તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Army President Mukund Narvan Said: Coordination Between The Three Armies Is Most Important, Special Attention Will Be Given To The Training Of The Soldiers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનરલ નરવણેએ કહ્યું-POK અંગે સંસદ આદેશ આપશે તો તેનું પાલન કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નરવણેએ કહ્યું- સેના પરિવર્તનની પ્રક્રિયામાં છે,આપણા લોકો શ્રેષ્ઠ યોગદાન આપે તે નિર્ધારીત કરશું
  • ત્રણેય સેના વચ્ચે તાલમેલ ખૂબ જ જરૂરી છે, CDS આ દિશામાં એક મોટુ પગલુ છે

નવી દિલ્હીઃ જનરલ મનોજ મુકુંદ નરવણેની સેના પ્રમુખ બન્યા બાદ શનિવારે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. તેમણે કહ્યું હતું કે આ એક સંસદીય સંકલ્પ છે કે પાકિસ્તાનના કબ્જામાં રહેલું કાશ્મીર (POK) ભારતનો હિસ્સો છે. જો સંસદ સંકલ્પ પસાર કરશે કે POK ભારતનો ભાગ હોવો જોઈએ અને આ અંગે જો અમને યોગ્ય આદેશ મળશે તો અમે તેને મેળવવા માટે યોગ્ય કાર્યવાહી કરશું.


કાશ્મીર ઘાટીમાં રહેલા સૈન્ય અધિકારીઓ સામે મળી રહેલી ફરિયાદો અંગે સેના પ્રમુખે કહ્યું કે સરહદ પર રહેલા કમાન્ડરના આદેશનું સન્માન થશે. જે પણ ફરિયાદો આવી છે તે પાયા વગરની સાબિત થઈ છે. સિયાચિન આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તેની સુરક્ષા માટે પશ્ચિમ અને ઉત્તરી મોરચાની રચના કરવામાં આવી છે. આ ક્ષેત્ર અમારા માટે વ્યૂહાત્મક રીતે ઘણુ મહત્વ ધરાવે છે.

100 મહિલાના દળની તાલીમ શરૂ થઈ-જનરલ

  • લશ્કરમાં અધિકારીઓની અછત અંગે સેના પ્રમુખે કહ્યું કે અધિકારીઓની અછત છે-પણ એવું નથી કે તે માટે અરજી કરનારા લોકોની અછત છે. અમે લશ્કરમાં અધિકારીઓની પસંદગી માટે ચોક્કસ માપદંડ નક્કી કરેલા છે, જે ઘટાડવામાં આવેલ નથી. સેનામાં મહિલા સેના અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે 6 જાન્યુઆરીથી 100 મહિલા દળની તાલીમની શરૂઆત થઈ છે.
  • જનરલ નરવણે કહ્યું- ત્રણેય સેના વચ્ચે આંતરિક તાલમેલ ખૂબ જ જરૂરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)આ ક્ષેત્રમાં એક મોટું પગલું છે. સેના પરિવર્તનની પ્રક્રિયા હેઠળ છે. અમે હંમેશા એવું નક્કી કરવાનો પ્રયત્ન કરશું કે અમને સર્વશ્રેષ્ઠ મળે. અમારી સામે જે પણ પડકાર આવશે ભવિષ્યમાં અમે તે માટે તૈયાર રહેશું. તે જ અમારું ફોકસ છે.
  • તેમણે કહ્યું- અત્યારે અમે ભવિષ્યમાં કામ આવનારી તાલીમ આપી રહ્યા છીએ. અમે સંખ્યા પર નહીં, ગુણવત્તા પર ભાર આપી છીએ. અમે નક્કી કરશું કે આપણા લોકો સર્વશ્રેષ્ઠ યોગદાન આપે. બંધારણ પ્રત્યે નિષ્ઠા જ હંમેશા અમારા માટે માર્ગદર્શનક હોવું જોઈએ.અમે બંધારણમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાને આધાર બનાવી આગળ વધશું.
  • સેનાના સંચાલન મુદ્દે સેના પ્રમુખે કહ્યું- જ્યાં સુધી ભારતીય સેનાનો સંબંધ છે તો અમારા માટે ટૂંકા ગાળામાં જોખમ આતંકવાદી સામે અભિયાન ચલાવવાનું છે અને લાંબા સમયનું જોખમ પારંપરીક યુદ્ધ છે.અમે આ માટે સજ્જ થઈ છીએ.પાકિસ્તાન અને ચીન સરહદ પર સુરક્ષા દળને ફરીથી સંતુલિત કરવાની જરૂર છે. અમારે અમારી ઉત્તર અને પશ્ચિમી બન્ને સરહદ પર સમાન ધ્યાન આપવાની જરૂર છે.

31મી ડિસેમ્બરના રોજ નરવણે સેના પ્રમુખ બનાવવામાં આવ્યા
ભૂતપુર્વ સેના પ્રમુખ બિપિન રાવતે રાજીનામુ આપ્યા બાદ લેફ્ટેનન્ટ જનરલ નરવણેએ 31મી ડિસેમ્બરના રોજ 28મા સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો