તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

350 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડ્ડાન ભરતા લડાકુ અપાચે હેલિકોપ્ટર પ્રથમ વખત ફ્લાઈ પાસ્ટમાં ભાગ લેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અપાચે હેલિકોપ્ટર (ફાઈલ ફોટો) - Divya Bhaskar
અપાચે હેલિકોપ્ટર (ફાઈલ ફોટો)
 • ફ્લાઈ પાસ્ટ દરમિયાન 3 ચિનૂક 'વિક' ફોર્મેશન અને 5 અપાચે 'એરોહેડ' ફોર્મેશનમાં ઉડ્ડાન ભરશે
 • વાયુસેનામાં સામેલ અપાચે લડાકુ હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર ચિનૂક પણ ફ્લાઈ પાસ્ટ કરશે

નવી દિલ્હીઃ એર ફોર્સમાં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડ પ્રસંગે ફ્લાઈ પાસ્ટમાં ભાગ લેશે. ચિનૂક ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે, જ્યારે અપાચે પ્રતિ કલાક 350 કિમીની ઝડપથી ઉડ્ડાન ભરી શકે તેવું લડાકુ હેલિકોપ્ટર છે. 
વાયુસેનાના વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે 3 ચિનૂક વિક ફોરમેશનમાં ઉડ્ડાન ભરશે. ત્યારબાદ ફ્લાઈપાસ્ટમાં અપાચે હેલિકોપ્ટર સામેલ થશે. 5 અપાચે 'એરોહેડ' ફોર્મેશનમાં ઉડ્ડાન ભરશે.

ફ્લાઈ પાસ્ટમાં 45 એરક્રાફ્ટ ભાગ લેશે

 • વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઈ પાસ્ટમાં વાયુસેનાના 41 એરક્રાફ્ટ અને આર્મી એવિએશન વિંગના 4 હેલિકોપ્ટર ભાગ લેશે.
 • 16 ફાઈટર જેટ, 10 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 19 હેલિકોપ્ટર સામેલ થશે. ફ્લાઈ પાસ્ટ બે તબક્કામાં હશે.
 • ગણતંત્ર દિવસ પરેડને લીડ કરતા સૌથી પહેલા MI-15 અને V-5 હેલિકોપ્ટર 'વાઈ' ફોર્મેશનમાં ઉડશે. તેને વાઈન ગ્લાસ ફોર્મેશન પણ કહેવામાં આવે છે.
 • ત્યારબાદ સેનાની એવિએશન વિંગના 4 હેલિકોપ્ટર 'ધ્રુવ' ફોર્મેશનમાં ઉડ્ડાન ભરશે.
 • ફ્લાઈ પાસ્ટનો બીજો હિસ્સો રાજપથ પર પરેડ બાદ શરૂ થશે. તેમા પહેલા વાયુસેનાના 3 MK-5 WSI હેલિકોપ્ટર 'વિક' ફોર્મેશનમાં ઉડ્ડાન ભરશે.
 • ત્યારબાદ 3 ચિનૂક પણ 'વિક' ફોર્મેશનમાં ઉડ્ડાન ભરશે, બાદમાં 3 C-130J સુપર હર્ક્યુલસ ફ્લાઈ પાસ્ટ કરશે. બે સુખોઈ-30MKI "નેત્ર" ફોર્મેશનમાં 3 સી-17 ગ્લોબમાસ્ટર 'ગ્લોબ' ફોર્મેશનમાં ઉડ્ડાન ભરશે.
 • ફ્લાઈ પાસ્ટમાં 5 જગુઆર, 5 મિગ-29 પણ ઉડ્ડાન ભરશે. ત્યારબાદ જોધપુર એરફોર્સ સ્ટેશનથી 3 સુખોઈ 'ત્રિશુલ' ફોર્મેશનમાં ઉડ્ડાન ભરશે અને છેલ્લે સુખોઈ 'વર્ટીકલ ચાર્લી' ફોર્મેશનમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ તરફથી ઉડ્ડાન ભરશે. આ જમીનથી 60 થી 300 મીટર ઉંચાઈ પર ઉડ્ડાન ભરશે.

પરેડના લીડર હશે વિંગ કમાન્ડર કમાન્ડર વિપુલ ગોયલ
ગણતંત્ર દિવસની પરેડનું નેતૃત્વ વિંગ કમાન્ડર વિપુલ ગોયલ કરશે. વાયુસેનાના પ્રવક્તા કેપ્ટન અનુપમ બેનર્જીએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું- વિંગ કમાન્ડર વિપુલ ગોયલ ત્રણેય સેના અને અર્ધસૈનિક દળના નિર્ધારિત અંતરે સેવા ગાર્ડનું નેતૃત્વ કરશે. ગણતંત્ર દિવસનો સમારોહ રાજપથ પર ધ્વજવંદન સાથે શરૂ થશે. વાયુસેના આ કાર્યક્રમનો સંયોજક છે, માટે મુખ્ય મંચ પર ધ્વજ ફરકાવતી વખતે ફ્લાઈંગ ઓફિસર અમન પણ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો