• Home
 • National
 • Another Nirbhaya convict Akshay thakur files curative petition in SC. Hearing on Mukesh singh petition news and updates

નિર્ભયા કેસ / સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની દયા અરજીને પડકારતી પિટીશન ફગાવી, અક્ષય ઠાકુર સુપ્રીમમાં તો વિનયે દયાની અરજી કરી

Another Nirbhaya convict Akshay thakur files curative petition in SC. Hearing on Mukesh singh petition news and updates

 • રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી નકારવા મામલે દોષી મુકેશે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક સમીક્ષાની અરજી કરી હતી
 • લૂંટ-અપહરણનો કેસ પેન્ડિંગ હોવાથી દોષિતો તે મુદ્દો ઊભો કરીને ફાંસી ટાળે તેવી શક્યતા

Divyabhaskar.com

Jan 29, 2020, 04:46 PM IST

નવી દિલ્હી: નિર્ભયા કેસના ચારેય આરોપીઓ ફાંસીથી બચવા માટે રોજ કોઈ નવા નુસખા અપનાવી રહ્યા છે. જોકે બુધવારે સુપ્રીમ કોર્ટે દયા અરજી નકારવામાં આવ્યા પછી દોષી મુકેશ સિંહે ન્યાયિક સમીક્ષા માંગતી જે અરજી કરી હતી તે ફગાવી દીધી છે. હવે મુકેશ સિંહ પાસે ફાંસીમાંથી રાહત મેળવવાના કોઈ વિકલ્પ બચ્યા નથી. આજે દોષી અક્ષય ઠાકુર સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવી પિટીશન દાખલ કરી છે જ્યારે અન્ય દોષી વિનયે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી છે.

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીએ મુકેશની દયા અરજી ફગાવી હતી. મુકેશે શનિવારે તેની ન્યાયિક સમીક્ષાની માંગણી કરી હતી. દોષી અક્ષય ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે. ટ્રાયલ કોર્ટે બીજી વાર દોષિતો માટે ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે.

જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે મંગળવારે મુકેશની અરજી પર સુનાવણી કરી હતી. દોષીની વકીલ અંજના પ્રકાશે કહ્યું કે, દયાની અરજી નકારતી વખતે મગજનો ઉપયોગ કરવાની જરૂર હતી. મુકેશને તેના સહ આરોપી અક્ષય સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તેનું યૌન શોષણ કરવામાં આવ્યું છે. આ તથ્યોને રાષ્ટ્રપતિ સામે રજૂ કરવામાં આવ્યા નથી. દયા અરજીને બહારના વિચારોને આધારે નકારવામાં આવી છે. આ દલીલ સામે બેન્ચે સવાલ કર્યા હતા કે, તમે એવું કહેવા માંગો છો કે, રાષ્ટ્રપતિએ દયા અરજી નકારતી વખતે મગજનો ઉપયોગ નથી કર્યો? દોષીના દાવા સામે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આવો ગંભીર ગુનો કરનાર સાથે જેલમાં ખરાબ વર્તન થાય તો તેના આધારે તે દયાની અરજીને હકદાર નથી.

મંગળવારે આરોપીઓની પરિવારજનો સાથે કરાવી મુલાકાત

ફાંસીના 3 દિવસ પહેલાં જ તિહાર જેલમાં ફાંસીની મોટા ભાગની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ત્યારે આજ દિવસે આરોપીઓની પણ તેમના પરિવાર સાથે છેલ્લી મુલાકાત કરાવવામાં આવી હતી.

નિર્ભયા કેસમાં અત્યાર સુધી

 • નિર્ભયાના ચારેય આરોપીઓ જેલ નંબર 3ની હાઈ સિક્યોરિટી સેલની અલગ અલગ કોઠરીમાં બંધ છે. બીજા આરોપીઓથી તો દૂર પણ આ લોકો એકબીજાને પણ મળી શકતા નથી. દિવસમાં એક-દોઢ કલાક માટે જ આ લોકોને કોઠરીમાંથી કાઢવામાં આવે છે. ચારેયને એક સાથે બહાર કાઢવામાં આવે છે.
 • 28 જાન્યુઆરીએ તિહાર જેલ પ્રશાસને ચારેય આરોપીઓને ફાંસી આપ્યા પછી પોસ્ટમોર્ટમ માટે ડીડીયુ હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટે દિલ્હી સરકારને ગુપ્ત ચિઠ્ઠી લખી છે.
 • 20 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મી પવનની એ અરજીને ફગાવી હતી, જેમાં તેણે ઘટના વખતે સગીર હોવાનો દાવો કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અરજીમાં કોઈ નવો આધાર નથી.

3 આરોપીઓ પાસે 5 વિકલ્પ

 • પવન, મુકેશ અને વિનય શર્માની ફાંસી માટે બીજી વખત ડેથ વોરંટ જાહેર કરાયું છે. જેમાં ફાંસીની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. પહેલા વોરંટમાં આ તારીખ 22 જાન્યુઆરી હતી. આરોપી પવન પાસે હાલ ક્યૂરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ છે. આ વિકલ્પ અક્ષય સિંહ પાસે છે. વિનય શર્મા પાસે પણ દયા અરજીનો વિકલ્પ છે. આરોપી મુકેશ પાસે હવે કોઈ કાયદાકીય વિકલ્પ નથી. એટલે કે ત્રણ આરોપી હાલ પાંચ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.
 • ફાંસીમાં વધુ એક કેસ અડચણ પેદા કરી રહ્યો છે. એ છે તમામ આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને અપહરણનો કેસ. આરોપીઓના વકીલ એપી સિંહના કહ્યાં પ્રમાણે, પવન, મુકેશ, અને વિનયને લૂંટના કેસમાં નીચલી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ છે. જ્યાં સુધી તેની પર કોઈ નિર્ણય નહીં આવી જાય, ત્યાં સુધી આરોપીઓને ફાંસી નહીં આપવામાં આવે.
 • જે આરોપીઓ પાસે કાયદાકીય વિકલ્પ છે, તે તિહાર જેલ દ્વારા આપવામાં આવેલા નોટિસ પીરિયડ દરમિયાન તેનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી પ્રિજન મેન્યુઅલના જણાવ્યા પ્રમાણે, જો કોઈ કેસમાં એકથી વધારે આરોપીઓને ફાંસી આપવાની છે તો કોઈની અરજી પેન્ડિગ રહેશે ત્યાં સુધી બધાની ફાંસીને કાયદાકીય રીતે સ્થગિત રખાશે. નિર્ભયા કેસ પણ આવો જ છે, ચાર આરોપીઓને ફાંસી આપવાની છે. હાલ કાયદાકીય વિકલ્પ પણ બાકી છે અને એક કેસમાં અરજી પેન્ડિગ છે. એવામાં ફાંસી પાછી ટળી શકે છે.
X
Another Nirbhaya convict Akshay thakur files curative petition in SC. Hearing on Mukesh singh petition news and updates

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી