• Home
  • National
  • BJP should stop being stubborn with NRC NPR, look at inflation, unemployment issues: Mayawati

ટોણો / જન્મદિવસે માયાવતીએ પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું, કહ્યું- મોદી રાજમાં અર્થવ્યવસ્થા કંગાળ, ગરીબોની હાલત કફોડી

BJP should stop being stubborn with NRC-NPR, look at inflation, unemployment issues: Mayawati

  • માયાવતીએ કહ્યું- મોદી સરકાર સત્તાનો દુરઉપયોગ કરી રહી છે 
  • મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતી આ સરકારમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે 

Divyabhaskar.com

Jan 15, 2020, 02:45 PM IST

લખનઉઃ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી બુધવારે 64માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. આ અવસરે તેમણે લખનઉમાં મીડિયાને સંબોધતા કહ્યું કે, નરેન્દ્ર મોદીના રાજમાં અર્થવ્યવસ્થા બિમાર છે અને 130 કરોડ લોકોને દરરોજ રોજી રોટીના સંકટનો સામનો કરવો પડે છે.

ભાજપ અંગત સ્વાર્થ માટે સત્તાનો દુરઉપયોગ કરે છેઃ માયાવતી

  • પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે, ભાજપ પોતાના અંગત સ્વાર્થ માટે સત્તાનો દુરઉપયોગ કરી રહ્યો છે. કેન્દ્રમી નીતિ એકદમ ખોટી છે અને આ જ કારણે દેશમાં આ સમય ગરીબી, અશિક્ષા અને તણાવની સ્થિતિ છે. માયાવતીએ કહ્યું કે, ગરીબ, આદિવાસી, મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતી આ સરકારના રાજમાં વધારે હેરાન થઈ રહી છે.
  • માયાવતીએ વધુમાં કહ્યું કે,હાલની સરકારની ખોટી નીતિઓના કારણે દેશમાં તણાવની સ્થિતિ છે. માયાવતીએ કહ્યું કે, ભાજપની આ ખામીઓમે કારણે કોંગ્રેસ અન્ય વિપક્ષ ફાયદો ઉઠાવી રહ્યા છે. બીએસપી આ પરિસ્થિતિ ઘણી ચિંતિત છે. આખા દેશમાં ખેડૂતોની સ્થિતિ કફોડી છે. એવામાં અમારો પાર્ટીના લોકોને અપીલ છે કે અસહાય અને ગરીબોની વધારે મદદ કરવી જોઈએ. ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો વિરુદ્ધ કામ કરી રહી છે. તેમના કામથી વધારે તણાવ અને બેરોજગારી જ ફેલાઈ છે.
  • માયાવતીએ કહ્યું, બીએસપી દેશની ગરીબ જનતા સાથે છે. ભાજપને NRC,NPRની જીદ છોડી દેવી જોઈએ. ગામડાઓ બેરોજગારીથી ત્રસ્ત છે. માયાવતીએ કહ્યું કે, મોદી સરકાર પૈસા વાળાની સરકાર છે. મોંઘવારીએ સામાન્ય લોકોની કમર ભાંગી નાંખી છે.
X
BJP should stop being stubborn with NRC-NPR, look at inflation, unemployment issues: Mayawati

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી