હરિયાણા / બબીતાએ કહ્યું- પિતાજી મેકઅપ કરવા દેતા ન હતા, લગ્નમાં આ ઈચ્છા પૂરી થઈ, બેટી બચાવો બેટી પઢાવો માટે 8મો ફેરો લીધો

Babita said - Dad did not allow decoration, this wish was fulfilled in marriage, Betty Save took the 8th turn for Betty studies
Babita said - Dad did not allow decoration, this wish was fulfilled in marriage, Betty Save took the 8th turn for Betty studies

  • રેસલર (પહેલવાન) બબીતા ફોગટ અને ભારત કેસરી વિવેક લગ્ન ગ્રંથીથી જોડાયા
  • ફક્ત એક રૂપિયો કન્યાદાન અને 21 જાનૈયાની ઉપસ્થિતિમાં સાદગીથી લગ્ન કર્યા
  • બબીતાએ કહ્યું- લગ્ન બાદ પણ રાજનીતિ સાથે જોડાયેલી રહીશ

Divyabhaskar.com

Dec 02, 2019, 03:19 PM IST

ચરખી દાદરીઃ દંગલ ગર્લ નામથી જાણીતી, અનેક આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીતનાર પહેલવાન બબિતા ફોગટના લગ્ન થયા હતા. લગ્નના ફેરા લેતા પહેલા બબીતાએ કહ્યું હતું પિતાજી અમને બન્ને બહેનોને ક્યારેય મેકઅપ કરવા દેતા ન હતા, પરંતુ આજે આ ઈચ્છા પૂરી થઈ છે.

બલાલીમાં યોજાયેલા લગ્ન સમારંભમાં ફક્ત 21 જાનૈયા આવ્યા હતા. વિવેકના મોટાભાઈ રાજપાલ અને કાકા ઓમપ્રકાશ પણ નવ દંપતિને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. બીજીબાજુ ફોગટ પરિવારના તમામ સભ્યો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. બબિતા-વિવેકે 8મો ફેરો બેટી બચાવો-બેટી પઢાવો સાથે દહેજના દૂષણને ખતમ કરવા માટે લીધો હતો. બન્ને પરિવારે દહેજ આપ્યા કે લીધા વગર લગ્ન કરી ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

દુલ્હનનો જોડો પહેરીને હું ઘણી ખૂશ છું

બબિતાએ કહ્યું અમે બન્ને બહેનો જ્યારે કોઈ વખત લગ્નમાં જતા તો અન્ય છોકરીઓની માફક બંગડીઓ અને અંગૂઠી પહેરી લેતા હતા. પરંતુ પિતાજી તેનો ઈન્કાર કરતા હતા. તેઓ કહેતા હતા કે તેમનો લક્ષ્ય ફક્ત રેસલિંગ હોવું જોઈએ. જ્યારે લક્ષ્યને હાંસલ કરી લો ત્યારે મેકઅપ પણ કરી લેજો. હું આજે દુલ્હનનો જોડો પહેરીને ખૂબ જ ખુશ છું.

બબીતા દાદરીથી ભાજપના ઉમેદવાર હતા

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બબીતા ફોગટ દાદરીથી ભાજપના ઉમેદવાર હતા. આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સોમબીર વિજયી રહ્યા હતા. બબીતાએ કહ્યું હતું કે તેઓ લગ્ન ચોક્કસ કરી રહ્યા છે,પરંતુ રાજનીતિ છોડી રહ્યા નથી. તેઓ દાદરી સાથે જોડાયેલા રહેશે. સરકારની સાથે મળી હું અહીંથી વિકાસને ગતિ આપવાનો પ્રયાસ કરતી રહીશ. લોકોને તેમણે જે વચન આપ્યા હતા તે પૂરા કરવા માટે પ્રયાસ કરીશ.

X
Babita said - Dad did not allow decoration, this wish was fulfilled in marriage, Betty Save took the 8th turn for Betty studies
Babita said - Dad did not allow decoration, this wish was fulfilled in marriage, Betty Save took the 8th turn for Betty studies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી