દિલ્હી / કેજરીવાલના શપથ સમારોહમાં બીજા રાજ્યોના CM અથવા નેતાઓને આમંત્રણ આપવામાં નહીં આવે

16 ફેબ્રુઆરીએ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે
16 ફેબ્રુઆરીએ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

  • 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 બેઠકો જીતી હતી.
  •  ગોપાલ રાયે કહ્યું- કેજરીવાલ 16 ફેબ્રુઆરી રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

Divyabhaskar.com

Feb 13, 2020, 02:37 PM IST
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. આ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે. ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીતમાં AAP પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું કે, ‘કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. સમારોહમાં સામેલ થવા માટે કોઈ અન્ય રાજ્યના મુખ્યમંત્રી અથવા નેતાને આમંત્રણ આપવામાં નહીં આવે. આ આમંત્રણ માત્ર દિલ્હીવાળાઓને આપવામાં જ આવશે’

11 ફેબ્રુઆરીએ આવેલા ચૂંટણી પરિણામોમાં AAPએ 70માંથી 62 બેઠકો પર જીતીને પૂર્ણ બહુમતી હાંસિલ કરી હતી. 8 બેઠકો પર ભાજપને જીત મળી હતી. કોંગ્રેસ સતત બીજી વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલી શકી ન હતી. ગોપાલ રાય AAPના દિલ્હી એકમના પ્રભારી છે. તે કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. મનીષ સિસોદીયા પછી તેમણે પાર્ટીમાં ત્રીજા નંબરના નેતા માનવામાં આવે છે.

કોંગ્રેસ ખાલી હાથ

છેલ્લે વિધાનસભા ચૂંટણી 2020માં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. આ સતત બીજી ચૂંટણી છે, જેમાં પાર્ટી ખાતું ખોલી શકી નથી. 2015માં પણ કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. આ વખત પાર્ટીએ 66 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી 3 ઉમેદવાર તેમના જામીન બચાવી શક્યા હતા. સાથે જ ભાજપે ગત વખત કરતા પાંચ બેઠક વધારે મેળવી હતી. ભાજપે જે 16 મુસ્લિમ બહુમતી વાળી બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે, ત્યાં માત્ર 4 પર જ જીતી શક્યું છે. પરંતુ જે ત્રણ બેઠકો પર અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માએ પ્રચાર કર્યો હતો, ત્યાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.

X
16 ફેબ્રુઆરીએ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે16 ફેબ્રુઆરીએ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી