કાશ્મીર / તંગધાર સેક્ટરમાં સેનાની એક ટુકડી હિમસ્ખલનના સંકજામાં આવી, 3 જવાન શહીદ, એક લાપતા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ગત મહિને સિયાચીનમાં હિમસ્ખલનની 2 અલગ અલગ ઘટનાઓમાં 6 જવાન શહીદ થયા હતા 
  • શિયાળાની ઋતુમાં કાશ્મીર અને લદ્દાખમાં પહાડો પર બરફ પડવાનું જોખમ રહે છે 

Divyabhaskar.com

Dec 04, 2019, 11:49 PM IST

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મંગળવાર સાંજે સેનાની એક ટુકડી હિમસ્ખલનના સંકજામાં આવી ગઈ હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ રાહત અને બચાવ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમે બરફમાં દબાયેલા ઘણા જવાનોને સુરક્ષિત બચાવ્યા છે. પરંતુ ત્રણ જવાન શહીદ થયા છે અને હજુ સુધી એકની ભાળ મળી નથી. તેમને શોધવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. હિમસ્ખલનના સંકજામાં આવેલા આર્મીની ટુકડી તંગધાર સેક્ટરમાં તહેનાત હતી. ગત મહિને સિયાચીનમાં હિમસ્ખલનની ઘટનાઓમાં 6 જવાન શહીદ થયા હતા. શિયાળાની ઋતુમાં કાશ્મીર અને લદ્દાખમાં બરફ પડવાનું જોખમ રહે છે.

30 નવેમ્બરે પણ લદ્દાખ ખાતે આવેલા દક્ષિણી સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફુટની ઊંચાઈ પર સેનાની એક ટુકડી હિમસ્ખલનના સંકજામાં આવી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમે મોટાભાગના જવાનોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતા, પણ સારવાર દરમિયાન નાયબ સૂબેદાર ગ્યાલશન અને રાઈફલમેન પદમ નોરગૈસે દમ તોડી દીધો હતો. આ પહેલા 19 નવેમ્બરે ઉત્તર સિયાચિન ગ્લેશિયર પાસે હિમસ્ખલનમાં 4 જવાન શહીદ થયા હતા. બે સામાન્ય નાગરિકોના પણ મોત થયા હતા. અંદાજે 20 હજાર ફુટની ઊંચાઈ પર આવેલું સિયાચીન દુનિયાનું સૌથી ઊંચુ રણક્ષેત્ર છે, જે લદ્દાખનો એક ભાગ છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી