તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ashok Chauhan Will Contest From Bokar In The First List Of 51 Candidates In The Assembly Elections

વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની પહેલી યાદીમાં 51 ઉમેદવારના નામ, અશોક ચૌહાણ બોકરથી લડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમિત દેશમુખ લાતૂર સિટી અને વિશ્વજીત પાટંગરાવ પાલુસ કાટેગાંવથી ચૂંટણી લડશે
  • દિલ્હીમાં ભાજપની અગત્યની બેઠક, મહારાષ્ટ્ર અને હરિયાણાના ઉમેદવારો પર નિર્ણય સંભવ

નવી દિલ્હી: કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 51 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અશોક ચૌહાણ બોકરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. અમિત દેશમુખ લાતૂર સિટી અને વિશ્વજીત પાટંગરાવ પાલુસ કાટેગાંવથી ચૂંટણી લડશે. બીજી તરફ ભાજપની દિલ્હીમાં એક અગત્યની બેઠક ચાલુ છે. ત્યારબાદ પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. 

ભાજપ-કોંગ્રેસે પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

કોંગ્રેસ અને ભાજપે અલગ અલગ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ખાલી સીટો પર થનારી ચૂંટણી માટે રવિવારે તેમના ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે બિહારની લોકસભા સીટ સહિત વિધાનસભાની ચાર સીટો માટે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. બીજી તરફ ભાજપે દેશભરની 32 વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. 
કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નાના ભાઇ રામચંદ્ર પાસવાનના નિધન બાદ ખાલી પડેલી બિહારની સમસ્તીપુર લોકસભા સીટ પર ડો. અશોક કુમારને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ બિહારમાં એક, રાજસ્થાનમાં બે અને ઉત્તરપ્રદેશની એક સીટ પર થનારી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. 
ભાજપે અલગ અલગ રાજ્યોમાં પેટાચૂંટણી માટે 32 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. બિહાર, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની 1-1 સીટ પર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને સિક્કિમની 2-2 સીટ પર, અસમની 4, કેરળની 5 અને ઉત્તરપ્રદેશી 9 સીટ પર ઉમેદવાર ઉતાર્યા છે. ડો. જાવેદના સાંસદ બન્યા બાદ બિહારની કિશનગંજ સીટ ખાલી પડી હતી. 
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો