બંગાળ / ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું- શાહીન બાગમાં લોકોના 5°તાપમાનમાં ધરણા; પરંતુ ન કોઈ બીમાર પડે છે, ન કોઈનું મોત

બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ એક મહિનામાં 3 વખત વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે
બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ એક મહિનામાં 3 વખત વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે

  • પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું- શાહીન બાગના દેખાવકારો શું અમૃત પીને આવ્યા છે
  • આ પહેલાં ઘોષે કહ્યું હતું- મુસ્લિમ ઘૂસણખોરોની ઓળખ કરીને તેમના નામ વોટર લિસ્ટમાંથી બહાર કરવામાં આવશે

Divyabhaskar.com

Jan 29, 2020, 11:44 AM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે દિલ્હીના શાહિન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો સામે વિવાદિત નિવેદન આપ્યું છે. ઘોષે મંગળવારે કહ્યું કે, શાહીનબાગમાં મહિલાઓ અને બાળકો સહિત ઘણાં લોકો ખુલ્લા આકાશ નીચે 4-5 ડિગ્રી તાપમાનમાં ધરણાં કરી રહ્યા છે. તેમ છતા ન કોઈ બીમાર પડી રહ્યા છે, ન કોઈનું મોત થયુ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં સીએએ અને એનઆરસીથી ગભરાયેલા લોકો આત્મહત્યા કરી રહ્યા છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઘોષે કહ્યું છે કે, નોટબંધી દરમિયાન 3-4 કલાક લાઈનમાં ઉભા રહેવાથી લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે શાહીન બાગમાં કડકડતી ઠંડીમાં પણ દેખાવકારોને કઈ નથી થતું. શું આ લોકો અમૃત પીને આવ્યા છે?

ઘોષે પહેલાં પણ વિવાદિત નિવેદન આપ્યા હતા

  • આ પહેલી વખત નથી જ્યારે ઘોષે સીએએ-એનઆરસીનો વિરોધ કરતી પાર્ટીઓ માટે આવું નિવેદન આપ્યું છે. દિલીપ ઘોષે 19 જાન્યુઆરીએ કહ્યું હતું કે, પહેલાં તો મુસ્લિમ ઘૂસણખોરોની ઓળખ કરીને તેમના નામ વોટર લિસ્ટમાંથી બહાર કરવામાં આવશે. ત્યારપછી દીદી કોઈનો પક્ષ નહીં લઈ શકે. ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી બહાર કાઢવાના કારણે 2021માં થનારી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીના મતદાતાઓ પણ ઘટી જશે. તેના કારણે અમને ચૂંટણીમાં 200 સીટ મળશે અને મમતા દીદીને 50 સીટ પણ નહીં મળે.
  • 12 જાન્યુઆરીએ ઘોષે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારને અમે ગોળી મારી દઈશું. ઉત્તર પ્રદેશ સરકારનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે, ત્યાં ઉપદ્રવીઓ સામે કુતરાની જેમ ગોળીઓ વરસાવામાં આવી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉપદ્રવીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરી, કારણકે આ બધા તેમના જ વોટર્સ છે.
X
બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ એક મહિનામાં 3 વખત વિવાદિત નિવેદન કરી ચૂક્યા છેબંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ એક મહિનામાં 3 વખત વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી