા વિક્રમ લેન્ડરને ફરી બેઠી કરવાના કમાન્ડ આપી શકાય.

કેવી રીતે બેઠુ થઈ શકે છે વિક્રમ લેન્ડર
ઈસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમ લેન્ડરમાં નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગે છે. તેના દ્વારા ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરાવનું હતું. આ સિવાય વિક્રમ લેન્ડરની ચારેય બાજુ થ્રસ્ટર્સ લાગે છે. જે અંતરિક્ષમાં યાત્રા દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવે છે. આ થ્રસ્ટર્સ અત્યારે પણ સુરક્ષીત છે. લેન્ડરના જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટિના દબાઈ ગયું છે, તે જ ભાગમાં થ્રસ્ટર્સ છે. જો પૃથ્વી પર આવેલા ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલવામાં આવેલા કમાન્ડ સીધા અથવા ઓર્બિટર દ્વારા દબાયેલા એન્ટિનાએ રિસીવ કરી લીધા તો તેના થ્રેસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રેસ્ટર્સ ઓન થવાથી વિક્રમ ફરી બેઠું થઈ શકે છે. જો આવું થયું તો મિશન સાથે જોડાયેલા તે દરેક પ્રયોગ થઈ શકશે જે પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 વિશે નક્કી કર્યા હતા.

11 દિવસ બાકી છે વિક્રમ લેન્ડરને ફરી બેઠું કરવા માટે
ઈસરો પ્રમુખ કે.સિવને રવિવારે કહ્યું કે, ઈસરોની ટીમ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જલદી સંપર્ક થઈ પણ જશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેમની પાસે વિક્રમ સાથે સંપર્ક કરવા માટે 12 દિવસ (રવિવારથી ગણતરી મુજબ) છે. આજથી જોવા જઈએ તો ઈસરોના વૈજ્ઞાનિકો પાસે વિક્રમનો સંપર્ક કરવા માટે 11 દિવસ છે. કારણ કે અત્યારે પણ લૂનર ડે ચાલી રહ્યું છે.એખ લૂનર ડે ધરતીના 14 દિવસ બરાબર હોય છે. તેમાં 3 દિવસ જતા રહ્યા છે. એટલે કે હજી 11 દિવસ સુધી ચંદ્ર પર દિવસ રહેશે. રાત્રીના સમયે વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવો મુશ્કેલ હોય છે. તેથી જો આ 11 દિવસ જતા રહ્યા તો તે પછી વૈજ્ઞાનિકોએ ખૂબ રાહ જોવી પડશે.

X
Chandrayaan 2 Vikaram Lander can again work after communication said ISRO
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી