તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BJP President Dilip Ghosh Said: Like UP, We Will Shoot The Public Property Loser Here.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું- યુપીની જેમ અમે અહીંયા પણ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાને ગોળી મારી દઈશું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બંગાળના ભાજપ અધ્યક્ષે કહ્યું- મુખ્યમંત્રી મમતા બેનર્જી સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા નથી માંગતા
 • તેમણે કહ્યું- આસામ અને ઉત્તરપ્રદેશમાં આપણી સરકારે એવા લોકોની ધરપકડ જ નહીં પણ લાઠીચાર્જ અને ગોળીઓ પણ વરસાવી હતી

નાદિયા(પશ્વિમ બંગાળ) પશ્વિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે રવિવારે કહ્યું કે, રાજ્યમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને અમે ગોળી મારી દઈશું. તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકારે આવા લોકોની ધરપકડ નહીં પણ તેમની પર લાઠીચાર્જ અને ગોળીઓ પણ વરસાવી હતી. 
ખડગપુરથી સાંસદ દિલીપ ઘોષ નાગરિકતા કાયદાના સમર્થનમાં અહીંયા એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક દેખાવો દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

‘સાર્વજનિક સંપત્તિ કરદાતાઓની છે’
ઘોષે કહ્યું કે, આ લોકોને શું લાગે છે, તેઓ જે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, તે શું તેમના બાપની છે? સાર્વજનિક સંપત્તિ કરદાતાઓની છે. તમે (મમતા)કંઈ નથી કહેતી, કારણ કે આ લોકો તમારા વોટર છે. આસામ અને ઉત્તરપ્રદેશમાં, આપણી સરકારે આવા લોકો પર કડક કાર્યવાહી કરી હતી. 

‘આપણું જ ખાય છે અને આપણી જ સંપત્તિને નુકસાન પહોંચાડે છે’
તેમણે કહ્યું કે, તમે અહીંયા આવો છો, અમારુ જ ખાવ છો, અહીંયા રહો છો અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડો છો. અમે તમને લાકડીથી મારીશું, તમને ગોળી મારી દઈશું અને જેલમાં નાંખી દઈશું. મમતા બેનર્જી આના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો