આંચકો / ચંદ્રયાન-2ના લોન્ચિંગ પહેલાં સરકારે કાપ્યો ISROના વૈજ્ઞાનિકોનો પગાર

central government deducted isro scientists salary incentive

  • ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને 1996થી બે પગાર જેટલું મળતુ ઈન્સેન્ટિવ હવે બંધ 

Divyabhaskar.com

Jul 12, 2019, 04:37 PM IST

નવી દિલ્હી: એક તરફ વૈજ્ઞાનિકો ચંદ્રયાન-2ના લોન્ચિંગથી દેશનું નામ ઊંચુ કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકાર ઈસરોના વૈજ્ઞાનિકોની સેલરી કાપી રહ્યા છે. કેન્દ્ર સરકારે 12 જૂન 2019માં જાહેર કરેલા એક આદેશમાં કહ્યું છે કે, ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને 1996થી બે પગાર જેટલું મળતુ ઈન્સેન્ટિવ હવે બંધ કરવામાં આવે છે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 1 જુલાઈ 2019થી આ પ્રોત્સાહન ગ્રાન્ટ બંધ કરવામાં આવે છે. આ આદેશ પછી D,E,F અને G શ્રેણીના વૈજ્ઞાનિકોને આ પ્રોત્સાહન ગ્રાન્ટ હવે મળી શકશે નહીં. ઈસરોમાં અંદાજે 16 હજાર વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ છે. પરંતુ આ સરકારી આદેશથી 85થી 90 ટકા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સની સેલરીમાં રૂ. 8થી 10 હજારનું નુકશાન થશે. કારણ કે મોટાભાગના વૈજ્ઞાનિકો આ જ શ્રેણીમાં આવે છે. જેથી ઈસરોના ઘણાં વૈજ્ઞાનિકો નારાજ છે.

નોંધનીય છે કે, વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા, ઈસરો માટે લાગણી વધે અને સંસ્થા છોડીને ન જાય તે માટે વર્ષ 1996માં આ પ્રોત્સાહિત ગ્રાન્ટ શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી આદેશ જાહેર કરતા છઠ્ઠા પગાર પંચની ભલામણના આધાર પર નાણા મંત્રાલય અને વ્યય વિભાગે અંતરિક્ષ વિભાગને સલાહ આપી છે કે, તેઓ પ્રોત્સાહિત રકમને બંધ કરે. તેની જગ્યાએ હવે માત્ર પરર્ફોમન્સ રિલેટેડ ઈન્સેન્ટિવ સ્કીમ (PRIS) લાગુ કરવામાં આવી છે.

અત્યાર સુધી ઈસરો તેમના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન રકમ અને PRIS સ્કીમ બંનેની સુવિધા આપતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, ઈન્સેન્ટિવ તરીકે આપવામાં આવતી આ રકમ હવે 1 જુલાઈથી બંધ કરવામાં આવશે.

C શ્રેણીમાં થાય છે ઈસરો વૈજ્ઞાનિકોની ભરતી, પ્રમોશન મળે છે પ્રોત્સાહિત રકમ
ઈસરોમાં કોઈ પણ વૈજ્ઞાનિકની ભરતી સી શ્રેણીથી શરૂ થાય છે. ત્યારપછી તેમનું પ્રમોશન D,E,F,G અને આગળની શ્રેણીમાં થાય છે. દરેક શ્રેણીમાં પ્રમોશન પહેલાં એક ટેસ્ટ થાય છે. તે પાસ કરનારને આ પ્રોત્સાહન રકમ મળે છે. પરંતુ જ્યારે હવે જુલાઈનો સેલરી ઓગસ્ટમાં આવશે ત્યારે તેમને આ નુકશાન જોવા મળશે.

2012થી 2017 સુધીમાં 289 વૈજ્ઞાનિકોએ ISRO છોડ્યું

ઈસરો સતત તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે પરંતુ 2017માં આવેલા મીડિયા રિપોર્ટ પ્રમાણે એક આરટીઆઈથી જાણવા મળ્યું છે કે, 2012થી 2017 સુધીમાં 289 લોકોએ ઈસરો છોડ્યું છે. તેને ઈસરો માટે એક મોટો પડકાર માનવામાં આવે છે. ઈસરોના જે મુખ્ય કેન્દ્ર પરથી સૌથી વધારે વૈજ્ઞાનિકોએ નોકરી છોડી છે તેમાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર હરીકોટા, વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર તિરુવનંતપુરમ, સેટેલાઈટ સેન્ટર બેંગલુરુ અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદ છે.

X
central government deducted isro scientists salary incentive
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી