કાનપુર: કન્નોજમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યા આસપાસ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી. છિબરામઉમાં જી.ટી.રોડ પર થયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી. કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલના જણાવ્યા મુજબ બસમાં 45 લોકો સવાર હતા. જેમાંથી 25 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 23 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 10 મૃતદેહો મળ્યા છે. જે સમગ્ર રીતે સળગી ગયેલા છે. ડીએનએ ટેસ્ટ બાદ મૃતકોનો સાચો આંકડો મળી શકશે.
રિપોર્ટ અનુસાર સ્લીપર બસ ફર્રુખાબાદથી જયપુર જઇ રહી હતી. ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
મૃતકોના પરિવારજનોને 2 લાખના વળતરની જાહેરાત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરી ઘટના અંગે દુખ વ્યક્ત કરી મૃતકોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.