• Home
  • Db Original
  • April June Quarterly Earnings Revenue Quarterly Results of Reliance, Microsoft, Amazo

ડિબી ઓરિજિનલ / નફામાં માઈક્રોસોફ્ટ, રેવેન્યૂમાં એમેઝોન આગળ; આઈફોનના વેચાણમાં ઘટાડાના કારણે એપલ પાછળ

April June Quarterly Earnings Revenue Quarterly Results of Reliance, Microsoft, Amazo

  • દુનિયાની 4 મુખ્ય કંપનીઓ એમેઝોન, માઈક્રોસોફ્ટ, એપલ , ફેસબુક અને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સના ત્રિમાસિક પરિણામોનું એનાલિસિસ
  •  જુન 2019 ત્રિમાસિકમાં એમેઝોનનો રેવેન્યૂ સૌથી વધારે રહ્યો, પરંતુ તેનો પ્રોફિટ માઈક્રોસોફ્ટથી 5 ગણો ઓછો

Divyabhaskar.com

Aug 08, 2019, 10:34 AM IST

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી છેલ્લા ચાર વર્ષથી સૌથી વધારે નફો કમાનારી ભારતીય કંપની છે. જુન 2019 ત્રિમાસિકમાં પણ આ કંપનીનો નફો 2018ની તુલનામાં 6.8% વધ્યો છે. રિલાયન્સે 10,104 કરોડ રૂપિયાના નફાની કમાણી કરી છે. જો કે, દુનિયાભરની કંપનીઓમાં રિલાયન્સ પાંચમા નંબરે આવે છે. માઈક્રોસોફ્ટ રિલાયન્સ કરતા 9 ગણો વધારે નફો કમાય છે. માઈક્રોસોફ્ટ આ મામલામાં 1000 અબજ ડોલરના માર્કેટ કેપે પહોંચી ચુકેલી બે કંપની એપલ અને એમેઝોન કરતા પણ આગળ છે. તેનો નફો આ ત્રણ મહિનાઓમાં 91,782 કરોડ રૂપિયા, જે એમેઝોન(18,270 કરોડ રૂપિયા)થી 73,512 કરોડ રૂપિયા અને એપલ (69,906 કરોડ રૂપિયા)થી 21,876 કરોડ રૂપિયા વધારે છે.

એપલઃ આઈફોનનું વેચાણ ઘટવાના કારણે નફો ઘટ્યોઃ એપલનો નફો એપ્રિલ-જુન મહિનામાં 13% ઘટ્યો છે. ફ્લેગશીપ પ્રોડક્ટ આઈફોનના વેચાણમાં 12%ના ઘટાડાના કારણે નફામાં ઘટાડો થયો છે. આ વર્ષે એપ્રિલ-જુન ત્રિમાસમાં એપલને આઈફોનના વેચાણથી 1.8 લાખ કરોડ રૂપિયાની રેવેન્યૂ મળી છે. ગત વર્ષે એપ્રિલ-જુનમાં આ 2 લાખ કરોડ રૂપિયા હતી. 2012 પછી પહેલી વખત એવું થયું છે જ્યારે એપલની રેવેન્યૂમાં આઈફોનનો શેર 50%થી ઓછો રહ્યો હતો. આ પહેલા માર્ચ ત્રિમાસિકમાં પણ કંપનીનો નફો 16% ઘટ્યો હતો. 2018ના માર્ચ ત્રિમાસિકમાં કંપનીએ 2.62 લાખ કરોડ રૂપિયાના આઈફોનનું વેચાણ કર્યું હતું. માર્ચ 2012ના ત્રિમાસિકમાં આ આંકડો 17% ઘટીને 2.17 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો હતો.

ગોપનીયતાના ઉલ્લંઘન મામલે દંડના કારણે ફેસબુકના નફામાં ઘટાડોઃ ફેસબુકને જુન 2019 ત્રિમાસીકમાં 18,207 કરોડ રૂપિયાનો નફો થયો હતો. 2018ની જૂન ત્રિમાસિકની તુલનાએ 49% ઓછો છે. 2018માં આ કંપનીને 35,496 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીએ ડેટા પ્રાઈવસી ઉલ્લંઘનના મામલે સેટલમેન્ટ માટે 13,920 કરોડ રૂપિયા જુદા રાખ્યા છે. જેથી નફો ઓછો થયો છે. જાન્યુઆરી- માર્ચ ત્રિમાસિકમાં પણ આવું જ થયું હતું. તે વખતે કંપનીએ કોર્ટ કચેરીના ખર્ચાઓ માટે 20,880 કરોડ રૂપિયાની રકમ અલગથી મુકી દીધી હતી.

માઈક્રોસોફ્ટના નફામાં 49%નો ઉછાળો શા માટે?ઃ જુન 2018 ત્રિમાસિકની તુલનામાં જુન 2019માં માઈક્રોસોફ્ટના નફામાં 49%નો વધારો થયો હતો. MS ઓફિસ કોમર્શિયલ પ્રોડક્ટ, કંજ્યૂમર પ્રોડક્ટ, ડાયનામિક પ્રોડક્ટ, સર્વર પ્રોડક્ટ, ક્લાઉડ સર્વિસેસ અને લિંક્ડઈન રેવેન્યૂમાં સારા ગ્રોથનું કારણ રહ્યાં હતા. સાથે જ રિલાયન્સ અને એમેઝોનના નફામાં વધારો નોંધાયો છે. રિલાયન્સ ડિઝીટલની સર્વિસેજ રેવેન્યૂમાં 55% અને રિટેલમાં 48% ગ્રોથ નોંધાયો છે. એમેઝોનના પ્રોફિટમાં આ વખતે ફક્ત 3.5%નો નફો થયો છે. છેલ્લા ત્રિમાસિકમાં એમેઝોનનો પ્રોફિટ 118% વધ્યો હતો.

અમેઝોનની રેવેન્યૂ માઈક્રોસોફ્ટથી બમણો, ફેસબુકના રેવેન્યૂમાં વધારોઃ જૂન 2019ની ત્રિમાસીકમાં એમેઝોનની રેવેન્યૂ સૌથી વધારે રહી છે. જે માઈક્રોસોફ્ટથી બમણી હતી. પરંતુ તેનો પ્રોફીટ માઈક્રોસોફ્ટથી અંદાજે 5 ગણો ઓછો રહ્યો હતો. એમેઝોનની રેવેન્યૂમાં જુન 2018 ત્રિમાસિકની તુલનામાં 20%નો વધારો થયો છે. સૌથી વધારે વધારો ફેસબુકની(28%) રેવેન્યૂમાં થયો છે. માર્ચ ત્રિમાસિકમાં પણ ફેસબુકની રેવેન્યૂમાં 26%નો વધારો થયો હતો. આ વખતે એપલની રેવેન્યૂમાં સૌથી ઓછો વધારો નોંધાયો છે. જેમાં ફક્ત 1% નો નફો થયો છે, જો કે માર્ચ ત્રિમાસિકની તુલનામાં એપલનું પ્રદર્શન સારુ હતું, માર્ચ ત્રિમાસિકમાં કંપનીની રેવેન્યૂ 5% ઘટી ગઈ હતી .

માઈક્રોસોફ્ટના શેરે જુન 2018 ત્રિમાસિકની તુલનામાં 50% વધારે રિટર્ન આપ્યુંઃ માઈક્રોસોફ્ટે જુન 2019 ત્રિમાસિકમાં પોતાના રોકાણકારોને પ્રતિ શેર અંદાજે 119 રૂપિયા રિટર્ન આપ્યું, જે જુન 2018ની તુલનામાં 40 રૂપિયા વધારે છે એટલે કે રિટર્નમાં કુલ 50% વધારો થયો છે. જો કે, તેના શેરથી મળતું રિટર્ન એમેઝોનના શેરથી ત્રણ ગણું ઓછું છે. એમેઝોનને પોતાના રોકાણકારોને પ્રતિ શેર અંદાજે 352 રૂપિયા રિટર્ન આપ્યા હતા. એપલ અને ફેસબુકથી થતી પ્રતિ શેરની કમાણીમાં ઘટાડો નોંધાયો છે. માર્ચ 2019 ત્રિમાસિકમાં પણ બન્ને કંપનીઓના શેર રિટર્નમાં ઘટાડો જોવા મળ્યો છે.

X
April June Quarterly Earnings Revenue Quarterly Results of Reliance, Microsoft, Amazo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી