તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયુષ્યમાન યોજના રેલવે પછી સૌથી વધુ 12.84 લાખ નોકરીનું સર્જન કરી શકે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાથી રોજગારીની આશા
 • દેશભરમાં નોકરીઓ મળવામાં હજુ ત્રણથી પાંચ વર્ષ લાગી શકે

પવન કુમાર, નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના ‘આયુષ્યમાન ભારત’ આગામી ત્રણ-પાંચ વર્ષમાં રેલવે પછી સૌથી વધારે નોકરીઓનું સર્જન કરી શકે છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના આંકડા પ્રમાણે, નવી નોકરીઓ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં હશે. આ યોજનાથી આશરે 12.84 લાખ નોકરીઓનું સર્જન થશે, જ્યારે રેલવે હાલ 15.07 લાખ લોકોને રોજગારી આપે છે. આયુષ્યમાન યોજનાની મોટા ભાગની નોકરીઓ મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી હશે, જ્યારે પાંચેક ટકા રોજગારી અન્ય ક્ષેત્રોમાં હશે. જોકે, એટલું સ્પષ્ટ છે કે, ખાનગી ક્ષેત્રમાં વધારે રોજગારી મળશે કારણ કે, ખાનગી ક્ષેત્રની નાની-મોટી હોસ્પિટલોને પણ તેમાં જોડવામાં આવી રહી છે. નવ મહિના પહેલા શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધી 47 હજાર લોકોને નોકરી મળી છે. 

સરકારીના બદલે ખાનગી ક્ષેત્રોમાં વધારે નોકરી મળશે

આયુષ્યમાન ભારતના સીઈઓ ડૉ. ઈંદુ ભૂષણએ જણાવ્યું હતું કે, હવેના એક વર્ષમાં તમામ રાજ્યોને આ યોજનામાં જોડાશે. હાલ દિલ્હી, ઓડિશા અને તેલંગાણામાં આ યોજના લાગુ નથી થઈ. પ. બંગાળ પણ આયુષ્યમાન યોજનામાં જોડાઈને અલગ થઈ ગયું છે.  આ યોજના થકી આશરે 55 કરોડ લોકોને લાભ આપવાનું લક્ષ્ય છે. 

રોજગારીના સાત તબક્કા: સૌથી વધુ સાડા સાત લાખ નોકરીઓ બેડ વધારવા પર મળશે

‘આયુષ્યમાન ભારત’ને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપિત કરવા જઈ રહી છે. આ સાથે નવા સેન્ટરો અને પહેલેથી હાજર હોસ્પિટલોમાં 1.5 લાખ નવા બેડ લગાવવાની પણ તૈયારી થઈ રહી છે. ભાસ્કરે આવા સાત તબક્કામાં ચાલી રહેલી તૈયારીનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત નેશનલ હેલ્થ ઓથોરિટી પાસેથી જાણ્યું કે, આગામી ત્રણથી પાંચ વર્ષમાં 12.84 લાખ નોકરી કેવી રીતે મળી શકે છે. 

1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-અનુમાન: 2 લાખ નોકરી

2022 સુધી દોઢ લાખ હેલ્થ સેન્ટર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બદલાશે. દરેક સેન્ટર પર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કે આયુષ ડૉક્ટર હશે. તેનાથી 1.5 લાખ સરકારી રોજગારીનું સર્જન થશે. મલ્ટીપર્પઝ મેલ હેલ્થ વર્કર તૈનાત કરાશે. તેની સંખ્યા આશરે 50 હજાર હશે. 

1.5 લાખ નવા બેડ-અનુમાન: 7.5 લાખ નોકરી

10 કરોડથી વધુ પરિવારના આયુષ્યમાન કાર્ડ બનશે. હાલની અને નવી હોસ્પિટલોમાં 1.5 લાખ બેડ વધશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યાનુસાર, એક બેડ વધવાથી પાંચ નવી નોકરી વધશે. તેમાં ડૉક્ટર, નર્સ, ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, સપોર્ટ સ્ટાફ અને સફાઈકર્મી વગેરે છે.

આરોગ્ય મિત્ર-અનુમાન: 90 હજાર નોકરી

સરકારનું લક્ષ્ય દેશભરમાં 30 હજાર હોસ્પિટલને આયુષ્યમાન ભારત યોજના સાથે જોડવાનું છે. અત્યાર સુધી 16 હજાર હોસ્પિટલને જોડી ચૂકાઈ છે. દરેક હોસ્પિટલમાં ત્રણ આરોગ્ય મિત્ર તૈયાર કરવાનો પ્રસ્તાવ છે. આ હિસાબે 90 હજાર નોકરી આવશે. 

મેડિકલ સ્ટાફ વધશે-અનુમાન: 1.5 લાખ નોકરી

સરકાર જે 30 હજાર હોસ્પિટલ થકી આ યોજના ચલાવી રહી છે, ત્યાં આયુષ્યમાન કાર્ડધારકોની સંખ્યા વધશે. દર્દીઓને યોગ્ય સારવાર મળે, તેનું મોનિટરિંગ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ કરશે. એવામાં આ 30 હજાર હોસ્પિટલમાં પાંચ-પાંચ કર્મચારી વધવાનું અનુમાન છે. 

સપોર્ટ સિસ્ટમ-અનુમાન: 75 હજાર નોકરી

સરકાર 10-10 બેડ ધરાવતી નાની હોસ્પિટલોની પણ આયુષ્યમાનમાં નોંધણી કરી રહી છે.  ત્યાં ફાર્માસિસ્ટ, ટેક્નિશિયન અને લેબની જરૂરિયાત છે. આ હોસ્પિટલ આ સેવાને આઉટસોર્સ કરશે. અનુમાન છે કે, તેનાથી 75 હજારને નોકરી મળશે. 

વીમા કર્મી, ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ-અનુમાન: 4,200 નોકરી

આયુષ્યમાન યોજના માટે 17 વીમા કંપની કામ કરી રહી છે. દરેક જિલ્લામાં ઓછામાં આછા ત્રણ કર્મચારી રાખ્યાનું અનુમાન છે. તેના સિવાય દરેક રાજ્યમાં સ્ટેટ હેલ્થ એજન્સી બનાવાશે. તેનાથી આશરે 2,100 નોકરીનું સર્જન થશે. 

પ્રશાસનિક કામ-અનુમાન : 15 હજાર નોકરીઓ

રાજ્ય કે આયુષ્યમાન સંબંધિત હોસ્પિટલ યોજનાના નિયમોનું યોગ્ય રીતે પાલન કરી રહી છે કે નહીં, તેના ઓડિટ અને પ્રસાર માટે પણ સરકાર ટીમ તૈયાર કરી રહી છે. તેના ગ્રાઉન્ડ લેવલ પર પ્રસાર માટે 10 હજાર અને ઓડિટ માટે 5 હજાર લોકો તહેનાત હશે.

આયુષ્યમાન થકી અત્યાર સુધી કયા રાજ્યમાં કેટલી નોકરી મળી

રાજ્ય નોકરી
ગુજરાત 8182
ઉત્તર પ્રદેશ 7880
તમિલનાડુ 6279
આંધ્રપ્રદેશ 3865
મહારાષ્ટ્ર 3796
છત્તીસગઢ 3522
કર્ણાટક 2380
બિહાર 2124
ઝારખંડ 1775
હરિયાણા 1446
કેરળ 1439
પંજાબ 1385
મધ્ય પ્રદેશ 1327
જમ્મુ કાશ્મીર 589
હિમાચલ પ્રદેશ 504
ઉત્તરાખંડ 477
ચંદીગઢ 46
કુલ 47017

આમાં ફક્ત આરોગ્ય મિત્ર, વીમા કંપનીઓ અને જિલ્લા ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ હેઠળ મળનારી નોકરીઓ જ સામેલ છે. આ સાથે રાજ્યોએ તૈનાત કરેલા કર્મી તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નિયુક્ત કર્મી સામેલ છે. સરકારનું કહેવું છે કે, આ બધા રાજ્ય યોજના હેઠળ હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો