બિહાર / હોસ્પિટલના ખાતમૂહુર્તમાં ASIએ રોકતા નીતીશના મંત્રી તાડૂક્યા, 'મને ઓળખતો નથી?.. આને સસ્પેન્ડ કરાવો’

 રાજયપાલના સુરક્ષાકર્મીએ સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડેને તપાસ માટે રોકતા પિત્તો ગુમાવ્યો

Divyabhaskar.com

Feb 15, 2020, 12:01 PM IST

બિહારના સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડેનો વીડિયો વાઈરલ થયો છે. મંત્રીજી હોસ્પિટલના ખાતમૂહુર્તમાં પહોંચ્યા હતા જ્યાં સુરક્ષાકર્મીએ મંત્રીજીને તપાસ માટે રોકતા પાંડે ગુસ્સે થઈ ગયા હતા.મંગલ પાંડેએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની ધમકી પણ આપી હતી. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતુ કે, ‘ તું મંત્રીને રોકે છે? ઓળખતો નથી? …આને સસ્પેન્ડ કરાવો’ . મંત્રીજીની આવી ગેરવર્તણૂંકનો વીડિયો વાઈરલ થતાં લોકો તેમની ટીક કરી રહ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી