નુકસાન / CAGના અહેવાલમાં મોદી સરકારને વધુ એક ઝટકોઃ રેલવેતંત્રની હાલત 10 વર્ષમાં સૌથી કમજોર

Another blow to Modi government in CAG report: Railway system's weakest in 10 years

  • સંસદ સમક્ષ મૂકાયેલા કેગના અહેવાલમાં રેલવેની કંગાળ હાલત વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ
  • રેલવે પોતાના તમામ સંસાધનો કામે લગાડીને રૂ. 98.44નો ખર્ચ કરે ત્યારે માંડ 100 રૂપિયાની આવક થાય છે

Divyabhaskar.com

Dec 03, 2019, 04:28 PM IST

નેશનલ ડેસ્કઃ સતત ઘટી રહેલા જીડીપી વિકાસદર સામે બચાવ શોધી રહેલી કેન્દ્ર સરકાર સામે હવે રેલવેતંત્રની કમજોરીએ નવી સમસ્યા ઊભી કરી છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG – કેગ)ના સંસદમાં મૂકાયેલ રિપોર્ટ અનુસાર ભારતીય રેલવેની આવક છેલ્લાં 10 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. બુલેટ ટ્રેન જેવા અત્યંત ખર્ચાળ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિશાન તાકી રહેલી કેન્દ્ર સરકાર રેલવેની કંગાળ હાલત વિશે બચાવની સ્થિતિમાં મૂકાઈ શકે છે.

કેગના રિપોર્ટ મુજબ, ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો ભયજનક રીતે ઘટીને વર્ષ 2017-18માં 98.44 ટકા થઈ ચૂક્યો છે. આસાન શબ્દોમાં સમજીએ તો, રેલવેતંત્રે 100 રૂપિયા કમાવા માટે 98.44 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. મતલબ કે, નૂરભાડુ, યાત્રીભાડુ, સ્ટોલભાડુ, અન્ય સેવાઓ આપ્યા પછી પણ રેલવેની આવક પૂરી 2 ટકા પણ નથી.

સંસદ સમક્ષ રજૂ થયેલા કેગના અહેવાલ અનુસાર રેલવેતંત્રની આવકનો વૃદ્ધિ દર ઘણો ધીમો છે. તેની સરખામણીએ ખર્ચનો વૃદ્ધિ દર ઘણો જ ઊંચો છે. આથી રેલવેની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોતાના અહેવાલમાં રેલવેને ચેતવણી આપતાં કેગ દ્વારા કેટલાંક ઉપાયો પણ સુચવવામાં આવ્યા છે. એ મુજબ, કેપિટલ લોસમાં કાપ મૂકવા પર ભાર અપાયો છે તેમજ બજારમાંથી મળતાં ફંડનો પૂરો ઉપયોગ કરવાનું સુચન પણ કરવામાં આવ્યું છે.

શાં માટે ઘટ્યો નફો ?

રેલવે સાથે જોડાયેલી સમસ્યાઓથી બધા પરિચિત છે, છતાં પણ કેગે ઘટતા પ્રોફિટના કારણોને હાઈલેટ કર્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેલવેને ‘ગીવ ઈટ અપ સ્કીમ’ને સારી પ્રતિક્રિયા મળી નથી. રેલવેએ આ સ્કીમ દ્વારા 2017માં વરિષ્ઠ નાગરિકોને તેમને ટ્રેનના ભાડામાં મળતી છૂટને છોડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેનો ઉદેશ્ય રેલવેની રેવન્યુ વધારવાનો હતો. ઓગસ્ટ 2016માં આ સ્કીમ લોન્ચ થઈ હતી અને ત્યારથી લઈને 31 માર્ચ 2018ની વચ્ચે રેલવે માત્ર 77 કરોડ રૂપિયા જ બચાવી શકી.

સબસિડી

તમામને ટિક્ટિ પર સબસિડી આપવામાં આવી. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે રેલવે સંપૂર્ણ કોસ્ટ કાઢી શકી નથી. છેલ્લા ત્રણ વર્ષમાં સબસિડી ઓછી કરવામાં આવી નથી. 2016માં ટિક્ટિ પર 43 ટકા સબસિડી આપવામાં આવી, જેનાથી રેલવેને વાર્ષિક 34000 કરોડ રૂપિયાનું નુકસાન થયું, તેને વધારીને 47 ટકા કરવામાં આવી, તેનો અર્થ એ છે કે ગ્રાહકોને ટિક્ટિની કિંમતના માત્ર 53 ટકા જ ચૂક્વવા પડતા હતા.

X
Another blow to Modi government in CAG report: Railway system's weakest in 10 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી