તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Amit Shah's Attack On Mamata Rahul Gandhi, Our Right Over India Is As Much As The Refugees From Pakistan.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહે કહ્યું- JNUમાં અમુક લોકોએ નારા લગાવ્યા‘ભારત તેરે ટુકડે હો હજાર’, આવું કહેનારાઓની જગ્યા જેલના સળિયા પાછળ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાહને કાળા વાવટા દેખાડવાનો પ્રયત્ન કરી રહેલા યુવા કોંગ્રેસના 24 કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી
  • CAA સમર્થનમાં જબલપુર જતા પહેલા શાહ જોધપુર, દિલ્હી અને અમદાવાદમાં સભા કરી ચુક્યા છે

જબલપુર:ભાજપ અધ્યક્ષ અમિત શાહ રવિવારે નાગરિકતા કાયદા પર દેશમાં ચોથી સભાને સંબોધિત કરવા માટે જબલપુર પહોંચ્યા. અહીં શાહે કહ્યું- JNUમાં અમુક છોકરાઓએ ભારત વિરોધી નારા લગાવ્યા કે ' ભારત તેરે ટુકડે હો એક હજાર, ઇંશાઅલ્લાહ, ઇંશાઅલ્લાહ'. તેમને જેલમાં નાખવા જોઇએ કે નહીં. જે કોઇ પણ દેશ વિરોધી નારા લગાવશે, તે જેલમાં હશે. 10 જાન્યુઆરીએ દેશમાં CAA લાગૂ થયા બાદ શાહની આ પહેલી સભા છે.અમિતશાહે કહ્યું હતું કે હું મમતા બેનર્જી અને રાહુલ ગાંધીને પડકાર ફેકુ છું કે નાગરિકતા સંશોધન કાયદામાં એવી જોગવાઈ શોધી આપે કે જે દેશમાં કોઈની પણ નાગરિકતાને છીનવી શકે.
શાહે આગળ કહ્યું, ‘‘કેજરીવાલ જેવા નેતા ભારત તેરે ટુકડે હોંગે જેવા નારા લગાવનારાઓને બચાવવાની વાત કરે છે. પરંતુ અમે તેવું નહીં થવા દઇએ. કાશ્મીરના મુદ્દે પર પુરાવા માંગવામાં આવે છે. જ્યારે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો કેજરીવાલ મમતા અને રાહુલે અમારી પાસે પુરાવા માંગ્યા. હવે તેઓ લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ’’
તેમણે કહ્યું- ભારત પર જેટલો મારો અધિકાર છે એટલો જ અધિકાર પાકિસ્તાનથી આવનાર હિંદુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી શરણાર્થીઓનો છે. કોંગ્રેસના વકીલ કપિલ સિબલ કહે છે કે રામ મંદિર બનવું જોઈએ નહીં, આાગામી ચાર મહિનામાં આકાશને આંબતુ ભવ્ય રામ મંદિર બનવાની શરૂઆત થવાની છે, હિંમત હોય તો અટકાવી જુઓ. તેમણે જાહેર સભામાં પ્રશ્નો કર્યો હતો કે JNUમાં કેટલાક લોકો ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરે છે તેમને જેલના સળિયા પાછળ હોવું જોઈએ કે નહીં.તેમણે કહ્યું હતું કે મને સમજાતુ નથી કે શાં માટે રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને ઈમરાન ખાન સૌની ભાષા એક સરખી કેમ થઈ ગઈ છે. જબલપુરની પ્રજાએ વિચાર કરવો જોઈએ કે ભાષા શાં માટે એક સરખી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો