નિર્ણય / બોમ્બે હાઈકોર્ટે માલ્યાની અરજી ફગાવી, એજન્સીઓની કાર્યવાહી પર રોક ઈચ્છતો હતો

Bombay High Court rejecting Mallya's plea, wanted to stop the proceedings of agencies

  • માલ્યાએ કહ્યું હતું- ભાગેડુ આર્થિક અપરાધી મામલામાં અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી તેની સંપત્તિઓ પર કાર્યવાહી ન થાય
  • વિશેષ કોર્ટે જાન્યુઆરીમાં ભાગેડુ અપરાધી જાહેર કર્યો હતો
  • માલ્યાએ ચુકાદા વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી

Divyabhaskar.com

Jul 11, 2019, 03:56 PM IST

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યાની અરજી ગુરૂવારે ફગાવી દીધી છે. માલ્યાએ અપીલ કરી હતી કે સરકારી એજન્સીઓ તેમના કે તેમની સંપત્તિઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાથી ત્યાં સુધી રોકરવામાં આવે જ્યાં સુધી તે ભાગેડુ અપરાધી જાહેર કરવા અંગે કોર્ટનો ચુકાદો ન આવે. વિશેષ અદાલતે આ વર્ષે જાન્યુઆરીમાં માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. માલ્યાએ તેને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો છે.

માલ્યાની સંપત્તિઓ વેચીને બેંક પોતાનું બાકી દેવું વસૂલવા માગે છે: માલ્યા પર ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયાનું દેવું બાકી છે. લોનની વસૂલાત માટે બેંક માલ્યાની જપ્ત કરેલી સંપત્તિઓને વેચવા માગે છે. હાલ માલ્યા લંડનમાં છે. ગત વર્ષે ડિસેમ્બરમાં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. યુકેના ગૃહ સચિવે પણ મંજૂરી આપી હતી. માલ્યા ચુકાદાને પડકારવા માગતા હતા. ગત દિવસે યુકે હાઈકોર્ટે તેને પ્રત્યાર્પણ વિરૂદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી હતી.

X
Bombay High Court rejecting Mallya's plea, wanted to stop the proceedings of agencies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી