• Gujarati News
  • National
  • Lander Record Was Successfully De orbited A Second Time, Now Only 35 Km Away From The Chandrayaan 2 Updates: Vikram Lander Landing On Moon At Sep 7 What Is De Orbiting

લેન્ડર વિક્રમને બીજી વખત સફળતાપૂર્વક ડિ-ઓર્બિટ કરાયું, હવે ચંદ્રથી ફક્ત 35 કિમી દૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બરની મોડી રાતે 1.55 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે
  • 7 સપ્ટેમ્બરની સવારે 5.30થી 6.30 વાગ્યાની વચ્ચે પ્રજ્ઞાન રોવર વિક્રમમાંથી બહાર આવશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)એ બુધવારે સવારે 3.42 વાગ્યે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને  બીજી અને છેલ્લી વખત સફળતાપૂર્વક ડિ-ઓર્બિટ કર્યું છે. એટલે કે હવે તે ચંદ્રના દક્ષિણી ધ્રુવ તરફ અંતિમ કક્ષામાં પહોંચી ગયું છે. વિક્રમ અહીંથી ચંદ્ર પર 7 સપ્ટેમ્બરે લેન્ડ થશે.તે હવે ચંદ્રથી 35 કિમી દૂર છે.
 ઈસરોએ કહ્યું કે, આ ઓપરેશન સાથે જ વિક્રમની ચંદ્રમાની સપાટી પર ઉતરવા માટે યોગ્ય કક્ષા પણ હાંસિલ કરી લીધી છે.ઓર્બિટર અને લેન્ડર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.

3 સપ્ટેમ્બરે પહેલી વખત ડિ-ઓર્બિટ કરવામાં આવ્યું હતું- સોમવારે વિક્રમ લેન્ડર ચંદ્રયાન-2થી અલગ થઈ ગયું હતું. ત્યારબાદ મંગળવારે પહેલી વખત તેને ડિ-ઓર્બિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે અંદાજે 20 કલાક સુધી સીધુ ઓર્બિટની કક્ષામાં ફરતું રહ્યું હતું. ડિ-ઓર્બિટ બાદ હવે વિક્રમ કક્ષામાં ઊંધી દિશામાં ફરી રહ્યું છે. ત્યારે આ ઓર્બિટરની કક્ષા છોડીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ આગળ વધી રહ્યું હતું. બીજી વખત ડિ-ઓર્બિટિંગ બાદ હવે વિક્રમ કક્ષામાં ઊંધી દિશામાં ફરતા ફરતા સીધું ચંદ્ર પર લેન્ડ થશે.

વિક્રમ અને પ્રજ્ઞાન એક લૂનર ડે સુધી કામ કરશેઃ વિક્રમ 7 સપ્ટેમ્બરે મોડી રાતે 1.55 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે. ત્યારબાદ 7 સપ્ટેમ્બરની સવારે 5.30થી 6.30 વાગ્યા વચ્ચે પ્રજ્ઞાન રોવર વિક્રમમાંથી બહાર આવશે. અહીંથી પ્રજ્ઞાન એક લૂનર ડે(ચંદ્રનો એક દિવસ) માટે પોતાના મિશન માટે આગળ વધશે.

6-7 સપ્ટેમ્બર વચ્ચે રાતે ચંદ્રની સપાટી પર ઉતરશેઃ 6-7 સપ્ટેમ્બર દરમિયાન રાતે 1.40 વાગ્યે લેન્ડર ચંદ્ર પર ઉતરશે. આ પ્રક્રિયા અંદાજે 15 મિનીટ થશે. લેન્ડિગના બે કલાક બાદ સવારે 3.55 વાગ્યે રોવર બહાર નીકળશે. 5.05 વાગ્યે રોવરના સોલર પેનલ ખુલશે. 5.55 વાગ્યે