રાયસીના ડાયલોગ / CDS રાવતે કહ્યું- આતંકવાદની વિરુદ્ધ આપણે પણ એ જ રીત પગલાં ઉઠાવવા પડશે, જે રીતે અમેરિકાએ 9/11 બાદ ભર્યા

  • CDS(ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ)બિપિન રાવતે કહ્યું- જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યાં છે, તેને પણ સબક શીખવાડવાની જરૂર
  • કેટલાક દેશ આતંકવાદીઓને ધન-હથિયાર આપી રહ્યાં છે, આ કારણે આતંકવાદ ખત્મ થઈ રહ્યો નથી
  • આતંકવાદ પર કાબુ મેળવવા માટે એક દેશને FATF(ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) દ્વારા બ્લેક લિસ્ટ અને સ્ટ્રેટેજીથી અલગ કરવો પડશે 

Divyabhaskar.com

Jan 16, 2020, 01:36 PM IST

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવતે કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ યુદ્ધ હજી પુરુ થયું નથી. આપણે તેના ત્યાં સુધી ચાલુ રાખવું પડશે, જ્યાં સુધી તેના જડ સુધી ન પહોંચવામાં આવે. રાવતે રાયસીના ડાયલોગના બીજા દિવસના કાર્યક્રમમાં કહ્યું આપણે આતંકવાદને ખત્મ કરવા માટે એ રીતે પ્રયત્ન કરવા પડશે, જે રીતે અમેરિકાએ 9/11ની ઘટના બાદ કર્યા હતા. આપણે બધાએ તેની વિરુદ્ધ વૈશ્વિક યુદ્ધ શરૂ કરવું પડશે. આતંકવાદીઓને અલગ કરવા પડશે. જે દેશ તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે, તેને પણ સબક શીખવાડવો પડશે.

પાકિસ્તાનનું નામ લીધા વગર રાવતે કહ્યું આતંકી પ્રવૃતિઓ લાંબા સમયથી ચલાવવામાં આવી રહી છે અને કોઈ ખાસ દેશ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તે આતંકીઓનો યુદ્ધ માટે ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ હથિયાર અને ધન ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. આ કારણે અમે આતંકવાદ પર કાબુ મેળવવામાં સફળ થઈ રહ્યાં નથી, આ કારણે આપણે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે. તેમણે એ પણ કહ્યું કે મને લાગે છે કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF) દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવે તે એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે અને સાથે જ તેમને સ્ટ્રેટેજીથી વેરવેખર કરવા પણ જરૂરી છે. FATFએ પાકિસ્તાનને ગત વર્ષે આતંકીઓ પર ઉચિત કાર્યવાહી ન કરવાના કારણે ગ્રે લિસ્ટમાં મૂકયું હતું. જો પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તો તેને વિશ્વ બેન્ક સહિત અન્ય દેશોમાંથી પણ નાણાંકીય મદદ મળી શકશે નહિ.

CDSની જવાબદારીઓ સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે નિર્ધારિત છેઃ જનરલ રાવત

રાવતના જણાવ્યા મુજબ CDSએ એક એવું પદ છે, જે ત્રણે સેના પ્રમુખોની સમકક્ષ બરાબર તો છે, પરંતુ તેમની જવાબદારીઓ સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે નિર્ધારીત છે. અફધાનિસ્તામાં શાંતિ સ્થાપિત કરવા માટે એક કરારની જરૂર છે અને તેના માટે વાતચીત થવી જોઈએ.

શું છે રાયસીના ડાયલોગ ?

રાયસીના ડાયલોગને પ્રથમ વખત 2015માં ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન થિન્ક ટેન્કે ભારતીય વિદેશ મંત્રાલયના સહયોગથી શરૂ કર્યો હતો. દર વર્ષે તેમાં અલગ-અલગ દેશોના પ્રમુખ અને વિદેશ મંત્રી આવે છે. આ વર્ષે 17 દેશોના મંત્રી અને વિદેશ નીતિના જાણકારો કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમાં ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફ, શ્રીલંકના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને અન્ય નેતાઓ પહોંચ્યા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી