ભાજપ પોતાના સાંસદોને સંસદ અને ક્ષેત્રમાં કામ કરવાના ગુણ શીખવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ભાજપ પોતાના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો માટે બે દિવસની વર્કશોપનું આયોજન કરશે. 3 અને 4 ઓગસ્ટે દિલ્હીમાં યોજાનાર આ વર્કશોપમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા સાંસદોને સંસદીય પ્રણાલીના ગુણ શીખવશે.

આ બેઠકનો મહત્ત્વપૂર્ણ એજન્ડા બે મુખ્ય મુદ્દા પર આધારિત રહેશે જે બે દિવસ અલગ અલગ સત્રમાં વહેંચાશે. પ્રથમ એજન્ડા છે કે સંસદમાં સાંસદોની ભૂમિકા કેવી હોવી જોઈએ અને તેના માટે શું-શું જોગવાઇ છે. બીજો એજન્ડા- એક સાંસદ તરીકે ક્ષેત્રથી લઇને રાજ્ય અને પછી સંસદ સુધી કેવી રીતે કામ કરવું જોઈએ.