• Home
  • Db Original
  • Investigation on Uttarakhand Illegal Gender Determination Test, Uttarakhand Asha workers

ઉત્તરકાશી / સોનાગ્રાફીની મોબાઈલ વાનનો જાદુઃ ઉત્તરાખંડના 133 ગામોમાં 216 દિકરાઓનો જન્મ, એક પણ દિકરી નહીં

  • આશા વર્કરના રજિસ્ટ્રરનાં 2018થી અત્યાર સુધી એક સાથે નવેસરથી એન્ટ્રી કરાઈ
  • ઘણી નવજાત બાળકીઓના નામ રજિસ્ટ્રરમાં અધવચ્ચે વધારાયા

Divyabhaskar.com

Aug 23, 2019, 03:54 PM IST

પ્રમોદ કુમાર ત્રિવેદી(ઉત્તરકાશી) દેવભૂમિ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 506 ગામ છે. જેમાંથી 50 કિમીના દાયરામાં ફેલાયેલા 133 ગામો એવા પણ છે જ્યાં ફક્ત છોકરાઓ જ જન્મ લે છે. આ જોઈને સરકાર પણ ચોંકી ગઈ છે. તે આંકડાઓની કારીગરીથી લાજ રાખવાના પ્રયાસો કરી રહ્યાં છે. ભ્રૂણ પરિક્ષણની આશંકાઓને ધ્યાનમાં રાખીને જે જિલ્લા પ્રશાસને પોતે આ મામલાનો ખુલાસો કર્યો છે, તેને જ હવે અલગ અલગ વિભાગોના આંકડાઓમાં ફરક લાગી રહ્યો છે. જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓનો આરોપ છે કે આ ગામોમાં ભૂણ પરીક્ષણ માટે સોનાગ્રાફી મશીન વાળી એક મોબાઈલ વાન આવે છે. કૂખમાં દિકરી હોય,તો મહિલાઓનો ગર્ભપાત કરી દેવાય છે. તો બીજી તરફ આશા વર્કર્સ અને સરપંતે આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમના કહ્યાં પ્રમાણે, આ તો ભગવાનની મરજી છે, ડે દરેક ઘરે દિકરો આપે છે.

ભાસ્કરની ઈન્વેસ્ટીગેશનમાં સામે આવ્યું છે કે, જે ગામોમાં ફક્ત દિકરાઓનો જન્મ થયો છે, તેમાં ગર્ભવતી મહિલાઓનું રજિસ્ટ્રેશન 3થી 4 મહિના બાદ જ થયું છે.આ સાથે આ ગામોમાં એવા પણ ઘરોમાં દિકરાએ જન્મ લીધો છે, જેમને પહેલાથી જ ત્રણ ચાર દિકરીઓ હતી અને તેઓ દિકરો ઈચ્છતા હતા. લિંગાનુપાતના તથ્યો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે કંઈક મોટું રંધાયું છે.

ક્લેક્ટર આશીષ ચૌહાણના જણાવ્યા પ્રમાણે, 133 ગામો સિવાય 14 એવા પણ ગામો છે જ્યાં દિકરીઓના જન્મનું પ્રમાણ દિકરાઓની તુલનામાં 25 ટકા ઓછું છે. કૌભાંડની શંકાને આધારે કુલ 147 ગામોમાં રેડ ઝોન જાહેર કરી તપાસ હાથ ધરાઈ છે. મેડિકલ સાયન્સ પ્રમાણે ગર્ભધારણના 3થી4 મહિનાઓમાં બાળકનું લિંગ જાણી શકાય છે. મહત્વનું છે કે આ જ કારણે રજિસ્ટ્રેશન મોડું કરાવવામાં આવે છે.

શા કાર્યકર્તાઓની યાદીમાં મામલો સામે આવ્યો

ઉત્તરકાશીના ક્લેક્ટર ડો. આશીષે તમાન 506 ગામોની 664 આશા કાર્યકર્તાઓને ગામ પ્રમાણે યાદી તૈયાર કરવા માટે જણાવ્યું હતું. 18 જુલાઈએ આશા કાર્યકર્તાઓની બેઠક દરમિયાન ક્લેક્ટરે જ્યારે યાદી જોઈ તો 133 ગામોમાં ફક્ત દિકરાના જન્મ લઈને તે પણ ચોંકી ગયા હતા. કન્યા ભૂ્ણ હત્યાની આશંકાને પગલે તેમને તપાસ માટેના આદેશ પણ આપી દીધા છે.

સ્વાસ્થ્ય વિભાગની પોલમ પોલ ખૂલી

ભાસ્કર જ્યારે ફક્ત દિકરાઓને જન્મ આપતા ગામોમાં પહોંચ્યું તો સ્વાસ્થ્ય વિભાગની પોલ ખૂલવા લાગી. આશા કાર્યકર્તાઓના રજિસ્ટરમાં બાળકોના જન્મના આંકડા સતત બદલાતા હતા. ANM, આશા કાર્યકર્તા અને પ્રશાસનના નવા નવા આંકડાઓ સામે આવ્યા બાદ મહિલા બાળ વિકાસ મંત્રીનો આંગણવાડી રિપોર્ટ કંઈક અલગ જ હતો. તેમના રેકોર્ડમાં સામે આવ્યું છે કે આંગણવાડી અને આશા કાર્યકર્તાઓના રજિસ્ટરમાં 2018થી અત્યાર સુધી એક સાથે નવી એન્ટ્રીઓ કરવામાં આવી છે. ઘણા નવજાત બાલકોના નામ રજિસ્ટ્રરમાં ચઢાવી દેવાયા છે.

એક વર્ષની એક જ દિવસમાં એન્ટ્રી

ઉત્તરકાશીથી 10 કિમી દુર ત્રણ ગામો છે- સાડગ, થલન અને મંગળપુર. તપાસ માટે ભાસ્કરે સૌથી પહેલા આ જ ગામોમાં ધામા નાંખ્યા. જ્યાં એક વર્ષમાં 11 દિકરા અને 2 દિકરીનો જન્મ થયો છે. જેમાં સાડગમાં તો આ વર્ષે એપ્રિલથી જુન સુધી ફક્ત 5 દિકરાઓનો જન્મ થયો છે, જેની સામે એક પણ દિકરી નથી જન્મી. મંગળપુર અને થલનનો રિપોર્ટ પણ ચોંકાવનારો જ છે આશા કાર્યકર્તા અનિતાના ગંર્ભવતી નોંધણી રજિસ્ટ્રકમાં તમામ એન્ટ્રી એક સાથે કરવામાં આવી હતી. આ રજિસ્ટ્રરમાં સ્વાસ્થ્ય વિભાગનું સીલ પણ ન હતું. આશા કાર્યકર્તાઓએ રજિસ્ટ્રરની બે લાઈનમાં ત્રણ ગર્ભવતી અને બાળકોના જન્મની એન્ટ્રી કરી હતી. વચ્ચે જે ગર્ભવતીનું નામ લખ્યું હતું,તેમાં દિકરીના જન્મની એન્ટ્રી હતી. રજિસ્ટ્રરમાં કરાયેલી આ ગરબડી અંગે આશા વર્કર પણ જવાબ આપી શકી ન હતી.

એક સાથે જ પેનથી રજિસ્ટ્રર ભરી દેવાયું

કેદારનાથના ન્યૂગામમાં આંગણવાડી કાર્યકર્તા પિતામ્બરી ચૌહાણ સાથે મુલાકાત દરમિયાન તેમણે રેકોર્ડ બતાવીને કહ્યું કે, આ ગામમાં એક વર્ષમાં 11 દિકરાઓ અને 2 દિકરીઓનો જન્મ થયો છે. જ્યારે આશા વર્કર જગદમ્બરી સાથે વાત થઈ તો તેમને કહ્યું કે, 7 દિકરાઓ અને 4 દિકરીઓ હોવાની વાત કરી હતી. જ્યારે ગર્ભવતી રજિસ્ટ્રર જોયું તો તે એકસાથે પેન વડે ભરેલું હતું. આંકડાઓ બદલવાની વાત પર તે ચુપ રહી.

રેડ ઝોનના ગામઃ અહીં પણ બે ત્રણ દિકરીઓ વાળા ઘરોમાં દિકરો આવ્યો
રેડ ઝોન વાળા ગામોની એક ખાસિયત છે કે અહીં જે પરિવારોમાં પહેલાથી જ એક અથવા તેથી વધારે દિકરીઓ છે તેમના ઘરમાં દિકરાએ જન્મ લીધો છે. ઉત્તરકાશીથી 12 કિમી દુર આવેલા ગામ લોધાડામાં ત્રણ મહિનામાં પાંચ દિકરાઓનો જન્મ થયો છે પરંતુ એક પણ દિકરી નહીં.

ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે, આ તો ઈશ્વરની કૃપા છે. જેમાથી કોઈને કોઈ વાંધો ન હોવો જોઈએ. ઉત્તરકાશીથી કેદારનાથની તરફ પહાડીવાળા રસ્તા પર 50 કિમી બાદ મટ્ટી ગામ આવે છે. અહીં પણ ત્રણ મહિનામાં પાંચ દિકરાઓનો જન્મ થયો છે.

સારવાર માટે હોસ્પિટલ નથી, તપાસ ક્યાંથી કરાવીશું?
ઉત્તરકાશી-કેદારનાથ રોડ પર આવેલા ચૌરંગી ગામના લોકો રેડ ઝોનના સમાચારથી નારાજ હતા. આ ગામમાં એક વર્ષમાં 6 દિકરાઓ અને 2 દિકરીઓનો જન્મ થયો છે. અહીંના ગ્રામ્યજનોએ જણાવ્યું કે, અમારા ગામને બદનામ કરવામાં આવી રહ્યું છે. અહીં તો તાવની દવા નથી મળતી તો કોઈ તપાસ કેવી રીતે કરાવી શકે છે? અમારી પર ઈશ્વરની કૃપા છે કે દિકરા જન્મી રહ્યા છે. જો ગરબડ કરી પણ છે તો પહેલા આવવું હતું ને, હવે કેમ આવી રહ્યા છો.

જ્યાં દિકરીઓની સંખ્યા વધારે , ત્યાંના રેકોર્ડ જમા
અમે એવા ગામોમાં પણ પહોંચ્યા જ્યાં મોટા ભાગે દિકરીઓનો જન્મ થયો છે અથવા તો તેમની સંખ્યા સમાન છે. ધૌંતરી ગામની આશા વર્કર ગંગાદેવીએ જણાવ્યું કે અમારો રેકોર્ડ સ્વાસ્થ્ય વિભાગે જમા કરી લીધો છે. જ્યારે અમારા અહીં એક વર્ષમાં ફક્ત એક દિકરો અને એક દિકરી થઈ છે.

જિલ્લા પ્રશાસન આંકડાઓથી હેરાન
ઉત્તરકાશીના ક્લેક્ટર આશીષ ચૌહાણે જણાવ્યું કે, આંકડાઓ હંમેશા જિલ્લા પ્રમાણે આવતા હતા. આ વખતે અમે ગામોનો ડેટા મંગાવ્યો હતો. જેમાં 133 ગામો એવા હતા, જ્યા ફક્ત દિકરાઓના જન્મ જ થયો હતો. આ આંકડો ચોંકવનારો હતો. કઅમે આ 133 જ નહી, 148 ગામોની તપાસ કરાવી રહ્યા છીએ. અમે એવા પણ ગામોની તપાસ કરાવી રહ્યા છએ જેમાં દિકરાઓની તુલનામાં દિકરીઓની સંખ્યા 25% ઓછી છે. જેના માટે અલગ અલગ ટીમ બનાવાઈ છે. સ્વાસ્થ્ય વિભાગ પાસે આંકડાઓ મંગાવાયા છે. જો ભૂ્ણ પરીક્ષણની વાત સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

સામાજિક કાર્યકર્તાઓનો આરોપ- પહેલા એજન્ટ આવતા હતા, પછી સોનો ગ્રાફી વાન આવતી હતી
ઉત્તરકાશીના સામાજિક કાર્યકર્તા સૂરજ સિંહ રાવતના કહ્યાં પ્રમાણે આ રિપોર્ટ સાચો છે. કન્યા ભ્રૂણ હત્યા પાપ હોવાની સાથે સામાજિક કલંક છે. મામલો સામે આવ્યા બાદ તપાસ કરનારાઓ સતર્ક થઈ ગયા છે. નહીં તો અમારા જિલ્લામાં તો દહેરાદુન, હરિદ્વાર, ચંદીગઢ, પંજાબ , હિમાચલથી સોનાગ્રાફી મશીન સાથે એક મોબાઈલ વાન આવે છે, જે ગામે ગામ જાય છે. વાન આવતા પહેલા તેમનો એક એજન્ટ આવે છે જે પહેલાથી જ ગામમાં જઈને તપાસ કરવાનરાઓને શોધે છે. ત્યારબાદ રિપોર્ટ કરીને ગર્ભપાત કરાવે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી