અયોધ્યા કેસ: હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલ કોર્ટમાં કટ્ટર વિરોધી, બહાર પાક્કા મિત્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન અને મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જીલાની વર્ષ 1989 અગાઉથી કેસ લડી રહ્યા છે
  • અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ ખંડપિઠથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી બન્ને આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે
  • મુસ્લિમ પક્ષે કપિલ સિબલ પાસે તેમના સહયોગી નિજામ પાશાની સેવા માંગી
  • ઇતિહાસ સાથે જોડાયેલી બાબતો અંગે પ્રોફેસરોની પણ સલાહ લેવામાં આવી રહી છે

નવી દિલ્હીથી પ્રમોદ કુમાર ત્રિવેદી: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનવણી દરમિયાન હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલ ભલે એક-બીજાની સામે દલીલ કરતા જોવા મળતા હોય, પરંતુ વ્યક્તિગત જીવનમાં સ્થિતિ કંઈક અલગ છે. વર્ષ 1989 થી હિન્દુ પક્ષમાં વકીલાત કરી રહેલા હરિશંકર જૈન અને મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જીલાની કોર્ટમાં એકબીજાના કટ્ટર વિરોધી છે, પરંતુ બહાર તેઓ પાક્કા મિત્ર છે. આ કેસ સાથે શરૂઆતથી જ જોડાયેલા વકીલોના વ્યક્તિગત સંબંધો અંગે ભાસ્કર APP એ તેમની સાથે વાતચીત કરી તો કેટલીક રસપ્રદ જાણકારી પ્રાપ્ત થઈ હતી.
 

1) કોર્ટની વાત કોર્ટ સુધી, પરંતુ બહાર સંબંધ અલગ છેઃ હરિશંકર

અલ્હાબાદ હાઈકોર્ડની લખનૌ ખંડપિઠથી આ કેસ લડી રહેલા હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન જણાવે છે કે જીલાની સાહેબ સાથે કોર્ટમાં ભલે અમારી ટક્કર થતી હોય, પરંતુ કોર્ટની બહાર અમારા સંબંધ ઘણા સારા છે. અમે એક-બીજાના સંતાનોના લગ્નથી લઈ નાના-નાના કાર્યક્રમોમાં સામેલ થઈ છીએ. કોર્ટમાં ઉગ્ર ચર્ચા બાદ સાથે ચા પીવા જઈ છીએ. ઘણી વખત તો સાથે ભોજન પણ કરી છીએ. વર્ષ 1975 માં અલ્હાબાદ હાઈકોર્ટથી મુસ્લિમ પક્ષના વકીલ બનેલા જફરયાબ જીલાની આ અંગે માહિતી આપે છે કે અમારા સંબંધ ઘણા સારા છે. લખનૌમાં તો કોર્ટમાં ચા આવતી તો સાથે ચા પીતા હતા. જરૂર પડે તો એકબીજાની મદદ પણ કરી છીએ. કોર્ટની વાત કોર્ટ સુધી, પરંતુ અમારા સંબંધ અલગ છે. એક-બીજાને મિઠાઈ પણ ખવડાવી છીએ.

જીલાની જણાવે છે કે મહંત પરમહંસ રામચંદ્ર દાસ જ્યારે જીવિત હતા ત્યારે ફૈજાબાદમાં કેસ પર ચર્ચા બાદ અમને સાથે લઈ જતા હતા અને ભોજન કરાવતા હતા. અમારા વ્યક્તિગત સંબંધ તો બન્ને પક્ષ સાથે સારા છે.

સુપ્રીમ કોર્ટમાં રોજ સુનવણી દરમિયાન રિસર્ચ અને ફેક્ટ માટે પ્રોફેસરથી લઈ અન્ય મોટા વકીલોના સહયોગીઓની સેવા પણ કેટલાક સમય માટે લેવામાં આવે છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કપિલ સિબલના સહયોગી એડવોકેટ નિજામ પાશાની જરૂર પડી તો સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલે ત્યાં સુધી તેમની સેવા માગવામાં આવેલી. હવે તેઓ કોર્ટના ચૂકાદા સુધી રાજીવ ધવનના સહયોગી તરીકે કામ કરશે. આ ઉપરાંત ઈતિહાસને લગતી બાબતો પર ચર્ચા માટે અલીગઢ યુનિવર્સિટીના પ્રોફેસર ઈરફાન હબીબ અને પ્રોફેસર શીરી મૂસવી સાથે પણ ધવનને ફોન પર વાતચીત કરાવવામાં આવે છે. જીલાનીના મતે વર્ષ 1994થી રાજીવ ધવન જ કેસ લડી રહ્યા છે. જ્યારે ધવન બિમાર થયા તો તેમની સલાહ પર મીનાક્ષી અરોડા અને સિવિલ એક્સપર્ટની જરૂર પડતા શેખર નાફડેને કેસની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...