અયોધ્યા વિવાદ / હિન્દુ પક્ષની દલીલ - અકબર અને જહાંગીર સમયના વિદેશ યાત્રીકોના પુસ્તકમાં રામ જન્મભૂમિનો ઉલ્લેખ

Ayodhya Ram Mandir; Supreme Court 6th Day, 14 August Hearing Ram Janmabhoomi Babri Masjid Land Dispute Case News Updates

  • સુપ્રીમ કોર્ટમાં બુધવારે અયોધ્યા ભૂમિ વિવાદ મુદ્દે છઠ્ઠા દિવસે સુનાવણી શરૂ 
  • વકીલ એસ વૈદ્યનાથને અયોધ્યા સાથે જોડાયેલા પૌરાણિક, પુરાતાત્વિક, અને ઐતિહાસિક પક્ષ મૂક્યો 

Divyabhaskar.com

Aug 14, 2019, 01:18 PM IST

નવી દિલ્હીઃ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે નિવેડો ન આવે ત્યાં સુધી રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ રહી છે. 5 ઓગષ્ટે શરૂ થયેલી આ સુનાવણીનો બુધવારે છઠ્ઠો દિવસ છે. હિન્દુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યું કે, મુગલ શાસક અકબર અને જહાંગીરના સમયમાં ભારતમાં આવેલા યાત્રીક વિલિયમ ફિંચ અને વિલિયમ હોકિન્સે પોતાના પુસ્તકમાં રામજન્મભૂમિ અને અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે. લેખક વિલિયમ ફોસ્ટરે ‘અર્લી ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા’નામના પુસ્તકમાં તમામ સાત યાત્રીકોનો ઉલ્લેખ કર્યો છે, જે અયોધ્યા અંગે લખી ચુક્યા છે.

અપડેટ્સ

12.23PM રામલલાના વકીલ વૈદ્યનાથને કહ્યું કે, અયોધ્યા શહેરમાં જ્યારે બૌદ્ધનું રાજ હતું, ત્યારથી શહેરની અધોગતિ શરૂ થઈ છે. હિન્દુઓના મુખ્ય સ્થાનો પર ત્રણ મસ્જિદો બનાવવામાં આવી જેમાંથી એક રામજન્મભૂમિ પણ છે. આ દરમિયાન તેમણે પુરાતત્વ વિભાગનો એક 1863,1864,1865નો રિપોર્ટ પણ વાંચી સંભળાવ્યો હતો. જેમાં રાજા વિક્રમાદિત્યએ અયોધ્યામાં 368 મંદિર બનાવ્યા હતા, જેમા રામજન્મભૂમિ પણ સામેલ છે.

11.55AM રામલલા વિરાજમાનના વકીલ વૈદ્યનાથને સુનાવણી દરમિયાન બ્રિટિશ સર્વાઈવર માર્ટિનના સ્કેચનો ઉલ્લેખ કર્યો , જેમાં 1838 દરમિયાનના પિલ્લર બતાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રામજન્મભૂમિ પર મંદિર ઈસા મસીહના જન્મના 57 વર્ષ પહેલા બન્યું હતું. હિન્દુઓની માન્યતા પ્રમાણે મુગલોએ આ મંદિરને તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું કે,યુરોપના ઈતિહાસમાં તારીખનું મહત્વ છે, પરંતુ આપણા ઈતિહાસમાં ઘટના મહત્વની છે.

આ અંગે જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે તારીખ નહીં ઘટનાના ઉલ્લેખને જ ઈતિહાસ કહ્યો છે. ત્યારબાદ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, તમે અમને આ સમયે તારીખ કે સાતત્ય બતાવવા નહીં પણ લોકોની આસ્થા બતાવવા માટે પુરાવાઓ રજુ કરી રહ્યા છો.

11.41AM અયોધ્યા મુદ્દે સુનાવણી દરમિયાન રામલલાના વકીલ વૈદ્યનાથને કહ્યું કે, સરયૂ નદીના કિનારે ઘણી ઈમારતો બનાવાઈ હતી. જેમાં એક સ્વર્ગ દ્વાર પણ હતો, તેને બાદમાં ઔરંગઝેબે તોડી પાડ્યું હતું. ઘણી જગ્યાએ આ દ્વાર બાબર દ્વારા તોડી પડાયો હોવાનો ઉલ્લેખ છે. આ અંગે જસ્ટિસ ભૂષણે કહ્યું કે, જોસેફ ટાઈફેંથલરના સંદર્ભમાં 5 ઈંચના પારણાનો પણ ઉલ્લેખ છે, તમને શું લાગે છે કે તે કોર્ટયાર્ડની અંદર છે કે બહાર? જેના જવાબમાં વકીલે તે અંદર હોવાનું જણાવ્યું હતું. ત્યારે જસ્ટિસ બોબડેએ પણ સવાલ કર્યો કે, આ જગ્યાને બાબરી મસ્જિદ તરીકે ઓળખવાનું ક્યારથી શરૂ થયું? રામલલાના વકીલે જવાબ આપતા કહ્યું કે, 19મી સદીમાં તેના પહેલાના કોઈ સાક્ષી નથી, જસ્ટિસ બોબડેએ પુછ્યું કે, શું પુરાવાઓ છે કે બાબરે જ આ મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. શું એવો કોઈ પુરાવો છે જેનાથી સાબિત થઈ શકે કે બાબર અથવા તેના જનરલના આદેશથી જ મંદિરને તોડી પડાયું હતું. આ અંગે રામલલાના વકીલે કહ્યું કે, મંદિર કોણે તોડી પાડ્યું તે અંગેના ઘણા બધા તથ્યો છે,પરંતુ એ નક્કી છે કે તેને 1786 પહેલા જ તોડી પડાયું હતું.

11.05AM રામલલાના વકીલ દ્વારા સ્કન્દ પુરાણનો ઉલ્લેખ કરવા અંગે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે, તમે જે શબ્દોનો ઉલ્લેખ કરી રહ્યા છો, તેમા રામજન્મભૂમિના દર્શનનો ઉલ્લેખ છે. જેમાં કોઈ દેવતાનો ઉલ્લેખ નથી. જેના જવાબમાં વકીલ વૈદ્યનાથને કહ્યું કે, રામજન્મભૂમિ જ એક દેવતા છે.


જાણો અયોધ્યા વિવાદ અંગેનો અત્યાર સુધીનો ઘટનાક્રમ.

  • પ્રથમ સુનાવણીઃ 6 ઓગસ્ટે સુનાવણીના પ્રથમ દિવસે નિર્મોહી અખાડાએ સમગ્ર 2.77 એકર વિવાદિત જમીન પર પોતનો દાવો કરી કહ્યું કે, સમગ્ર વિવાદિત જમીન પર 1934થી મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
  • બીજી સુનાવણીઃ 7 ઓગસ્ટે બેંચે પક્ષકાર નિર્મોહી અખાડાને 2.77 એકર ભૂમિ અંગેના દસ્તાવેજ રજૂ કરવા કહ્યું હતું. તેની પર અખાડાએ કહ્યું હતું કે 1982માં લૂંટ થઈ હતી, જેમાં તમામ દસ્તાવેજો ચોરાઈ ગયા હતા.
  • ત્રીજી સુનાવણીઃ 8 ઓગસ્ટે બેંચે પૂછ્યુ કે એક દેવતા કે જન્મસ્થળને ન્યાય મેળવવા માટે કઈ રીતે ઈચ્છુક માનવામાં આવે, જે આ કેસમાં પક્ષકાર પણ નથી. આ અંગે વકીલે કહ્યું કે હિંદૂ ધર્મમાં કોઈ સ્થળને પવિત્ર માનવા કે પૂજા કરવા માટે મૂર્તિઓ હોવી જરૂરી નથી. નદીઓ અને સૂર્યની પૂજા કરવામાં આવે છે.
  • ચોથી સુનાવણીઃ 9 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલને પૂછ્યું હતું કે શું ભગવાન રામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે ? તેની પર વકીલે કહ્યું હતું કે- અમને માહિતી નથી. બાદમાં જયપુરના રાજવી પરિવારન દીયાકુમારીએ પોતે શ્રી રામના મોટા પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કર્યો હતો. મુસ્લિમ પક્ષે સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરવામાં વાંધો ઉઠાવ્યો હતો.
  • પાંચમી સુનાવણીઃ 13 ઓગષ્ટે હિન્દુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથને મંદિરના અસ્તિત્વ અંગેની દલીલો રજુ કરી. તેમણે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં વિવાદિત સ્થળે મંદિર હોવાનો ઉલ્લેખ છે. હાઈકોર્ટના જસ્ટિસ એસયૂ ખાને કહ્યું હતું કે, આ મસ્જિદ મંદિરના તૂટેલા ભાગ પર બનાવવામાં આવી છે.

X
Ayodhya Ram Mandir; Supreme Court 6th Day, 14 August Hearing Ram Janmabhoomi Babri Masjid Land Dispute Case News Updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી