નિવેદન / સપા સાંસદ આઝમ બોલ્યા- મદરેસાઓની પ્રકૃતિ ગોડસે અને પ્રજ્ઞા જેવા લોકો ઉભા કરવાની નથી

  • આઝમ ખાને મદરેસાઓમાં કોમ્પ્યૂટર અને ગણિત ભણાવવાની કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે નિવેદન આપ્યું હતું
  • યોજના પ્રમાણે આગામી 5 વર્ષમાં અલ્પસંખ્યક સમુદાયના 5 કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે

Divyabhaskar.com

Jun 12, 2019, 01:18 PM IST

રામપુર: સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને મદરેસામાં શિક્ષા પ્રણાલીમાં કોમ્પ્યૂટર અને ગણિતને સામેલ કરવાના નિર્ણય વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મદરેસાની પ્રકૃતિ નાથૂરામ ગોડસે કે પ્રજ્ઞા સિંહ ઠાકુર જેવા લોકો બનાવવાની નથી. જો સરકાર મદરેસાઓની મદદ કરવા માંગે છે તો તેમના માટે બિલ્ડિંગો બનાવે અને સુવિધાઓ વધારે. કેન્દ્ર સરકાર આગામી 5 વર્ષમાં અલ્પસંખ્યક સમુદાય માટે 5 કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો પ્રોગ્રામ શરૂ કરવાની છે. આ સિવાય મદરેસામાં કોમ્પ્યૂટર, ગણીત અને વિજ્ઞાન જેવા વિષય પણ ભણાવવામાં આવશે.

રામપુરના સાંસદ આઝમ ખાને કહ્યું છે કે, મદરેસમાં ધર્મની તાલીમ આપવામાં આવે છે. તેની સાથે જ બાળકોને અંગ્રેજી, હિન્દી અને ગણિત પણ ભણાવવામાં આવી રહ્યું છે. જો સરકાર મદદ કરવા માંગતી હોય તો મદરેસામાં બલ્ડિંગ બનાવે, ફર્નીચર બનાવે અને મિડ-ડે મીલ આપે.

આવતા મહિને શરૂ થશે કાર્યક્રમ: કેન્દ્રએ આગામી 5 વર્ષમાં અલ્પસંખ્યક સમુદાયના 5 કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. તેમાં 50% છોકરીઓને સામેલ કરવામા આવશે. અલ્પસંખ્યક મામલે મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારે જણાવ્યું છે કે, મદરેસાના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યૂટર અને વિજ્ઞાન જેવા વિષયોમાં પણ અભ્યાસ શરૂ કરાશે. તે માટે આગામી મહિનેથી મદરેસામાં પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યની પ્રશાસનિક સેવાઓ, બેન્ક સેવાઓ, એસએસી, રેલવે અને અન્ય પ્રતિસ્પર્ધી પરિક્ષાઓ માટે મફતમાં કોચિંગ પણ આપવામાં આવશે. આ સુવિધાઓ મુસ્લિમ, ક્રિશ્ચન, સિખ, જૈન, બૌદ્ધ અને પારસી સમુદાયના આર્થિક પછાત લોકોને આપવામાં આવશે.

સાધ્વીએ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા: સાધ્વી પ્રજ્ઞા સિંહ માલેગાવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે. તેમણે ભોપાલથી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. પ્રચાર અભિયાનમાં પ્રજ્ઞાએ ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા. તે માટે તેમની ઘણી નિંદા પણ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, તેઓ પ્રજ્ઞા ઠાકુરને કદી મનથી માફ નહીં કરી શકે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી