તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Assembly Speaker Sends Notice To Rebel MLAs Again; Now Is The Time To Appear By March 15th

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યોતિરાદિત્યના ટેકેદાર 6 મંત્રીઓનું સભ્યપદ રદ, મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ યથાવત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસના ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કરી રહેલા સંસદીય કાર્ય મંત્રી ગોવિંદ સિંહ - Divya Bhaskar
કોંગ્રેસના ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કરી રહેલા સંસદીય કાર્ય મંત્રી ગોવિંદ સિંહ
 • ભાજપના નેતાઓએ રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી, બજેટ સત્રને સ્થગિત કરવા પર ફ્લોર ટેસ્ટની માંગ
 • મુખ્યમંત્રી કમલનાથ પણ શુક્રવારે રાજ્યપાલને મળ્યા, કહ્યું- ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છું, પહેલા ધારાસભ્યોને મુક્ત કરાવો
 • કોંગ્રેસના નેતા રામનિવાસ રાવતનો દાવો- બેંગલુરૂ ગયેલા ધારાસભ્યો દબાણમાં, પરત આવવા પર રાજીનામા પાછા ખેંચી લેશે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સંકટમાં આવી ગયેલી કોંગ્રેસની કમલનાથ સરકારે હટાવેલા 6 મંત્રીઓનું સભ્યપદ ખતમ થઈ ગયું છે. વિધાનસભા સ્પીકર એન.પી. પ્રજાપતિએ તેમના રાજીનામાં મંજૂર કર્યા હતા. મધ્યપ્રદેશમાં બજેટ સત્ર 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. માજી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થતા તેમના ટેકેદાર ગણાતા 6 મંત્રીઓ સહિત કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. બાકીના 16 ધારાસભ્યોના રાજીનામા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. દરમિયાનમાં કોંગ્રેસે વ્હિપ આપીને તેના તમામ ધારાસભ્યોને બજેટસત્ર દરમિયાન સંપૂર્ણ સમય ગૃહમાં જ હાજર રહેવા જણાવ્યું છે. બીજીબાજુ કોંગ્રેસ સરકાર બચાવવાની ફિરાકમાં છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રામનિવાસ રાવતે દાવો કર્યો હતો કે બેંગ્લુરુમાં બંધક બનાવાયેલા 8-10 ધારાસભ્યો સાથે વાતચીત થઈ છે. તેઓ સરકાર સાથે છે. 

વિધાનસભાનું આવું છે ગણિત
કુલ બેઠક: 230
હાલના સભ્ય: 222 (2 ખાલી અને 6ના રાજીનામા પછી: બહુમતી માટે જરૂરી: 112)
કોંગ્રેસ: 108 (6ના રાજીનામા મંજૂર થયા પછી. કુલ 22 રાજીનામા છે. તમામ મંજૂર થાય તો ધારાસભ્યોની સંખ્યા 92 થશે.)
ભાજપ: 107
બસપા: 2
સપા: 1
અપક્ષ: 4

સંસદીય બાબતના પ્રધાને તપાસની માંગ કરી
શુક્રવારે સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહે વિધાનસભા અધ્યક્ષને 19 ધારાસભ્યોના રાજીનામાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ધારાસભ્યોને સ્પીકર સમક્ષ બોલાવવામાં આવે અને તપાસ કરવામાં આવે કે તેમણે કઈ સ્થિતિમાં રાજીનામા આપ્યા હતા. 

સિંધિયાના સમર્થનમાં 22 ધારાસભ્યએ રાજીનામા આપ્યા
બેંગ્લુરુના રિસોર્ટમાં રાખવામાં આવેલા કોંગ્રેસના 19 ધારાસભ્ય તથા અન્ય 3 ધારાસભ્યએ તેમના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે. વિધાનસભા સ્પીકર દ્વારા નોટિસ જારી કરવામાં આવ્યા બાદ તેમાથી 6 ધારાસભ્યોને શુક્રવારે ભોપાલ આવવાનું હતું, પણ દિવસભર રાહ જોયા બાદ છેવટે તેમનું આવવાનું રદ્દ થયું હતું. બીજીબાજુ બેંગ્લુરુ ગયેલા ધારાસભ્યોને મળવા માટે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પહોંચ્યા હતા. ત્યાના ધારાસભ્યો સતત નડ્ડાના સંપર્કમાં હતા. આ અગાઉ કમલનાથ સરકારના મંત્રી જીતુ પટનવારી પણ ધારાસભ્યોને મળવા બેંગ્લોર પહોંચ્યા હતા, પણ તે મળી શક્યા ન હતા.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો