• Home
  • National
  • Baby Mufflerman on Social Media Invites to Take Caregiver's Swearing

AAP / સોશિયલ મીડિયામાં છવાયેલા બેબી મફલરમેન અવ્યાન તોમરને કેજરીવાલના શપથ સમારંભમાં હાજર રહેવા આમંત્રણ

Baby Mufflerman on Social Media Invites to Take Caregiver's Swearing

  • મતગણતરીના દિવસે તે કેજરીવાલ અને AAPના કાર્યાલય પર હતો
  • તે દિવસે અવ્યાન તોમરના પરિવારની કેજરીવાલ સાથે મુલાકાત થઈ શકી ન હતી

Divyabhaskar.com

Feb 13, 2020, 03:52 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને જંગી બહુમતી મળી તે સમયે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા બેબી મફલરમેન (Baby Mufflerman)ને પણ આગામી 16મી ફેબ્રુઆરીના રોજ અરવિંદ કેજરીવાલના શપથ સમારંભમાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી સમયે અરવિંદ કેજરીવાલના રહેઠાણ અને આમ આદમી પાર્ટીની ઓફિસ બહાર બન્ને જગ્યાએ આશરે એક વર્ષનો અવ્યાન તોમર હાજર હતો.

તેણે માથા પર કાળુ મફલર, ચશ્મા પહેર્યા હતા તેમ જ કેજરીવાલની માફક આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી. તે દિવસે પરિવાર કેજરીવાલને મળી શક્યો ન હતો. પરિવાર કેજરીવાલને મળ્યા વગર જ પક્ષ કાર્યાલયથી નિકળી ગયો હતો. હવે AAPએ કહ્યું છે કે એક વર્ષના અવ્યાન તોમરને પણ 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર શપથ સમારંભમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. AAPએ Suit up Junior! ટ્વિટ કર્યું છે. કેજરીવાલ ઐતિહાસિક રામલીલા મેદાનમાં રવિવારે દિલ્હીના ત્રીજા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે

X
Baby Mufflerman on Social Media Invites to Take Caregiver's Swearing

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી