મહારાષ્ટ્ર / ફડણવીસ સરકારની ગડકરીને અપીલ- ટ્રાફિક નિયમ તોડવાનો દંડ ઓછો કરો

Maharashtra government appeals Nitin Gadkari to ease new motor vehicle act penalties

  • મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે. રાજ્યમાં હજુ નવો મોટર એક્ટ લાગૂ નથી
  • રાજ્યના પરિવહન મંત્રી રાઉતે કહ્યું હતું- નવા નિયમોને લઇને સરકાર લોકોના ગુસ્સાથી અવગત છે

Divyabhaskar.com

Sep 11, 2019, 09:32 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી બે મહિનામાં ચૂંટણી થવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને સરકારમાં પરિવહન મંત્રી દિવાકર રાઉતે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને મોટર વ્હિકલ એક્ટમાં બદલાવ કરવાની અપીલ કરી છે. રાઉતે કહ્યું છે કે નવા મોટર અધિનિયમમાં નિર્ધારિત દંડની જોગવાઇ વધી ગઇ છે. કેન્દ્ર સરકારને અનુરોધ છે કે આ કાયદામાં પુનર્વિચાર બાદ જરુરી સંશોધન કરીને દંડની રકમ ઓછી કરવામાં આવે.

લોકોના ગુસ્સાથી સરકાર અવગત છે

બે દિવસ પહેલા રાઉતે કહ્યું હતું કે નવા કાયદાને લઇને સરકાર લોકોના ગુસ્સાથી માહિતગાર છે. તેમણે કહ્યું હતું કે અત્યારે કાયદો લાગૂ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં અત્યારે આ એક્ટ લાગૂ નથી. ચૂંટણીના લીધે સરકાર એવો કોઇ નિર્ણય નથી લેવા માગતી જેનાથી લોકો નારાજ થઇ જાય.

સરકાર કાયદાકીય સલાહ લઇ રહી છે

મહારાષ્ટ્ર સરાકરે કેન્દ્ર દ્વારા લાગૂ કરાયેલા નિયમોની અનિવાર્યતા પર કાયદો અને ન્યાયપાલિકા વિભાગથી સલાહ માગી છે. રાઉતે આ પહેલા કહ્યું હતું કે જો અમને એક્ટ લાગૂ કરવા માટે કોઇ સ્વતંત્રતા મળી તો નિશ્વિત રૂપે લોકોને રાહત આપવાની કોશિષ કરીશું. નાગરિકોના મનમાં એ ડર હોવો જોઇએ કે નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ તેમને આપવો પડશે.

X
Maharashtra government appeals Nitin Gadkari to ease new motor vehicle act penalties
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી