રક્ષા / સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું- 1965 અને 1971ના યુદ્ધમાં સામેલ સૈનિકોને ફ્રીડમ ફાઇટર પેન્શન આપવામાં આવે

સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું વેટરન્સ હજુ રાષ્ટ્રનિર્માણમાં જોડાયેલા છે
સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું વેટરન્સ હજુ રાષ્ટ્રનિર્માણમાં જોડાયેલા છે

  • સેના પ્રમુખે આર્મ્ડ ફોર્સિઝ વેટરન્સ ડે પર આયોજિત કાર્યક્રમમાં સંબોધન કર્યું
  • ‘અમે 1700 મહિલાઓને કોર્પ્સ મિલિટરી પોલીસમાં ભરતી કરીશું’
  • ‘6 જાન્યુઆરીથી 101 મહિલાઓની ટ્રેનિંગ શરૂ થઇ ચૂકી છે’

Divyabhaskar.com

Jan 14, 2020, 06:32 PM IST

જયપુર: સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મંગળવારે ચોથા આર્મ્ડ ફોર્સિઝ વેટરન્સ ડે પર આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે સેનાએ પ્રસ્તાવ મોકલ્યો છે કે 1965 અને 1971ના યુદ્ધમાં સામેલ સૈનિકોને ફ્રીડમ ફાઇટર પેન્શન આપવામાં આવે. સેના પ્રમુખ ચોથા આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે પર આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું- અમે સેનામાં મહિલાઓને પણ સામેલ કરી રહ્યા છીએ. કુલ 1700 મહિલાઓને કોર્પ્સ મિલિટરી પોલીસમાં ભરતી કરવામાં આવશે. 6 જાન્યુઆરીથી 101 મહિલાઓની ટ્રેનિંગ પણ શરૂ થઇ ગઇ છે.

જનરલ નરવણેએ કહ્યું- રિટાયરમેન્ટ બાદ પણ વેટરન્સ હજુ ઘણા ક્ષેત્રોમાં રાષ્ટ્રનિર્માણ કરવામાં વ્યસ્ત છે. વેટરન્સનું કલ્યાણ હંમેશાથી અમારી પ્રાથમિકતા રહી છે. ગત વર્ષે અમે 240 અધિકારીઓ અને 11500 JCOને રિટાયરમેન્ટ બાદ નોકરી મેળવવામાં મદદ કરી. ચોથા આર્મ્ડ ફોર્સિઝ વેટરન્સ ડેના અવસર પર રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત અને સેના પ્રમુખ મુકુંદ નરવાણે જયપુર પહોંચ્યા હતા.

X
સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું વેટરન્સ હજુ રાષ્ટ્રનિર્માણમાં જોડાયેલા છેસેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું વેટરન્સ હજુ રાષ્ટ્રનિર્માણમાં જોડાયેલા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી