સુરક્ષા / પાકે એલઓસી પર સૈન્ય ક્ષમતામાં વધારો કર્યો, ભારતના સેના પ્રમુખે કહ્યું- પરેશાન ન થાવ, અમે તૈયાર છીએ

Pak increases military capacity on LoC, Indian army chief says - don't be upset
X
Pak increases military capacity on LoC, Indian army chief says - don't be upset

  • પાકિસ્તાન કાશ્મીરમાં બ્લાસ્ટ અને આતંકવાદી હુમલાથી સ્થિતિ બગાડવાની કોશિશ કરી શકે છે
  • કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાને એલઓસી પર વધુ સૈન્યની ગોઠવણી કરી
     

Divyabhaskar.com

Aug 13, 2019, 06:50 PM IST

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે મંગળવારે કહ્યું કે ભારતીય સેના કોઈ પણ પ્રકારના ખતરાનો સામનો કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ(LOC) પાસે છેલ્લા થોડા દિવસોથી તેની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. આ સામાન્ય છે અને અમે કોઈ પણ પડકારનો સામનો કરવા તૈયાર છીએ.

દરેક દેશ પોતાની સુરક્ષા માટે પગલા ભરે છે- સેના પ્રમુખ

સેના પ્રમુખે કહ્યું- દરેક દેશ કોઈ પણ ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલા ઉઠાવે છે. જો પાકિસ્તાન એલઓસી પર વધુ સેના ગોઠવી રહ્યું છે તો તેમાં હેરાન થવાની જરૂર નથી.

એક કાર્યક્રમ દરમિયાન સેના પ્રમુખને પૂછવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સતત એલઓસીની પાસે તેની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. તેના પર જનરલ રાવતે કહ્યું- આપણે તેમાં વધુ હેરાન થવાની જરૂર નથી.

આવનારા દિવસોમાં એલઓસી પર સૈન્યની ગતિવિધિઓ વધવાના સવાલ પર તેમણે કહ્યું- જયાં સુધી સેનાની વાત છે તો અમે હમેશા તૈયાર રહીએ છીએ. જો કઈક ખોટું થાય છે તો અમે તેનો સામનો કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. 

જનરલ રાવતે કહ્યું- જો શત્રુ એલઓસી પર ગતિવિધિઓ ઈચ્છે છે, તો તે તેમની ઈચ્છા છે. એલઓસી પર સેના હાઈ એલર્ટ પર છે. જો પાકિસ્તાન કોઈ હિંમ્મત કરશે તો તેનો જોરદાર જવાબ આપવા માટે સેના તૈયાર છે. 
 

ભારતીય સેનાના ટોપ કમાન્ડર હાલત પર સતત નજર રાખી રહ્યાં છે. તે સિવાય કોઈ પણ પ્રકારના નાગરિક વિરોધનો સામનો કરવા માટે પણ સેના તૈયાર છે.
 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન ઘાટીમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી શકે છે. તે હિંસા, બ્લાસ્ટ કે ફિદાયીન હુમલા દ્વારા રાજયની હાલત બગાડવાની કોશિશ કરી શકે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી