સમજૂતી / મહારાષ્ટ્રમાં ભાજપ 144, શિવસેના 126 બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • બંને મુખ્ય પક્ષો વચ્ચે સમજૂતિ, અન્ય સાથી પક્ષોને 18 બેઠક
  • 2014ની ચૂંટણીમાં ભાજપ, શિવસેના અલગ ચૂંટણી લડ્યા હતા

Divyabhaskar.com

Sep 28, 2019, 05:53 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે બેઠક અંગે સમજૂતી થઈ ગઈ છે. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ ભાજપ 144 પરથી લડશે. જ્યારે શિવસેના 126 બેઠક પર. અન્ય 18 બેઠક અન્ય સાથી પક્ષોને ફાળવવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. 24 ઓક્ટોબરે પરિણામ આવશે.


2014ની ચૂંટણીમાં ભાજપ, શિવસેના અલગ ચૂંટણી લડ્યા હતા
ઉલ્લેખનીય છે કે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, શિવસેના વગેરે અલગ-અલગ રીતે ચૂંટણી લડ્યા હતા. ભાજપને 122 બેઠક મળી હતી અને તેને 27.81 ટકા મત મળ્યા હતા. તે સમયે ભાજપ 260 બેઠક પર ચૂંટણી લડ્યું હતું. શિવસેના 282 બેઠક પર ચૂંટણી લડ્યું હતું અને તેને 63 બેઠક મળી હતી. તેને 19.35 ટકા મત મળ્યા હતા. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 219 બેઠક પર ચૂંટણી લડી હતી પણ તેને માત્ર 1 બેઠક મળી હતી. એનસીપી 278 બેઠક પર ચૂંટણી લડ્યું હતું અને તેને 41 બેઠક મળી હતી.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી