રાજનીતિ / બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ મોટી બહેન સાથે બીજેપીમાં જોડાઈ, કહ્યું- મોદીજીએ સ્પોર્ટ્સને ખૂબ પ્રોત્સાહન આપ્યું, હું તેમનાથી પ્રેરિત

2015માં સાઈનાએ વડાપ્રધાનને તેનુ એક રેકેટ ગિફ્ટ આપ્યું હતું
2015માં સાઈનાએ વડાપ્રધાનને તેનુ એક રેકેટ ગિફ્ટ આપ્યું હતું

  • બેડમિન્ટનમાં દુનિયામાં નંબર વન રહેલી સાઈનાને રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન અવોર્ડથી નવાઝમાં આવી છે
  • લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે સાઈના

Divyabhaskar.com

Jan 29, 2020, 02:21 PM IST

નવી દિલ્હી: બેડમિન્ટન જગતમાં ભારતને મોટી જીત અપાવનાર સાઈના નહેવાલે આજથી તેની રાજકીય સફરની શરૂઆત કરી છે. 29 વર્ષની સાઈના નહેવાલ આજે તેની મોટી બહેન ચંદ્રાશું સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. સાઈના અને તેની બહેનને બીજેપી મુખ્યાલયમાં પાર્ટીની સભ્યતા અપાવવામાં આવી છે. આ દરમિયાન બીજેપી મહાસચિવ અરુણ સિંહે કહ્યું હતું કે, આજે ગર્વની વાત છે કે, સાઈના બીજેપીમાં સામેલ થઈ રહી છે.

હરિયાણામાં જન્મેલી સાઈના નહેવાલ ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી છે. બેડમિન્ટનમાં દુનિયામાં નંબર વન રહેલી સાઈનાને રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન અવોર્ડથી નવાઝમાં આવી છે. અત્યાર સુધી સાઈનાએ કુલ 24 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે. જ્યારે લંડનમાં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. તે વર્ષ 2009માં દુનિયાની બીજા ક્રમની અને વર્ષ 2015માં બેડમિન્ટનમાં દુનિયાની પહેલાં નંબરની ખેલાડી બની હતી.

સાઈનાએ PM મોદીના વખાણ કર્યા

  • બીજેપીમાં સામેલ થયા પછી સાઈના નહેવાલે કહ્યું કે, આજનો દિવસ ઘણો ખાસ છે. મેં અત્યાર સુધી ઘણાં અવોર્ડ જીત્યા છે, પરંતુ આજે હું એક એવી પાર્ટીમાં સામેલ થઈ રહી છું જે દેશ માટે હંમેશા સારા કામ કરે છે. હું મહેનતી ખેલાડી છું અને મને તે લોકો સાથે કામ કરવું ગમે છે જેઓ ખૂબ મહેનત કરે છે.
  • વડાપ્રધાન મોદીના વખાણ કરતાં સાઈના નહેવાલે કહ્યું કે, હું જોઈ શકુ છું કે, નરેન્દ્ર મોદી દેશ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. હું રાજકારણમાં નવી છું. મોદીએ સ્પોર્ટ્સ માટે ઘણું કર્યું છે. હું મોદીજીથી પ્રેરિત છું અને મને આશા છે કે, હું પણ દેશ માટે સારું કામ કરી શકું છું. હું બીજેપીની આભારી છું.
X
2015માં સાઈનાએ વડાપ્રધાનને તેનુ એક રેકેટ ગિફ્ટ આપ્યું હતું2015માં સાઈનાએ વડાપ્રધાનને તેનુ એક રેકેટ ગિફ્ટ આપ્યું હતું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી