તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિત શાહના ઘરે વહેલી સવાર સુધી યોજાઈ ભાજપ કોર કમિટીની મેરેથોન બેઠક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઈલ ફોટો) - Divya Bhaskar
કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઈલ ફોટો)
  • સવારે 3 વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં 45 બેઠક માટે ઉમેદવારના નામ અંગે ચર્ચા કરવામાં આવી
  • બાકીની 25 બેઠક માટે ઉમેદવારોના નામ પર આજે ચર્ચા થાય તેવી શક્યતા

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીનું રણશિંગુ ફૂકાઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સ્થાન ખાતે રવિવારે કોર કમિટીની બેઠક યોજાઈ હતી, આશકે સાત કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં ચૂંટણી પ્રચારની રણનીતિ અને ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પક્ષના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હી પ્રભારી પ્રકાશ જાવડેકર ઉપરાંત શ્યામ જાજુ, મનોજ તિવારી, વિજય ગોયલ, વિજેન્દ્ર ગુપ્તા અને અનિલ જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ કોર કમિટીની બેઠકમાં 70 પૈકી 45 ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પૈકી કેટલાક નામ પર મંજૂરીની મહોર પણ લગાવવામાં આવી હતી. જ્યારે બાકી રહેલી બેઠક પર ઉમેદવારો અંગે આજે એટલે કે સોમવારે ચર્ચા કરવામાં આવશે.


આ ઉમેદવારોની પસંદગી કેન્દ્રીય સરવે અને લોકો પાસેથી મળેલા અભિપ્રાયોને આધારે લેવામાં આવે છે. આ વખતે ભાજપ સંખ્યાબંધ નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. ભાજપની કોર કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામોને આખરીઓપ આપી દેવામાં આવ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી સમિતિ પાસે મોકલશે. ત્યારબાદ ત્યાં ઉમેદવારો અંગે સમિક્ષા કરવામાં આવશે. બાદમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ચૂંટણીની તારીખ 6 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી. મતદાન 8મી ફેબ્રુઆરીના રોજ યોજાશે અને મત ગણતરી 11મી ફેબ્રુઆરીના રોજ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો