તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષે કહ્યું- અમારી સાથે મુકાબલા માટે મમતા તૃણમૂલમાં પૂર્વ નક્સલીઓને સામેલ કરી રહી છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પશ્વિમબંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ(ફાઈલ તસવીર)
  • નક્સલી સમર્થિત પીપુલ્સ કમિટિ અગેંસ્ટ પોલીસ એટ્રોસિટીજના પૂર્વ નેતા છત્રધર મહતોના તૃણમૂલમાં સામેલ હોવાની ચર્ચા
  • ભાજપ નેતા દિલીપ ઘોષે કહ્યું- મમતા બેનર્જી રાજ્યમાં ભાજપના વધી રહેલા જનાધારથી ગભરાવા લાગ્યા છે

સિલીગુડીઃ પશ્વિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે આરોપ લગાવ્યો કે જંગલમહલ વિસ્તારમાં તૃણમૂલનો જનાધાર ખસી રહ્યો છે. એટલા માટે તે પૂર્વ નક્સલીની નિમણૂક કરીને ફરીથી જનાધાર ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહતો નક્સલી સમર્થિત પીપુલ્સ કમિટિ અગેન્સ્ટ એટ્રોસિટીઝ(PCAPA)ના પૂર્વ નેતા છે. તેઓ આદિવાસી બહુલ જંગલમહલ વિસ્તારમાં લાલગઢ આંદોલન દરમિયાન સમાચારોમાં છવાયા હતા. 
ઘોષે જલપાઈગુડી જિલ્લામાં નાગરકિતા કાયદા (CAA)ના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે મમતા બેનર્જી રાજ્યભરમાં ભાજપના વધી રહેલા જનાધારથી ગભરાવવા લાગી છે. તે પહેલા કહેતી હતી કે, ‘જંગલમહલ મુસ્કુરા રહા હૈ’ પણ લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ તેમને આવું કહેવાનું બંધ કરી દીધું છે.

આ મહિનાની શરૂઆતમાં છાત્રધર મહતોને છોડશે
ઘોષે કહ્યું કે, ‘ભાજપની વધતી જતી હાજરીનો મુકાબલો કરવા માટે તૃણમૂલ પૂર્વ નક્સલી નેતાઓ અને કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડી રહી છે. હું એક વાત સ્પષ્ટ કરી દઉં છું, ન તો નક્સલી અને ન તો તૃણમૂલ ભાજપને રાજ્યમાં રોકી શકશે’છત્રધર મહતોને આ મહિનાની શરૂઆતમાં જ તેમના સારા આચરણ બાદ બંગાળ સરકારે છોડી મુક્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી અટકળો લગાવાઈ રહી હતી કે મહતોના છૂટ્યા પછી તૃણમૂલમાં જોડાવાની શક્યતાઓ છે. 

મહતો પાર્ટીમાં જોડાશે તો ખુશી થશેઃ તૃણમૂલ મહાસચિવ 
તૃણમૂલ મહાસચિવ પાર્થ ચેટર્જીએ મંગળવારે કહ્યું હતું કે, જો મહતો પાર્ટીમાં જોડાશે તો તેમને ખુશી થશે. મહતોએ આ અંગે કંઈ પણ કહેવા માટે ઈન્કાર કરી દીધો હતો. તૃણમૂલમાં સામેલ થવાથી પશ્વિમ બંગાળના આદિવાસી જંગલમહલ વિસ્તારમાં રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. જેમાં ઝારગ્રામ, પશ્વિમ મિદનાપુર, બાંકુરા અને પુરુલિયા આદિવાસી જિલ્લા સામેલ છે. ભાજપે છેલ્લા બે વર્ષમાં ત્યાં પકડ બનાવી લીધી છે. લોકસભા ચૂંટણીમાં તમામ સાત બેઠકો જીતી હતી. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો