• Home
  • National
  • BJP leader Pankaja Munde removes Bharatiya Janata Party identity on twitter

મહારાષ્ટ્ર / પૂર્વ મંત્રી પંકજાએ ટ્વિટર પર ભાજપ છોડવાના સંકેત આપ્યા, શિવસેનાના સંપર્કમાં હોવાનો સંજય રાઉતનો ખુલાસો

BJP leader Pankaja Munde removes Bharatiya Janata Party identity on twitter

  • પંકજાએ 12 ડિસેમ્બરે સમર્થકોને બીડ પહોંચવાની અપીલ કરી છે, માનવામાં આવે છે કે તેઓ ત્યારે કોઈ મોટી જાહેરાત કરી શકે છે
  • તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પંકજા પરલી સીટથી તેમના પીતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડેથી હારી હતી

Divyabhaskar.com

Dec 02, 2019, 05:06 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રની ભાજપ નેતા અને પૂર્વ મંત્રી પંકજા મુંડેએ ટ્વિટર પર પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. પંકજાએ ટ્વિટર પર તેમની ઓળખમાંથી BJP શબ્ધ હટાવી દીધો છે. આ પહેલાં તેમણે રવિવારે ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, હવે વિચારવા અને નિર્ણય કરવાની જરૂર છે કે, આગળ શું કરવામાં આવે? પંકજાએ 12 ડિસેમ્બરે સમર્થકોને ગોપીનાથના ગઢ માનવામાં આવતા બીડ પહોંચવાની અપીલ કરી છે. 12 ડિસેમ્બરે પંકજાના પિતા સ્વર્ગસ્થ ગોપનાથ મુંડેનો જન્મદિવસ છે. પંકજા પરલી વિધાનસભા સીટથી તેમના પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડે સામે ચૂંટણી હાર્યા છે.

આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં ખુલાસો કર્યો છે કે, પંકજા મુંડે શિવસેનાના સંપર્કમાં છે.

ફેસબુક પર મરાઠીમાં લખેલી પોસ્ટમાં પંકજાએ કહ્યું છે કે, હાલમાં થઈ રહેલા રહેલા રાજકીય ફેરફારોમાં ભવિષ્ય વિશે વિચારવાનો અને નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. પોતાની જાત સાથે વાત કરવા માટે મને 8-10 દિવસ જોઈશે. હવે શું કરવું? કયો માર્ગ પસંદ કરવો? અમે લોકોને શું આપી શકીયે છીયે? અમારી તાકાત શું છે? લોકોની અપેક્ષાઓ શું છે? આ દરેક મુદ્દે હું વિચાર કરીશ અને તમારી સામે 12 ડિસેમ્બરે રજૂ કરીશ.

પંકજાએ ભાજપના ટોચના નેતૃત્વને કરી ફરિયાદ
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંકજાએ પાર્ટીના સીનિયર નેતાઓને ફરિયાદ કરી છે કે, તેઓ ચૂંટણી હાર્યા નથી પરંતુ તેમને હરાવવામાં આવ્યા છે. પંકજાએ આવી ઘણી વાતો સીનિયર નેતાઓને પુરાવા સાથે જણાવી છે કે કેવી રીતે તેમને ચૂંટણી હરાવવા માટે કામ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પંકજાની નારાજગી પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસથી છે.

ભાજપ યુવા મોર્ચાથી કરી હતી રાજકારણની શરૂઆત
પંકજા મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ભાજપના સ્વર્ગસ્થ નેતા ગોપીનાથ મુંડેની દીકરી છે. પંકજા વર્ષ 2009 અને 2014માં બીડ જિલ્લાના પરલી વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. 206 કરોડના ચિક્કી કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું. પંકજા ભાજપના કદાવર નેતા સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનની ભાણી છે. પંકજાએ ભાજપ યુવા મોર્ચાથી રાજકારણની શરૂઆત કરી હતી.

X
BJP leader Pankaja Munde removes Bharatiya Janata Party identity on twitter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી