તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BJP's Pledge Has Been Promised To The Public, Farmers, Youth, Women And The Elderly.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપનો સંકલ્પપત્ર જાહેર-ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો માટે વચન આપવામાં આવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પપત્ર જારી કરી રહેલા ભાજપના નેતા જેપી નડ્ડા, નરેન્દ્ર તોમર, મુખ્યમંત્રી મનોહર લાલ અને અન્ય નેતાઓ - Divya Bhaskar
વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પપત્ર જારી કરી રહેલા ભાજપના નેતા જેપી નડ્ડા, નરેન્દ્ર તોમર, મુખ્યમંત્રી મનોહર લાલ અને અન્ય નેતાઓ
 • ભાજપના 32 પાનાના ઘોષણાપત્રમાં ખેલાડી, યુવાનો, ખેડૂતો અને ગરીબ વર્ગ પર વિશેષ ધ્યાન
 • મહિલાઓની સુરક્ષા માટે ગામોમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી
 • હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે 21મી ઓક્ટોબરના રોજ મતદાન, 24મીએ પરિણામો

પાણીપત: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે તેનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું. પક્ષે 32 પેજના સંકલ્પપત્રમાં ખેલાડી, યુવાનો, ખેડૂતો અને ગરીબ વર્ગને વિશેષ સ્થાન આપતા દરેક વર્ગની કાળજી રાખી છે. આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા પર વિશેષ ભાર આપવા નવી ટેકનિક અંગે વિચાર કરવાની પણ આ સંકલ્પ પત્રમાં વાત કરવામાં આવી છે.  આઉટસોર્સિંગ પર સરકારી વિભાગોમાં કાર્યરત મહિલા કર્મચારીઓને મેટર્નિટી લીવ એટલે કે માતૃત્વ માટે રજાઓ માટે વચન આપવામાં આવ્યું છે.
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પ્રદેશ પ્રભારી ડો.અનિલ જૈન, ચૂંટણી પ્રભારી નરેન્દ્ર તોમર તથા સહ પ્રભારી ભૂપેન્દ્રસિંહ દ્વારા આ સંકલ્પ પત્ર જારી કરવામાં આવ્યું હતું. અંબાલા અને પંચકૂલાની આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલોની માફક તમામ 22 જિલ્લામાં આ પ્રકારની હોસ્પિટલોની સુવિધા ઉભી કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે શાળાઓમાં પ્રતિયોગિતા શરૂ થશે. તમામ શાળા આરોહી અથવા સંસ્કૃતિ મોડલના આધાર પર હશે. મહિલાઓની સુરક્ષા માટે ગામડાંઓમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ શરૂ કરવામાં આવશે.

ખેડૂતો માટે જાહેરાત

 • ખેડૂતોને સહકારી બેન્કો પાસેથી લેવામાં આવેલ પાક લોન પર આશરે પાંચ હજાર રૂપિયાનું વ્યાજ અને દંડની રકમ માફ કરવાનો લક્ષ્ય પૂર્ણ કરવામાં આવશે.
 • 19 લાખ ખેડૂતોને છ હજાર (6000) રૂપિયા પ્રતિ વર્ષ આપી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન) નો લાભ પહોંચાડવામાં આવશે.
 • ખેડૂત કલ્યાણની તમામ યોજનાને મુખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના (રૂપિયા 6,000) રકમથી અમલી બનાવવામાં આવશે અને બાકીની રકમને પ્રત્યેક વર્ષ તેમના ખાતામાં જમા કરાશે.
 • તમામ 14 લાખ ખેડૂત કે જેઓ પાંચ એકર કરતાં ઓછી જમીન ધરાવે છે તેમને કિસાન માન-ધન અંતર્ગત માસિક ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે.
 • ત્રણ લાખ સુધી વ્યાજમુક્ત પાક ઋણ આપવામાં આવશે.

યુવાનો માટે જાહેરાતો

 • યુવા વિકાસ અને રોજગાર મંત્રાલયની રચના કરવામાં આવશે.
 • હરિયાણા સ્ટાર્ટઅપ મિશન કરવામાં આવશે, જે અંતર્ગત સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ચાર ઉદ્યોગ કેન્દ્ર સ્થાપવામાં આવશે.
 • રાજ્યમાં કૌશલ વિકાસ કેન્દ્રને ઉત્તેજન આપી હરિયાણામાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાને અસરકારક રીતે અમલી બનાવવામાં આવશે.
 • પાંચસો કરોડનો ખર્ચ કરી આશરે 25 લાખ યુવાનોને કૂશળ બનાવવામાં આવશે.
 • યુવાનોને સ્થાનિય સ્તર પર પ્રાસંગિક રોજગારીની તક ઉપલબ્ધ કરાવવા માટે તમામ જિલ્લા રોજગાર ઓફિસોને મોડલ કેરિયર કેન્દ્રો તરીકે અપગ્રેડ કરવામાં આવશે.

મહિલાઓ માટે જાહેરાત

 • રાજ્યમાં મહિલાઓ અને બાળકોને એનિમિયાથી મુક્ત કરવામાં આવશે.
 • તમામ સરકારી સંસ્થાઓમાં કેજી થી પીજી સુધી એવી મહિલાઓ (પ્રત્યેક પરિવારમાંથી બે દિકરી) ને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે કે જેમના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,80,000 કરતાં ઓછી હોય અથવા તો 5 એકર સુધી ખેતીલાયક જમીન ધરાવતા હોય.
 • મહિલાઓને સેનિટરી નેપકિન સરળતાથી મળી શકે તે માટે ગામો અને શહેરોના તમામ સાર્વજનિક સ્થળો પર સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન લગાવવામાં આવશે

વૃદ્ધો માટે જાહેરાત

 • તમામ વૃદ્ધાશ્રમોને આધુનિક સુવિધાઓથી સજ્જ આધુનિક વરિષ્ઠ નાગરિક કોમ્યુનિટી કેમ્પસ તરીકે તબદિલ કરવામાં આવશે.
 • રાજ્યના 10,000 કરતાં વધારે વસ્તી ધરાવતા ક્ષેત્રોમાં વરિષ્ઠ નાગરિક કેર સેન્ટર સ્થાપવામાં આવશે.
 • તમામ પેન્શન રકમને વાર્ષિક મોંઘવારીને આધારે વધારવાની જોગવાઈ પણ કરવામાં આવશે.

સરકારી કર્મચારીઓ માટે

 • રાજ્યના સરકારી કર્મચારીઓના વેતનને લગતી વિસંગતતાને દૂર કરવામાં આવશે.
 • રાજ્યના તમામ કર્મચારીઓની વરિષ્ઠતા યાદી જાહેર કરવામાં આવશે
 • જે વિભાગોમાં સેવા નિયમ નથી ત્યાં એક વર્ષની અંદર આ નિયમ તૈયાર કરવામાં આવશે. તેમ જ દસ વર્ષ કરતાં જૂના નિયમોનું પુનઃનિરીક્ષણ કરવામાં આવશે.
 • આઉટસોર્સિંગ પર કામ કરતી મહિલા કર્મચારીઓને મેટર્નિટી લીવની સુવિધા આપવામાં આવશે.

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો